ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ વચ્ચે ટેસ્લા આવતીકાલે ભારતમાં પોતાનો પ્રથમ શોરૂમ મુંબઇમાં ખુલ્લો મુકશે
ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ
- Advertisement -
વિશ્ર્વના અબજોપતિ બિઝનેસમેન ઈલોન મસ્ક અંતે ભારતમાં પોતાની ઈવી કાર લાવવાનું સપનું પૂરુ કરવા જઈ રહ્યા છે. આવતીકાલે 15 જુલાઈના રોજ ટોચની ઈવી કાર મેકર ટેસ્લા પોતાનો પ્રથમ શોરૂમ લોન્ચ કરશે. મુંબઈના બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ટેસ્લા પોતાનો એક્સપિરિયન્સ સેન્ટર તરીકે ઓળખાતો પ્રથમ શોરૂમનું ઉદ્ધાટન કરશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ વચ્ચે ટેસ્લાની ભારતમાં એન્ટ્રીથી ટ્રમ્પ અને મસ્ક વચ્ચે વિવાદ વધારી શકે છે.
ઈવી પોલિસી મુદ્દે અનેક પડકારો બાદ અંતે ભારતમાં ટેસ્લાની એન્ટ્રી થવા જઈ રહી છે, શોરૂમના ઉદ્ધાટનમાં ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક આવવાના છે કે નહીં તેની હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી. ટેસ્લા કે ઈલોન મસ્કે પોતે આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. જો કે, મીડિયામાં અટકળો વહેતી થઈ છે કે, ઈલોન મસ્ક આવતીકાલે ભારતમાં પ્રવેશની સૌથી મોટી સફળતાના અવસર પર હાજર રહેશે. આ સાથે ટેસ્લા પોતાનું એસયુવી મોડલ ઢ છઠઉ વેરિયન્ટ લોન્ચ કરશે. જેની શાંઘાઈ ફેક્ટરીમાંથી આયાત થશે. ટેસ્લાની વાર્તા બે એન્જિનિયરો, માર્ટિન એબરહાર્ડ અને માર્ક ટાર્પેનિંગથી શરૂ થાય છે. તેમણે 2003માં ટેસ્લા મોટર્સની સ્થાપના કરી. બાદમાં ઇયાન રાઈટ અને જેબી સ્ટ્રોબેલ પણ શરૂઆતની ટીમમાં જોડાયા.
એબરહાર્ડ અને ટાર્પેનિંગ 1980ના દાયકામાં મળ્યા હતા. તેઓ અગાઉ નુવોમીડિયા નામની કંપનીમાં સાથે કામ કરતા હતા. અહીં તેમણે રોકેટ ઈ-બુક રીડર બનાવ્યું.
માર્ટિનને સ્પોર્ટ્સ કાર ખૂબ ગમતી હતી અને તેઓ એવી કાર ઇચ્છતા હતા, જે ઝડપી હોય અને પર્યાવરણને નુકસાન ન પહોંચાડે. એ સમયે મધ્યપૂર્વમાં યુદ્ધ ચાલી રહ્યું હતું. ગ્લોબલ વોર્મિંગની ચિંતા વધી રહી હતી. માર્ટિનને લાગ્યું કે પેટ્રોલ વાહનો ખરીદવાં યોગ્ય નથી. અહીંથી ટેસ્લાનો વિચાર આવ્યો. માર્ટિન અને માર્કે જોયું કે ઈ-બુક રીડરમાં ઉપયોગમાં લેવાતી લિથિયમ-આયન બેટરી કાર માટે પણ ક્રાંતિકારી બની શકે છે. તેમણે એસી પ્રોપલ્શન નામની એક નાની કંપની સાથે મળીને એક પ્રોટોટાઇપ બનાવ્યો, જે પાછળથી ટેસ્લા રોડસ્ટરનો આધાર બન્યો.
- Advertisement -
જોકે કાર બનાવવી સરળ નહોતી. તેમને ઓટોમોટિવ ઉદ્યોગમાં કોઈ અનુભવ નહોતો અને સપ્લાયર્સ તેમની સાથે કામ કરવાનું જોખમ માનતા હતા. તેમ છતાં તેમણે લોટસ જેવી કંપનીઓ સાથે ભાગીદારી કરી અને 1 જુલાઈ, 2003ના રોજ સત્તાવાર રીતે ટેસ્લા મોટર્સ લોન્ચ કરી.
બીજો શોરૂમ પણ શરૂ કરવાની તૈયારીમાં
અમેરિકાની ઈવી મેન્યુફેક્ચરર ટેસ્લા મુંબઈના બાન્દ્રામાં પોતાનો પ્રથમ એક્સપિરિયન્સ સેન્ટર શોરૂમ શરૂ કર્યા બાદ દિલ્હીમાં એરોસિટી ખાતે બીજો શોરૂમ ખોલવાની તૈયારી કરી રહી છે. જુલાઈના અંત સુધીમાં દિલ્હીમાં પણ શોરૂમ શરૂ થવાની શક્યતા છે. ભારતમાં ટેસ્લા પોતાના એસયુવી મોડલ ઢ સાથે પ્રવેશ કરશે. તેનું ફેસલિફ્ટ વર્ઝન ભારતમાં મળવાનું શરૂ થશે. આ મોડલનું મુંબઈ અને પુણેમાં અનેકવખત ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું.
ટેસ્લા ઢ મોડલની કિંમત
ટેસ્લાનું ઢ મોડલ 15.4 ઈંચ ઈન્ફોટેનમેન્ટ સ્ક્રિન સાથે સજ્જ છે. જેમાં ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, પેનોરેમિક મુન રૂફ, એલઈડી હેડલેમ્પ્સ, ટેઈલ લેમ્પ્સ, અને અન્ય ઘણા વિશિષ્ઠ ફીચર્સ ઉપલબ્ધ છે. જેની ભારતમાં અંદાજે કિંમત રૂ. 65થી 75 લાખ આસપાસ (એક્સ શોરૂમ) રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.