વિન્ટર ઓલિમ્પિકસ ગેમ્સ રદ્દ થશે ? છેલ્લા 18 મહિનામાં સૌથી વધુ કોરોના કેસ બેઈજિંગમાં સામે આવ્યા,
ચીનના ઘણા વિસ્તારોમાં અત્યારે લોકડાઉન
ચીનની રાજધાની બેઈજિંગમાં કોરોના વાઈરસના કેસ મળ્યા બાદ શહેરના ઉત્તરી જિલ્લાના ઘણા રહેણાંક વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા છે.
ચીનમાં યોજાનારી વિન્ટર ઓલિમ્પિકને હવે માત્ર ચાર દિવસ બાકી છે. તા. 4 ફેબ્રુઆરીથી શરૂ થનારા રમત મહોત્સવને કોરોના ફ્રી બનાવવા માટે ચીને બેઈજિંગની આસપાસના ઘણા વિસ્તારોમાં લોકડાઉન લાગુ કર્યું છે. જોકે હાલમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જેથી 20 લાખથી વધુ લોકોને કોઈપણ કારણ વગર પોતાના ઘરોમાં કેદ રહેવાની ફરજ પડી છે. તમામ સાવચેતી રાખ્યા બાદ પણ હવે બેઈજિંગમાં જૂન 2020 પછી સૌથી વધુ કોરોના સંક્રમિત લોકો છે. ચીનના નેશનલ હેલ્થ કમિશનના રિપોર્ટ અનુસાર, બેઈજિંગમાં ગઈકાલે કોરોનાના 20 નવા કેસ નોંધાયા છે. મોટાભાગના સંક્રમિત લોકો ફેંગતાઈ જિલ્લામાં મળી આવ્યા છે.
- Advertisement -
ત્યાંના અધિકારીઓએ ઘણા રહેણાંક સંકુલો પર લોકડાઉન લાગુ કર્યું છે. આ સાથે શહેરના 20 લાખ લોકોના ટેસ્ટિંગની પ્રક્રિયા પણ તંત્રએ શરૂ કરી છે. ચીનની રાજધાની બેઈજિંગમાં કોરોના વાઈરસના કેસ મળ્યા બાદ શહેરના ઉત્તરી જિલ્લાના ઘણા રહેણાંક વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ ગઈકાલે જણાવ્યું કે, ચાઓયાંગ જિલ્લાના એન્ઝેનલી વિસ્તારને ગત શનિવારે સીલ કરવામાં આવ્યો હતો, અને કોઈને પણ આ પરિસરમાંથી બહાર જવાની મંજૂરી નથી. ચીન આગામી શુક્રવારે ઓલિમ્પિક ગેમ્સના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યું છે તે જોતાં બેઈજિંગ અત્યારે હાઈ એલર્ટ પર છે.
દરરોજ 60 હજાર લોકોનું કોરોના પરીક્ષણ કરાઈ રહ્યું છે :
વિન્ટર ઓલિમ્પિકસના આયોજનમાં રોકાયેલા કર્મચારીઓને અત્યારે બાકીના લોકોથી અલગ રાખવામાં આવી રહ્યા છે. આનું કારણ તેમને કોરોનાના ચેપના જોખમથી બચાવવાનું છે. આ પરિસરની અત્યારે અંદર દરરોજ 60 હજાર લોકોનું કોરોના પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ગત તા. 4 જાન્યુઆરીએ આ સ્થળ સીલ કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં 100 થી વધુ નવા કોરોના ચેપગ્રસ્ત મળી આવ્યા છે. NHC એ જણાવ્યું કે, દેશના અન્ય સ્થળોએ ગઈકાલે 54 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અત્યારે હાંગઝોઉ જિલ્લો કોરોનાના નવા હોટસ્પોટ તરીકે નોંધવામાં આવી રહ્યો છે
- Advertisement -
બેઈજિંગમાં અત્યાર સુધીમાં 13 એથલિસ્ટ્સ ચેપગ્રસ્ત :
આ સિવાય ઓલિમ્પિકસ માટે બનાવવામાં આવેલા બાયો બબલમાં 34 નવા કોરોનાના કેસ મળી આવ્યા છે, જેમાં 13 અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. કોરોના પોઝિટીવ જોવા મળેલા એથલિસ્ટ્સ વિન્ટર ઓલિમ્પિક ગેમ્સમાં ત્યારે જ ભાગ લઈ શકે છે, જો તેમના એક દિવસમાં બે નેગેટિવ રિપોર્ટ આવે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શિયાળુ ઓલિમ્પિકસ માટે 3,000થી વધુ એથલિસ્ટ્સ અને અધિકારીઓ અત્યારે ચીન પહોંચી ગયા છે. જો કે, ચીન અત્યાર સુધી વિશ્વના ઘણા દેશો કરતા ઘણા ઓછા કોરોનાના કેસોને તેની જગ્યાએ રાખવામાં સફળ રહ્યું છે. આ વચ્ચે તેના શહેરોમાં નવા કોરોના સંક્રમિત લોકો બહાર આવી રહ્યા છે.