પરિપ્રેક્ષ્ય: સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
કોઈ જૂઠાણાને વારંવાર રિપીટ કરો એટલે લોકો તેને સાચું માનવા લાગે છે.
- Advertisement -
-જોસેફ ગોબેલ્સ (હિટલરનો પ્રચારમંત્રી)
જોની લીવર એકવાર ગાડી લઈને દેમાર ઝડપે જતો હતો ત્યારે ટ્રાફિક પોલીસે તેને ઓવરસ્પિડીંગ માટે તેને પકડ્યો.
કોન્સ્ટેબલ: કેમ ભાઈ, આટલી ઝડપે ગાડી ચલાવવાની જરૂર પડી?
જોની લીવર: એમાં એવું છે ને સાહેબ કે આજે થોડું વધારે લેવાઈ ગયું છે એટલે ભાન નથી.
કોન્સ્ટેબલ (ઓર ગુસ્સે થઈને): ઓહ, તમારી ઈમાનદારીને દાદ દેવી પડે. રોજ પીતા લાગો છો?
જોની લીવર: ના સાહેબ, ગાડીની ડેકીમાં નકલી પાંચસો બે હજારની નોટો પડી છે એટલે બહુ ટેંશન છે તો ટેંશનને હેન્ડલ કરવા માટે આટલું લેવું પડ્યું.
કોન્ટેબલ તો સાંભળીનેને સડક થઇ ગયો. તેણે તરત જ પોતાના સિનિયરને કોલ કરીને બોલાવ્યો અને બધી વાત કરી. થોડીવારમાં તે ઇન્સ્પેક્ટર પણ ત્યાં પહોંચી ગયો.
ઇન્સ્પેક્ટર: શ્રીમાન, મને જાણવા મળ્યું છે કે તમે દારૂ પીને ગાડી ચલાવી.
જોની લીવર: ના જી સાહેબ, તમે ઈચ્છો તો ચેક કરી શકો છો.
ઈન્સ્પેક્ટરે બ્રીધ એનેલાઇઝર વડે જોની લીવરને ચેક કર્યો તો તે નોર્મલ આવ્યો.
ઇન્સ્પેકટર: મને એવું પણ સાંભળવા મળ્યું કે તમારી ગાડીની ડેકીમાં નકલી નોટો છે.
જોની લીવર: ના રે સાહેબ, મારે તો કપડાનો એક નાનો શોરૂમ છે, તેમાંથી થોડુંઘણું હું કમાઈ લઉ છું. આપ ચાહો તો આખી ગાડી ચેક કરી શકો છો.
ઈન્સ્પેક્ટરે આખી ગાડી ચેક કરી તો તેમાં એવું કઈ ન મળ્યું. પછી તેણે પેલા કોન્સ્ટેબલને ઘઘલાવી નાંખ્યો, ” કેમ કામ કરવું તેની ભાન પડે છે તને? આ ભાઈ તો એક બહુ સારા વ્યક્તિ છે. નથી તેણે દારૂ પીધો કે નથી તેની પાસે કોઈ વાંધાજનક સામાન! ” ત્યાં જોની બોલ્યો,” સાહેબે આ જુઠ્ઠાએ તો તમને એમ પણ કહ્યું હશે કે હું ગાડી બહુ ફાસ્ટ ચલાવું છું.”
આંગળી દઈએ તો પહોંચો પકડવો. ગુજરાતીમાં બહુ પ્રચલિત એવી કહેવતને અમુકે તો એવી જબ્બર ચરિતાર્થ કરી છે કે તેઓને વખાણવા કે વાંહામાં એક ધુમ્બો મારવો તે સમજાતું નથી. ખાસ કરીને કલાના માધ્યમમાં આવું બહુ જોવા મળે છે. કલાઓ સંબંધ અલગ અલગ દૃષ્ટિકોણ સાથે હોય છે અને તેમાં સર્જક પોતાની રીતે છૂટછાટ લેતા હોય એ સ્વાભાવિક છે પણ લેકિન ક્ધિતુ પરંતુ તેમાં સચ્ચાઈને સાવ તોડી મરોડીને વિકૃત ન કરવાની ન હોય. અહીં બગલાને હંસમાં ખપાવવાવાળા ઈસમો તો ઘણા છે. કોઈપણ ઘટનામાં જે દોષિત હોય તેને પકડવાનું અને તેણે કરેલા નુકસાનને વાજબી ઠેરરવવાનું. આવ લોકોના ફેવરિટ વાક્યો કૈક આવા હોય છે:
’એમાં તો એવું છે ને ભાઈ કે ઘણીવાર માણસ ખોટો ન હોય પણ સંજોગો ખોટા હોય છે.’ ’
’મૂળ તેનો ઈરાદો સારો હતો પણ તરીકો ખોટો હતો.’
