ખાસ-ખબર સંવાદદાતા
સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પ્રવૃત્તિ શિક્ષણ મળી રહે, વિદ્યાર્થીઓ પોતાની જાતે મોડેલ બનાવે, પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરેલ તેમજ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે કે બાળક સાંભળેલું ભૂલી જાય છે, જોયેલું થોડું થોડું યાદ રહે છે પણ જાતે કરેલું સમજાઈ જાય છે એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી મોરબી તાલુકાની માધાપરવાડી કુમાર અને ક્ધયા શાળા, કપોરીવાડી, વજેપરવાડી, લખધીરનગર, ઘુનડા (સ.), નાની વાવડી ક્ધયા શાળા, ભરતનગર, ગોરખીજડિયા, લીલાપર વગેરે શાળાઓના બબે શિક્ષકોને ગુજરાત ગેસ કંપની પરસ્કૃત ઝીલ એજ્યુકેશન દ્વારા ટર્નીગ પોઈન્ટ ટ્રેનિંગ પાંચ દિવસ સુધી આપવામાંનું ચાલુ છે જેમાં અભ્યાસક્રમમાં આવતા વિવિધ પ્રયોગો મોડેલ શિક્ષકોને બનાવતા શીખવવામાં આવે છે.અને સમજાવવામાં આવે છે.
- Advertisement -
શિક્ષકો આ તાલીમ વર્ગખંડમાં પોતાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી વિદ્યાર્થીઓ પણ આ મોડેલ બનાવે, વિદ્યાર્થીઓ વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરે એ નવી શિક્ષણનીતિની અને સાંપ્રત સમયની જરૂરિયાત અને માંગ છે ત્યારે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક ડો. સીતારામ અને સંધ્યાબેન બંને તજજ્ઞો 20 શિક્ષકોને જુદા જુદા 60 મોડેલ બનાવતા શીખવે છે અને આ મોડેલ્સ બનાવવા માટેનું મટીરીયલ સાધન-સામગ્રીના પાંચ બોક્સ શાળા દીઠ અર્પણ કરવામાં આવશે. ટ્રેનિંગ વર્ગમાં હાજર રહેવા માટે મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચર દ્વારા ઝીલ એજ્યુકેશનને શાળા અને શિક્ષકોની યાદી આપી છે તેમજ પરિપત્ર દ્વારા શાળાને જાણ કરવામાં આવી છે.