આ સમૂહ લગ્નોત્સવમાં 11 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે: 200થી વધુ વસ્તુઓની ભેટ અપાશે
નવયુગલોને આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં સાધુ-સંતો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શ્રી આનંદી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા 22માં સમૂહ લગ્નોત્સવનું જાજરમાન આયોજન તા. 23ના રોજ 1, લક્ષ્મીનગર, આંબેવ ચોક, ભક્તિનગર રેલવે સ્ટેશન પાછળ, રાજકોટ ખાતે કરવામાં આવેલું છે. આ સમૂહ લગ્નોત્સવમાં 11 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. આવતીકાલે યોજાનાર સમૂહ લગ્નોત્સવના વિવિધ કાર્યક્રમો અંતર્ગત સવારે 7-00 કલાકે જાન આગમન, 9-00 કલાકે જાનના સામૈયા, 10-00 હસ્તમેળાપ, 11-00 સન્માન સમારોહ, 11-30 ભોજન સમારંભ તેમજ બપોરે 3-30 કલાકે જાનવિદાય થશે. આ સમૂહ લગ્નોત્સવમાં આચાર્ય શાસ્ત્રી કિરીટભાઈ જોષી બ્રહ્મવિધિ દ્વારા વિવાહવિધિ કરાવશે.
- Advertisement -
આવતીકાલે યોજાનાર આ સમૂહ લગ્નોત્સવમાં મહંત ભરતદાસબાપુ, સુરેશદાસબાપુ, મહંત દિલીપરાજા, મહંત ટીટા ભગત, સંત વિમલાનંદ, સંત બંકીમબાપુ સહિતના સંતો-મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવદંપતિઓને આશીર્વચન આપશે. અતિથિવિશેષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડો. ભરત બોઘરા, ધનસુખ ભંડેરી, ઉદય કાનગડ, રમેશ ટીલાળા, દર્શિતા શાહ, ગોવિંદભાઈ પટેલ, મુકેશ દોશી, વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્ર્વિન મોલીયા, નયનાબેન પેઢડિયા, જયમીન ઠાકર, નરેન્દ્રસિંહ જાડેજા, પુષ્કરભાઈ પટેલ, કશ્યપભાઈ શુક્લ સહિતના અનેક રાજકીય મહાનુભાવો અને અગ્રણીઓ હાજરી આપશે.
સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં સાધુ-સંતો, નામી-અનામી દાતાઓ દ્વારા 200થી વધુ વસ્તુ કરિયાવરમાં ભેટ આપવામાં આવશે. દીકરીઓને કરિયાવર સ્વરૂપે વિવિધ વસ્તુઓની ભેટ આપવામાં આવશે. આનંદી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સામાજિક સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવે છે. જેવા કે માતાના મઢ જતાં પગપાળા યાત્રિકોનો સેવાકેમ્પ, નવરાત્રિ મહોત્સવ, હોલિકાદહન કાર્યક્રમ, હનુમાન જંયતીમાં બટુક ભોજન, મેડિકલ કેમ્પ, જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટનું વિતરણ સહિતના અનેક સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. જેના ભાગરૂપે આવતીકાલે રાજકોટમાં 22મો સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે. આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાત લેતાં પ્રમુખ રમેશભાઈ ચાવડીયા, મંત્રી ધનસુખ કાસમપરા, ખજાનચી હિરેન રાઠોડ, જીજ્ઞેશ મોરી, દિલીપ ચાવડીયા, મહેશ વરમોરા, પ્રકાશ જોટાણીયા, ઉમેશભાઈ જાડેજા, સંજયસિંહ પરમાર, હરેશભાઈ મોરીધરા, મનોજ પાડલીયા, પિન્ટુ ચાવડીયા, પિયુષ કોટેચા, વિજય લીંબાસીયા અને વિશાલ મૂળાશીયા આવ્યા હતા.