’ભાઈ આ દુનિયામાં બધું સારું-ખરાબ, સાચુ-ખોટું એમ ન હોય. અમુક લોકો આ બેયની વચ્ચે અટવાયેલા હોય.’
પાછા આવા શખ્સોને નેગેટિવ લોકો પ્રત્યે તો જાણે સગા ભાઈ હોય એવો સ્નેહ હોય છે. પહેલા તો ખલનાયકો વિશે અમુક સાચી અને સારી વાતો કહીને તો એવો ટેમ્પો બનાવશે કે ગળગળા તમે થઇ જાઓ. પછી વાતો સાચી હોય એટલે
પોતાનો ભાઈબંધ કોઈ કાંડ કરતો હોય તો તેને સમજાવી પાછો વાળવાનો હોય કે તેમાં તેનો સાથ દેવાનો હોય?
- Advertisement -
ડંકે કી ચોટ પર રાડો પાડીપાડીને કહેશે. પછી તે નાલાયકનો દૃષ્ટિકોણ સમજવાની વાત કરશે, તેની પરિસ્થતિને મુલવવાની વાત કરશે. આ બધી વાત હળવા ટોનમાં કહેશે કારણ કે લાઉડ થવા જાય કળા કરતા મોરની પૂંઠ જેવા લાગે. પછી છેલ્લે એકાદ શેર કે ક્વોટ એવું ઠપકારશે ને કે જાણે ગરમ લોઢા પર ઘણનો ઘા. અને તમે સૌ તેની વાતને સ્વીકારવા માટે રેડી થઇ જાઓ છો.
વિરામ:
શૈતાન એક રાત મેં ઇન્સાન બન ગયે,
જિતને ભી નમકહરામ થે સબ કપ્તાન બન ગયે.
– જોશ મલીહાબાદી
રાવણની વાત કરશે તો કહેશે કે તેણે સીતાજીને કેદી રાખ્યા પણ કદીએ તેમને કઈ કર્યું નહિ અને એ સિફતપર્વક ગપચાવી જશે કે તેવું ન કરવા પાછળ રાવણને મળેલ એક શ્રાપ જવાબદાર હતો, રાવણનું તેમાં કઈ ન હતું. આવી જણસુઓનો ફેવરિટ હીરો છે કર્ણ. કર્ણ અર્જુન કરતાંય મોટો ધનુર્ધર હતો, તે પોતે ખોટો ન હતો પણ દુર્યોધનની મિત્રતા નિભાવવા માટે તે લડ્યો ને બ્લા બ્લા બ્લા…. નાલાયકોને પૂછવાનું કે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતું હતું ત્યારે આ ભાઈની નીતિમતા ક્યાં હતી? અભિમન્યુ જેવા યોદ્ધાને બધાએ ભેગા થઈને ચાલાકીથી ફસાવી મારી નાખ્યો ત્યારે આ કર્ણની મૂલ્યનિષ્ઠા ઘાસ ચરવા ગઈ હતી? પોતાનો ભાઈબંધ કોઈ કાંડ કરતો હોય તો તેને સમજાવી પાછો વાળવાનો હોય કે તેમાં તેનો સાથ દેવાનો હોય?
