ખાસ-ખબર સંવાદદાતા ગિર સોમનાથ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગીર સોમનાથ ખાતે તારીખ 6 થી 8 ડિસે. સુધીમાં નેપ 2020 અંતર્ગત જિલ્લા કક્ષાનો નવમો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો હતો. આ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં પ્રાથમિક વિભાગમાંથી 18 કૃતિ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદરથી 6 કૃતિઓ એમ જિલ્લામાંથી કુલ 24 કૃતિઓએ ભાગ લીધો હતો. એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલની શરૂઆતના પ્રથમ દિવસે તમામ 24 ઇનોવેટીવ શિક્ષકોને પ્રમાણપત્ર શિલ્ડ અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ખાસ હાજરી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય વી.એમ.પંપાણીયા અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢના સીનિયર લેક્ચરર મીરાબેન વ્યાસ, ભરતભાઈ અને ગીતાબેન ઉપસ્થિત રહ્યા હતા.
ગિર સોમનાથમાં જિલ્લા કક્ષાનો 9મો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો
You Might Also Like
Follow US
Find US on Social Medias