વીતેલા યુગની એકટ્રેસે મધુર યાદો તાજી કરી
ખાસ-ખબર સંવાદદાતા
વીતેલા જમાનાની હિન્દી ફિલ્મોની અભિનેત્રી સાયરાબાનુએ પોતાના સ્વર્ગીય પતિ અને લિજેન્ડરી સ્ટાર દિલીપકુમારે કરેલા પ્રપોઝલની યાદ તાજી કરી હતી.
- Advertisement -
ઇન્સ્ટાગ્રામમાં સાયરાબાનુએ દિલીપકુમારના વરસાદ સાથેના પ્રેમને યાદ કરીને અને દિલીપકુમારે કેવી રીતે પ્રપોઝ કર્યુ હતું તેના સ્મરણો તાજા કરીને લખ્યું હતું. છતાં વર્ષો પહેલા અમે જુહુ બીચ પર અમે એ અદભુત અને શાંત રાત્રીએ ચાલતા હતા.
ત્યાં અચાનક વરસાદ વરસવો શરૂૂ થઇ ગયો હતો અને હું પલળુ નહીં તે માટે તેમણે અચાનક તેમનું જેકેટ કાઢીને મારા ખભા આસપાસ રાખી દીધુ હતું તે એક જાદુઇ રાત્રી હતી અમે જયારે કારમાં બેઠા ત્યારે જ તેમણે મને પૂછી લીધું તું મારી સાથે લગ્ન કરશે ? સાયરાબાનુની આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ થઇ હતી.