ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ, તા.27
ગુજરાત સરકારના કોમ્યુનીટી આઉટરીય પ્રોગ્રામ અંતર્ગત પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના”તેરા તુજકો અર્પણ” ઝુંબેશ હેઠળ આજરોજ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ હતું. જેમાં બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એમ.જાડેજા નાઓની ઉપસ્થિતીમાં બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રજાની બહોળી સંખ્યાની હાજરીમાં યોજવામાં આવેલ.જેમાં છેલ્લા ત્રણ મહિનામાં અત્રે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ/ચોરાયેલ મોબાઈલ ફોનની ફરિયાદ/અરજી મળતી હોય છે જે ફરિયાદ/અરજી ઉપરથી CEIR પોર્ટલ તથા હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરી CEIR પોર્ટલમાં સતત મોનિટરીંગ કરી આવા ગુમ/ચોરાયેલ મોબાઈલ ફોનને શોધી કાઢવામાં આવેલ છે. જેમાં CEIR પોર્ટલનો ઉપયોગ કરી કુલ-પર મોબાઈલ ફોન જેની કુલ કિ.રૂ.7,97,500/-ના CEIR પોર્ટલ દ્વારા શોધી રીકવર કરવામાં આવેલ અને મોબાઈલના માલિકોને પરત કરી આપવામાં આવેલ છે.
તેમજ છેલ્લા બે મહિના દરમ્યાન સાયબર ફ્રોડ થયેલ હોય તેવી અલગ-અલગ અરજીમાં ફ્રીઝ રહેલ અરજદારની સાયબર ફ્રોડમાં ગયેલ રકમમાંથી કુલ 08 અરજીના અરજદારને કોર્ટ મારફતે રીફન્ડ પ્રોસેસ કરાવી કુલ રકમ રૂ.2,20,460/- અરજદારને તેઓના નાણા પરત અપાવેલ છે