નવાબના સમયનું માણાવદરનું ઐતિહાસિક ક્રિકેટ મેદાન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વિશ્વ હેરિટેજ દિવસ આપણા ઈતિહાસની ધરોહર રાજા, રજવાડા, નવાબી ઠાઠ ની ઇમારતો, સંભારણા ઓ અને કલાકૃતિઓ નો વિશ્વ લેવલે ઐતિહાસિક ધરોહર ને યાદ કરવાનો દિવસ છે. માણાવદરમાં નવાબી શાસન હતું નવાબી શાસકોએ માણાવદર, બાંટવા સરદારગઢ વિસ્તારમાં અનેક નવાબી બિલ્ડીંગો મકાનો અને રમતગમતના સ્થાનો બનાવ્યા છે. માણાવદરની સરકારી સ્કૂલમાં આપ જોઈ રહ્યા છો એ બિલ્ડીંગ ને 126 વર્ષ થઈ ચૂક્યા છે.
- Advertisement -
સરકારી હાઈસ્કૂલનો ત્યાં મુખ્ય મહત્તમ ઉપયોગ થાય છે બંને બાજુ કાળા પથ્થરની સુંદર સીડી છે મધ્યમાં આવેલો ખંડ છે.હવા ઉજાસની મોટી બારી ઓ, સાગ સીસમના દરવાજા છે. ખંડમાંથી વિશાળ મેદાનમાં ક્રિકેટ, હોકી, ઘોડેસવારી, મલ યુદ્ધ, નવાબો અને ખાસ મહેમાનો જોઈ શકતા. મુખ્ય ખંડમાં બંને બાજુ ગ્રીન રૂમ આવેલો હતો ત્યાં નાહવા રહેવા અને ભોજન માટેનો સુંદર વ્યવસ્થા હતી સરકારી હાઈસ્કૂલના વિરાટ મેદાનમાં ક્રિકેટ પીચ આવેલી છે. સિમેન્ટની બનાવેલી ક્રિકેટની પીચમાં નીચે શિશુ ,જસત, લોખંડ, ત્રાંબુ, પિત્તળ, કોલસો મીઠુંથી મજબૂત બનાવવામાં આવી છે. કોઈપણ ઋતુમાં ક્રિકેટ રમતા હોય ત્યારે જેમ પીચ ટર્ન લઈ જાય વાતાવરણની અસર થાય એટલે પીચ ઉપર પડે પીચ ઉપરથી ગેમ ઉપર આ અસર થાય એવી અણનમ પીચ માણાવદરની સરકારી હાઈસ્કૂલમાં આવેલી છે. એક જમાનામાં જૂનાગઢના કલેક્ટર અને ઇતિહાસકર શ્રી શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ એ પોતાના પિતાશ્રીની સ્મૃતિમાં ક્રિકેટ ટુર્નામેન્ટ હિલ શિલ્ડ ટુર્નામેન્ટ યોજાતી ત્યારે જૂનાગઢ જિલ્લાનું વિશાળ ફલક હતું.
જુનાગઢ, માણાવદર ,વંથલી, પોરબંદર, માંગરોળ, કેશોદ, વેરાવળ, માળીયા સહિતના તાલુકા કક્ષાના ક્રિકેટ રસીયા ઓની 10 થી 12 દિવસનો ક્રિકેટ મેચ માણાવદરમાં મોટે પાયે ઉજવાતો આ વાત 1990 સુધી અકબંધ રહી પીચ અને આજે પણ અકબંધ છે કેટલાક ક્રિકેટ રસીયાઓ શનિ-રવિની રજામાં વેકેશનમાં એ પીચનો મહત્તમ ઉપયોગ કરે છે નાઈટ ટુર્નામેન્ટ પણ થાય છે પણ માણાવદરના નવાબ રમતગમત, સંગીત, સાહિત્ય, કલા ખૂબજ શોખીન હોવાથી મુખ્ય બિલ્ડિંગની ઉપરથી ગેલેરીમાંથી રમતગમત નિહાળી શકે તેવી વ્યવસ્થા કરી ગેલેરીની સામે જ એક સ્કોર બોર્ડ હતું ત્યાં ત્રાંબા અને પિત્તળના અક્ષરોથી ઓટોમેટીક રીતે એ સ્કોર બોર્ડ માં સ્કોર બદલતો ક્રિકેટ ટીમ, હોકી કે અન્ય રમતગમતના ટીમના નામો આવતા, સમય આવતો સેક્ધડ આવતી અને સ્કોર પણ આવતો એ સ્કોર બોર્ડ 1990 સુધી અકબંધ હતું પણ કાળની થપાટમાં એ નામસેસ થઈ ગયું છે. આમ ઇતિહાસનું સાક્ષી બનેલી એક ક્રિકેટની પીચ અને સરકારી હાઈસ્કૂલ અત્યારે તો સતના આધારે અડીખમ ઊભી છે.
ગુજરાત સરકાર કે ભારત સરકારના જોશીલા નેતાઓ માણાવદરમાં રમતગમત ક્ષેત્રનું વિશાળ સ્પોર્ટ સંકુલ બનવું જોઈએ જેનાથી શારીરિક, માનસિક અને ખેલકૂદમાં માણાવદર તાલુકાનું યુવાધન આગળ વધે એવું આમ જનતા ઈચ્છી રહી છે. જયારે નવાબી શાસનમાં આ ગ્રાઉન્ડ ઉપર દેશ વિદેશના ખેલાડીઓ માટેનું મલ યુદ્ધનું પ્રતિ વર્ષ આયોજન થતું હતું અને દેશ – વિદેશના ખેલાડીઓ અનેક રમતો રમી ચૂક્યા છે.



