જૂનાગઢ ગુજસીટોકના આરોપીનું રિ – ક્ધસ્ટ્રક્શન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ તાલુકાના સરગવાડા ગામનો ભાવેશ ઉર્ફે ભાવિન ખોડાભાઈ બઢની બંગલા ગેંગનો ગાંધીગ્રામનો આરોપી કરસન ગલાભાઈ મોરીને પોલીસે રવિવારે તેના વિસ્તારમાં લઈ જઈ તેની ગુનાહિત પ્રવૃત્તિનું રિ-ક્ધસ્ટ્રક્શન કરાવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન શખ્સે હાથ જોડીને માફી માંગી હતી.
- Advertisement -
ભાવેશ ઉર્ફે ભાવિન બઢ અને તેના સહિત શખ્સની બંગલા ગેંગ વિરુદ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટ મુજબ ગુનો નોંધાયા બાદ ગેંગ લીડર ભાવિન બઢ, ઝાંઝરડા રોડનો દિલીપ ઉર્ફેદ દિલા ભગા છેલણા, સરગવાડાનો નિલેશ ઉર્ફે નીલુ ખોડાભાઈ બઢ, વંથલી તાલુકાના કોયલી ગામનો જાદવ ઉર્ફે લાખો સાંગાભાઈ હુણ ફરાર થઈ ગયા હતા. આરોપીઓને પકડવા પોલીસની જુદી જુદી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. દરમ્યાન ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં પકડાયેલ ગાંધીગ્રામનો કરસન ગલાભાઈ મોરીને રિમાન્ડ દરમિયાન તપાસનીશ ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર સહિતનો કાફલો રવિવારે ગાંધીગ્રામ વિસ્તારમાં લઈને પહોંચ્યો હતો અને આરોપી પાસે તેની ગુનાહિત પ્રવૃત્તિઓનું રિ-ક્ધસ્ટ્રક્શન કરાવ્યું હતું તેમજ ગેંગ સાથે 8 ગુના આચરનાર કરસન ગલાને કાયદાનું ભાન કરાવ્યું હતું. ત્યારે આરોપીએ ’ભૂલ થઈ ગઈ. કોઈ ગેંગ બનાવી નહીં, દુનિયામાં સૌથી મોટો બાપ પોલીસ છે’ તેમ કહી માફી માંગી હતી અને આરોપીના ઘરેથી ગુનાહિત રેકર્ડ તથા અન્ય દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા હતા.



