ક્ષ રાજકોટના ચરખડી ગામની હોટેલ માથી ઝડપી લેતી પેરોલ ફર્લો સ્કોડ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પોલીસ અધીક્ષક રવીતેજા વાસમસેટ્ટીની સુચના તથા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ સર રાજયમાં પેરોલ પર છુટેલ ભાગેડુ આરોપીઓ, વચગાળાના જામીન પર મુક્ત ફરાર તથા નાસતા ફરતા આરોપી ઓને પકડવા સારૂ સમગ્રરાજ્યમાં વધુમાં વધુ આરોપીઓ પકડવા જણાવેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પો.ઈન્સ જે.એચ. સિંધવ તથા જે.જે. ગઢવીના માર્ગદર્શન અને સુચના મુજબ પેરોલ ફર્લોસ્કોડના પી.એસ.આઈ વી.કે.ઉંજીયાએ એસ.આઈ. ઉમેશભાઈ વેગડા પો.હેડ કોન્સ. સંજયભાઈ વઘેરા પો.કોન્સ દિનેશભાઇ છૈયા પો.કોન્સ જયેશભાઈ બામણીયાની ટીમ દ્રારા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમી રાહે હકિકત મળેલ કે જુનાગઢ કેશોદ પો.સ્ટે. ના ગુ.ર.નં. થર્ડ 194/2022 ક.65(ઈ) 98(2) મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી કિશોર ઉકા ગમારા (ઉ.વ.20) રહે.બુરી તા.માણાવદર હાલ ગોંડલના ચરખડી ગામે હોટેલ ઋષિમાં કામ કરે છે. તેવી ખાનગી હકીકત મળતા ઉકત જગ્યા એ જઇ વોચ તપાસ મા રહેતાં મજકુર આરોપી ત્યાથી મળી આવતા તેનુ નામ ઠામ પુછતા પોતાનુ નામ કિશોર ઉકા ગમારા (ઉ.વ.20) રહે.બુરી વાળો બતાવતો હોય મજકુર આરોપી ઉકત ગુન્હામાં સંડોવાયેલની કબૂલાત કરતા તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા કેશોદ પોલીસને સોપી આપવામાં આવેલ છે.
- Advertisement -