ગરમીને લઈ હવામાન વિભાગે વધુ એક વાર આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 48 કલાક કચ્છ અને સૌરાષ્ટ્રમાં હિટવેવ રહેશે. સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છમાં હિટવેવ રહેશે. ભૂજ અને રાજકોટનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે.
રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગે વધુ એક વાર આગાહી કરી છે, તેમણે કહ્યું છે કે, આગામી 48 કલાક તાપમાન યથાવત રહેશે તેમજ રાજ્યમાં પૂર્વ-દક્ષિણના પવનો ફૂકાય છે. તેમણે તાપમાનને લઈ કહ્યું છે કે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં મહત્તમ તાપમાન 37થી39 ડિગ્રીની આસપાસ રહેવાનો અનુમાન કર્યો છે.
- Advertisement -
હિટવેવની આગાહી
હવામાન વિભાગે હિટવેવની આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 48 કલાક કચ્છ અને સૌરાષ્ટ્રમાં હિટવેવ રહેશે. સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છમાં હિટવેવ રહેશે તેમજ મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો 40 ડિગ્રીના આસપાસ રહેવાની આગાહી કરી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. ભૂજ અને રાજકોટનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેવાનું અનુમાન કર્યું છે. તેમજ આગામી 48 કલાક પછી તાપમાન ઘટશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.
ગરમીએ પારો ચડાવ્યો
ચાલુ ફેબ્રુઆરી માસની વાત કરીએ તો 16 ફેબ્રુઆરી છેલ્લા 12 વર્ષમાં સૌથી વધુ ગરમ દિવસ રહ્યો છે. આ વખતે ગરમીએ મહત્તમ તાપમાનનો રેકોર્ડ તોડ્યો છે. રાજ્યના અમુક વિસ્તારમાં બે ઋતુનો પણ અહેસાસ થઈ રહ્યો છે. જો કે, હજુ સુધી વિધિવત રીતે ઉનાળો બેસ્યો નથી છતાં શિયાળામાં પણ લોકોને ગરમીએ પારો ચડાવ્યો છે. બપોરમાં રસ્તાઓ ઉનાળાની જેમ જ સુમસામ જોવા મળી રહ્યાં છે. જે બેવડી ઋતુને લઈ રોગચાળાની ભીતિ લોકો સેવી રહ્યાં છે.
રેકોર્ડબ્રેક તાપમાન
અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીએ પોતાની બરાબરની મોસમ પકડી લીધી હોય તેવું જણાઈ રહ્યું છે. અમદાવાદ શહેરમાં ફેબ્રુઆરી માસની ગરમીએ 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. વર્ષ 2011થી લઈ 2022 સુધીમાં એકય વખત ફબ્રુઆરીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીએ પહોંચ્યુ ન હતું, વર્ષ 2015માં 37.8 ડિગ્રી પહોંચ્યું હતું, જો કે આ વખતે ફેબ્રુઆરીમાં 38 ડિગ્રી તાપમાન પહોંચતા હવામાન નિષ્ણાતો પણ વધુ ગરમી પડવાની આગાહી કરી રહ્યાં છે.
- Advertisement -