એક વર્ષથી ફરાર હતો, પેરોલ ફર્લોસ્કોડે પકડી જેલ હવાલે કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જેલમાંથી વચગાળાનાં જામીન મેળવી એક વર્ષથી ફરાર શખ્સને પરોલ ફર્લોસ્કોડની ટીમે વેરાવળથી પકડી જેલ હવાલે કર્યો હતો.
- Advertisement -
બનાવની મળતી વિગત મુજબ વચગાળાનાં જામીન મેળવી ફરાર આરોપીને પકડી પાડવા એસપી રવિ તેજા વાસમસેટ્ટીની સુચનાથી એલસીબી પીઆઇ એચ.આઇ.ભાટીનાં માર્ગદર્શનમાં પેરોલ ફર્લોસ્કોડનાં પ્રદિપભાઇ ગોહેલ, ઉમેશભાઇ વેગડા, સંજયભાઇ વઘેરા,દિનેશભાઇ છૈયા, જયેશભાઇ બાંભણીયા સહિતની ટીમ કાર્યરત છે. ત્યારે જૂનાગઢ જેલમાંથી કાચા કામનો કેદી સંજય દામજી ચૌહાણ વચગાળાનાં જામીન મેળવી ફરાર થઇ ગયો હતો. આ શખ્સ વેરાવળમાં હોવાની બાતમીનાં આધારે પેરોલ ફ્લોસ્કોડની ટીમે વેરાવળથી પકડી પાડ્યો હતો અને જેલ હવાલે કર્યો હતો.