ખાસ-ખબર સંવાદદાતા
માળીયા મિંયાણા પોલીસ મથક વિસ્તારમાં અલગ અલગ સમયે થયેલ બે હત્યા કેસ તેમજ પ્રોહીબીશન કેસનો આરોપી મોરબી જીલ્લા જેલમાં બંધ હતો ત્યારબાદ હાઈકોર્ટમાંથી શરતી જામીન મેળવીને આ આરોપી ફરાર થઈ ગયો હતો જેને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લઈને સબ જેલ હવાલે કર્યો હતો. મોરબી જીલ્લામાં નાસતાં ફરતાં આરોપીને ઝડપી લેવાં જીલ્લા પોલીસ વડાની સુચનાથી એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ટીમને બાતમી મળી હતી કે, માળીયા મિંયાણા પોલીસ મથકમાં નોંધાયેલ અલગ અલગ હત્યાના 2 ગુનાનો આરોપી સુનીલ લાભુ કોરડીયા મોરબી સબ જેલમાં કાચા કામના આરોપી તરીકે હતો જેને ગુજરાત હાઈકોર્ટમાંથી તા. 2 સપ્ટેમ્બરથી તા. 9 સપ્ટેમ્બર સુધીના વચગાળાના જામીન મળતાં જામીન મુક્ત થયો હતો અને આરોપીને તા. 10 સપ્ટેમ્બરના રોજ મોરબી સબ જેલ ખાતે હાજર થવાનું હતુું જે હાજર ન રહી ફરાર હતો જેને પગલે આરોપીને મોરબી તાલુકાના મધુપુર ગામે રેડ પાડીને ઝડપી લેવામાં આવ્યો હતો અને આરોપીનો કોવિડ રીપોર્ટ કરાવી સબ જેલના હવાલે કરવામાં આવ્યો હતો.