જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ‘ભાગ નહીં તો તારા બે કટકા કરી નાખીશું’ કહી ધમકી આપી
20 શખ્સો સામે રાયોટિંગ, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ નોંધાયો ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના નવા થોરાળાના વણકરવાસમાં રહેતા અને ડ્રાયવિંગ કરતા ચંદ્રકાંતભાઈ ઉર્ફે સંજય દલાભાઈ ખીમસુરીયા ઉ.35એ સાબિર ઉફે બોદું ઓડિયા, હિરેન કેશુભાઈ રાણપરીયા, અશરફ ઓડિયા, અબીદ ગનીભાઇ ઓડિયા, અરબાઝ રફીકભાઇ રાઉમાં, અબ્દુલ અનવરભાઈ દલ, અલી રજાકભાઈ શેખ, ગુલામ રજાકભાઈ શેખ, શાહિદ અશરફ ઓડિયા, અશરફની દીકરી અને આઠથી દસ અજાણ્યા શખ્સો સામે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા કુટુંબિક ફઈનો દીકરો છે રોહિત ઉર્ફે બાઠી મનજીભાઈ રાઠોડ અમારી જ શેરીમાં રહે છે ગત સાંજે હું સોરઠીયાવાડી સર્કલ પાસે હતો ત્યારે મને રોહિતનો ફોન આવેલ કે વીસથી પચ્ચિસ લોકો મારા પર હુમલો કરવા આવ્યા છે તું જલ્દી ઘરે આવ એમ વાત કરતા હું નવા થોરાળા ગોકુળપરા પાસે પહોંચ્યો ત્યારે મેં જોયું કે બોટલ અને પથ્થરના ઘા થતા હતા ઉપરોક્ત દર્શાવેલા તમામ લોકો છરી-તલવારો હાથમાં લઇ પથ્થરો અને બોટલોનો હુમલો કરતા હતા રોહિત ઉપર સબીર ઉર્ફે બોદુ ઓડીય સહીત તમામ શખ્સોએ હુમલો કરી દીધો હતો હું ત્યાં ઉભો હતો ત્યારે ઉપરોક્ત ટોળકીએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ભાગ નહીં તો તારા બે કટકા કરી નાખીશું તેમ કહી મને ધમકી આપી હતી મને બીક લાગતા હું થોડે દૂર ભાગી ગયેલ અને ત્યારે લક્ષ્મીબેન પરમાર તથા શાંતુબેન મકવાણા તથા શ્રધ્ધાબેન મકવાણા તથા અન્ય શેરીના લોકો પણ હાજર હતા ત્યારે પોલીસની ગાડી આવી જતા મારામારી કરનાર ઇસમો ભાગી ગયા હતા અને રોહિત ઉર્ફે બાઠીને ઇજા થઇ હોય જેથી 108માં સારવાર માટે પહેલા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર કરાવી રોહિતની સ્થિતિ વધુ ગંભીર હોય તેવું ડોક્ટરે જણાવતા વધુ સારવાર માટે કુવાડવા રોડ પર ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા બનાવ અંગે પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ આવી ત્યાં સુધી કર્યો પથ્થરમારો
ગત સાંજે બનેલી ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે ઉપરોક્ત ટોળકીએ પોલીસ પહોંચી ત્યાં સુધી પથ્થરમારો કર્યો હતો પોલીસની હાજરીમાં પણ હુમલો કરી નાસી છૂટ્યા હતા પોલીસ પહોંચી પણ તેની હાજરીમાં જ ભાગતા એકપણ આરોપીઓને પોલીસ પકડી શકી ન હતી.



