જીતને ટીમ ઈન્ડિયા ખેલાડીએ કઇંક અલગ અને શાનદાર અંદાજમાં મનાવી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ એ ‘કાલા ચશ્મા’ પર જોરદાર ઠુમકા લગાવીને તેની જીતનો જશ્ન મનાવ્યો હતો.
ભારતે ઝિમ્બાબ્વેને ત્રીજી વન ડે મેચ 13 રનથી હરાવી દીધી છે. આ જીત સાથે જ તેણે ત્રણ મેચોની વન ડે સીરીઝમાં ઝિમ્બાબ્વેનો સફાયો કરી નાખ્યો છે. ઝિમ્બાબ્વેને જીત માટે 290 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પણ તે 276 રન પર સમેટાઈ ગઈ હતી.આ જીતને ટીમ ઈન્ડિયા ખેલાડીએ કઇંક અલગ અને શાનદાર અંદાજમાં મનાવી હતી. ટીમ ઈન્ડિયાના પ્લેયરે ફિલ્મી ગીત કાલા ચશ્મા પર જોરદાર ઠુમકા લગાવીને તેની જીતનો જશ્ન મનાવ્યો હતો. હાલ આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે.
- Advertisement -
ધવન-રાહુલે કેમેરાનું શટર હટાવ્યું
વીડિયોમાં જોઈ શકાય છે કે કેમેરા ઓન થતાની સાથે જ કેપ્ટન કેએલ રાહુલ અને ધવન કેમેરા પરથી પોતાના હાથનું શટર હટાવે છે અને એ સાથે જ પાછળનું દ્રશ્ય દેખાય છે. બેકગ્રાઉન્ડમાં કાલા ચશ્મા ગીત વાગતું સંભળાય છે. આ પછી ટીમ ઇન્ડિયાનો દરેક ખેલાડીઓ ગીત પર ડાન્સ કરવા લાગે છે. આ દરમિયાન ઈશાન કિશને જબરદસ્ત ડાન્સ સ્ટેપ્સ બતાવ્યા હતા.
ગીતના અંતમાં શુભમન ગિલ પણ શાનદાર સ્ટેપ્સ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન ધવને પણ જોરદાર ડાન્સ કર્યો હતો. આ સેલિબ્રેશનમાં અવેશ ખાન, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, ઋતુરાજ ગાયકવાડની સાથે અન્ય ખેલાડીઓ પણ જોવા મળે છે.
That's that from the final ODI.
- Advertisement -
A close game, but it was #TeamIndia who win by 13 runs and take the series 3-0 #ZIMvIND pic.twitter.com/3VavgKJNsS
— BCCI (@BCCI) August 22, 2022
બ્રાયન લારાએ પણ કરી હતી કોમેન્ટ
વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી બ્રાયન લારાએ પણ આ વીડિયો પર કોમેન્ટ કરી હતી. એમને લખ્યું હતું કે, મને યાદ છે કે થોડા દિવસો પહેલા એક આવી જ ટીમ ગ્રુપે આખી રાત ડાન્સ કર્યો હતો. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને તેના ઘરે ODI અને T20 શ્રેણીમાં હરાવ્યું હતું. ત્યારે પણ ટીમ ઈન્ડિયાએ આ જ રીતે જીતની ઉજવણી કરી હતી.
મેચમાં કરી બતાવ્યો કમાલ
ઝિમ્બાબ્વેને ત્રીજી વનડે મેચમાં ભારતે 13 રનેથી હરાવ્યું છે. આ જીત સાથે જ ભારતીય ટીમે સિરીઝ પણ 3-0થી પોતાના નામે કરી દીધી છે. ઝિમ્બાબ્વે તરફથી સિકંદર રઝાએ 115 રન બનાવીને મેચને ભારતના કબ્જામાં છીનવી લેવાની ભરપૂર કોશિશ કરી હતી. ભારત તરફથી આવેશ ખાને સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી. તો વળી દીપક ચાહર, કુલદીપ યાદવ અને અક્ષર પટેલે બે-બે વિકેટો લીધી હતી. ઝિમ્બાબ્વેને ત્રીજી વનડે મેચમાં ભારતે 13 રનેથી હરાવ્યું છે. આ જીત સાથે જ ભારતીય ટીમે સિરીઝ પણ 3-0થી પોતાના નામે કરી દીધી હતી.
View this post on Instagram