સાંપ્રત સમયની વાત કરીએ તો અત્યારે ગોડ્સેવાદીઓનો બહુ ત્રાસ છે. ગાંધીવાદના અતિરેકની બાયપ્રોડક્ટ એવી આ પ્રજાતિ હમણાં બહુ જોવા મળે છે. એ લોકો ગાંધીજીએ કરેલી ભૂલો વિશે તમને કહેશે ને તમે માની લેશો કે હા ગાંધીજીનો આ નિર્ણય ખોટો હતો. છેલ્લે એવો પંચ મારશે કે ગાંધીજી પાકિસ્તાને ભાગલા પછી લેવાના થતા પંચાવન કરોડ અપાવવા માટે ઉપવાસ પર બેઠા અને એટલે ગોડસેએ તેમને ગોળી મારી દીધી. અને તમે મહદઅંશે સહમત થશો કે હા ગાંધીજીએ આ ખોટું કર્યું અને બસ, ખતમ ટાટા બાય બાય. દર બીજી ઓક્ટોબરે આ લુખ્ખીલાશો કાળોકેર વર્તાવશે, ગાંધીજીને ગાળો દેશે, ગોડસેને મહાપુરુષ કહેશે. ગોડસેએ એવું શું મહાન કામ કર્યું કે તેની જિંન્દાબાદ બોલાવવી પડે એ નહી કહે.
એમાંય હવે આ ફ્રી નેટના લીધે આવા વિચારકોનો રાફડો ફાટ્યો છે. પહેલાંના સમયમાં માહિતી મેળવવી આટલી આસાન ન હતી પણ હવે માહિતી વિસ્ફોટના લીધે કોઈપણ ઘટનાની તરફેણમાં કે વિરુદ્ધમાં માહિતી ટેસથી મળી જાય છે. ડાબેરી-જમણેરી, આસ્તિક-નાસ્તિક, રેશનલ-ટ્રેડિશનલ અને આ બધાંયમાં શિરમોર એવા તકવાદીને પણ પોતાની વાતને જસ્ટિફાય કરવા માટેનો ડેટા આંગળીના ટેરવે મળી જાય છે. ગણિતની એક શાખા છે આંકડાશાસ્ત્ર. તેમાં એક ટોપિક આવે સમાંતર શ્રેણી, તેમાં સમષ્ટિ અને અવલોકનના કોન્સેપ્ટ આવે છે. અહીં સમષ્ટિ એટલે તમે અભ્યાસ કરવા માટે એકથી કરેલી કુલ માહિતી અને અવલોકન એટલે કેસસ્ટડી માટે લેવામાં આવેલ સેમ્પલ યા કહો કે કેસ. હવે આ લોકો તમને દસ એવા કેસ આપશે કે જ્યાં તે વ્યક્તિઓએ તેમના પર થયેલા અત્યાચારને લીધે હથિયાર ઉપાડ્યા હોય પણ આ કપટીનરેશો તમને એ નહિ કહે કે આવા દસ પીડિત દસ જણાની સામે કુલ આતંકવાદીઓની સંખ્યા હજારો કે લાખોમાં હોય છે. અને આવા દસને આગળ ધરીને તેઓએ બધાયની કરતૂતોનો ઢાંકપિછોડો કરી લેતા હોય છે.
કર્નલ ગદ્દાફીએ પોતાના દેશનું શોષણ કરતી વિદેશી પેટ્રોલિયમ કંપનીઓ સામે આંદોલન ચલાવ્યું હતું, હિટલરને જર્મનોને તેલ પાઈને એરંડિયું ઓકાવતા યહૂદીઓ પ્રત્યે રોષ હતો, સદ્દામ હુસેનના તત્કાલીન ઇંન્દિરા ગાંધીની સરકાર સાથે બહુ સારા સંબંધો હતા, લાદેનને અમેરિકાએ ઉછેર્યો હતો – આ બધા સાબિત થયેલા તથ્યો હોવા છતાં તેમને આગળ ધરીને આગળ કહેલા એ બધા અત્યાચારીઓને સારા માણસ ઠેરવી ન શકાય. આ બુદ્ધિજીવીઓનું ચાલે તો ઓસામા બિન લાદેનને ક્રાંતિકારી ઘોષિત કરી દે.
આ દશેરાએ આપણે આવા કુપ્રચાર કરતા રાવણોને ઓળખીએ અને તેનો સામનો કરી શકીએ એવી શક્તિ શ્રીરામ અને માં ચામુંડા સૌને આપે તેવી પ્રાર્થના.
અસ્તુ.
પૂર્ણાહુતિ:
ઇસ દેશ જે બુદ્ધિજીવી શેર હૈ પર વો સિયારો કી બારાત મેં બેન્ડ બજાતે હૈ.
– હરિશંકર પરસાઈ



