ભવિષ્યમાં થનાર બાળકને થેલેસેમમિયા ન થાય જેના લીઘે પરિવાર પર પડતી પારાવાર આર્થીક, માનસીક અને શારીરિક પીડાથી ચોક્કસ બચી શકાય છે. કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી બહેનો આ બાબતથી વાકેફ થાય અને રાષ્ટ્રનિર્માણમાં સહભાગી થાય તેવા હેતુથી ડો.સુભાષ મહિલા આર્ટ્સ,કોમર્સ એન્ડ હોમસાયન્સ કોલેજમાં થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનુ આયોજન તા. 01-08-2024ને ગુરૂવારે કરવામાં આવ્યું હતું. જેમા એન.એસ.એસ. પ્રો.ઓફિસર ડો.બિપિન પટેલ અને ડો.કોકિલાબેન પરમાર દ્વારા માર્ગદર્શન આપવામા આવ્યું હતું. જેને થેલેસેમીયા માઈનર હોય તેમને આવનાર જીવનસાથીનો ટેસ્ટ કરાની નોર્મલ હોય તેમની સાથે જ લગ્નગ્રંથીથી જોડાવુ જોઈએ. જો માઈનર હોય તો બાળક થેલેસેમીયાગ્રસ્થ આવી શકે છે.
જો ટેસ્ટ કરાવેલ હશે તો થેલેસેમીયાગ્રસ્થ બાળક આવતું અટકાવી શકાય છે.આમ તો આ ટેસ્ટ ખાનગી લેબમા કરાવીએ તો 500 રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે.પણ શિવમ લેબોરેટરીના પ્રજ્ઞેશભાઈ મહેતા અને એની ટીમ દ્વારા રાહત દરે થેલેસેમીયા ટેસ્ટ અને માર્ગદર્શન આપવામા આવ્યું હતું.. જેમાં કોલેજના 350 જેટલા વિધાર્થી બહેનોએ ઉત્સાહભેર ટેસ્ટ કરાવી ભાગ લીઘો હતો. આ પ્રસંગે સંસ્થાના આચાર્ય બલરામ ચાવડાએ જણાવ્યું હતું કે થેલેસેમિયાનું દર 100 લોકોમાં સ્ક્રીનીંગ કરવામાં આવે ત્યારે ઓછામાં ઓછા ત્રણથી ચાર લોકોને લક્ષણ જોવા મળી શકે છે. તેથી તપાસ કરાવવી મહત્વપૂર્ણ છે. ગ્રામીણ વિસ્તારોમાં સગર્ભા સ્ત્રીઓનું ટેસ્ટિગ કરાવવું જરૂરી છે અને કોલેજના વિદ્યાર્થીઓ અને કોર્પોરેટ્સની તપાસ પણ મહત્વપૂર્ણ છે. નિવારણ વ્યૂહરચનાઓ વિશે જાગૃતિ ફેલાવવી અત્યંત મહત્વપૂર્ણ છે. એક જ થેલેસેમિક બાળકના જન્મને રોકવા માટે સમાજમાં થેલેસેમિયા પરીક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે થેલેસેમિયા ટેસ્ટ કેમ્પને સફળ બનવવામાં પ્રો.વી.ડી.ગોજીયા, ચેતના બેન ચુડાસમા, રિદ્ધિ ડોડીયા ,દિવ્યેશ ઢોલા,નયનાબેન ગજ્જર.મહેશ કિકાણી ઉપસ્થિત રહ્યાં હતા.આ કેમ્પના આયોજન બદલ સંસ્થા પ્રમુખશ્રી જવાહરભાઈ ચાવડાએ સહુને અભિનદન આપ્યા હતા.