શહેરમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા આયોજકો દ્વારા તૈયારીઓ પૂર્ણ
માતાજી મંદિરોમાં નવ દિવસ માઇ ભક્તો દ્વારા માતાજીની આરાધના
નવરાત્રી પ્રારંભ પૂર્વે બજારોમાં ખરીદી માટે ગ્રાહકોની ભારે ભીડ જામી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
સમગ્ર ગુજરાતમાં આવતીકાલથી નવરાત્રી મહોત્સવની ઉજવણી શરુ થવા જઈ રહી છે જેના ભાગરૂપે યુવાધનમાં અનેરો ઉત્સાહ સાથે થનગનાટ જોવા મળી રહ્યો છે.અવનવા સ્ટેપ સાથે યુવક – યુવતીઓ ગરબા મહોત્સવમાં ગરબે ઘુમવા સજ્જ બન્યા છે.ત્યારે શહેરમાં પ્રાચીન અને આર્વાચીન ગરબાના આયોજકો દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.તેમજ નવરાત્રીના અંતિમ દિવસે શહેરની મુખ્ય બજારોમાં માતજીના ગરબા, ચૂંદડી, પ્રસાદ સાથે ફુલહાર અને માતાજીના શણગારની ખરીદી કરવા ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. જૂનાગઢ શહેરમાં શેરી ગરબા સાથે સોસાયટી તેમજ એપાર્ટમેન્ટના રહીશો દ્વારા ગરબા આયોજનો થઇ રહ્યા છે તેની સાથે વિવિધ સમાજના આગેવાનો દ્વારા પણ શહેરમાં અનેક પાર્ટી પ્લોટ સાથે જ્ઞાતિ સમાજની જગ્યાઓમાં ગરબા મહોત્સવ સાથે ભવ્ય ઉજવણી થવાની છે.અને નવ દિવસ સુધી વિવિધ ઇનામો સાથે યુવાધન ગરબે ઘુમવા હિલોળે ચડતા જોવા મળશે.અવનવા સ્ટેપ સાથે અવનવા ટ્રેડિશનલ ડ્રેસ સાથે યુવક – યુવતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સતત એક મહિનાથી દાંડિયા કોચીંગ કલાસીઝમાં ગરબા શીખીને હવે નવરાત્રીના નવ દિવસ માતાજીની આરાધના સાથે ગરબે રમવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. શારદીય આસો નવરાત્રી પર્વે ગિરનાર અંબાજી મંદિર તેમજ શહેરના મુખ્ય મંદિરોમાં ગાયત્રી મંદિર, વાઘેશ્વરી માતાજી મંદિર સહીતના મંદિરોમાં નવ દિવસ સુધી માઇ ભક્તો દ્વારા અનેરું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં માતાજીના અનુંષ્ઠન સાથે બેઠા ગરબા તેમજ માતાજીનું ઘટસ્થાપન અને મહાઆરતી સાથે માતાજીને વિશેષ શૃંગાર સાથે માઇ ભક્તો દ્વારા માતાજીની ભક્તિ સાથે આરાધના કરશે અને ધન્યતા પ્રાપ્ત કરશે તેમજ આઠમના દિવસે હવનના આયોજન સાથે બીડું હોમવામાં આવશે આમ ધાર્મિક મંદિરોમાં સંચાલકો દ્વારા તૈયારીઓ પૂર્ણ કરીને આવતીકાલ પ્રથમ નોરતાથી નવરાત્રીની ધામધૂમ પૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
આજે જૂનાગઢ પોલીસ પરિવાર દ્વારા રક્ષક નવરાત્રી રાસ ગરબાનું આયોજન
માતાજીની ભક્તિ સાથે શક્તિ પૂજા અને આરાધનાના પર્વ એટલે આસો નવરાત્રીના દિવસોને હવે ગણતરીની કલાકો બાકી છે એવા સમયે આજે જૂનાગઢ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા રક્ષક નવરાત્રી રાસ ગરબા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રાત્રીના 8 વાગ્યાથી ઝાંઝરડા ચોકડી નજીક આવેલ નીલકંઠ ફાર્મ ખાતે રાખવામાં આવેલ છે જેમાં પોલીસ પરિવાર સહિતના લોકો ગરબે ઘુમીને માતાજીની આરાધના કરશે.