ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત સરસ્વતી શિશુમંદિર ખાતે નર્મદા બાલ ઘર દ્વારાટીચર્સ ટ્રેનિંગ સેમિનાર યોજાયો હતો.શહેરના મારુતિનગરમાં આવેલા પ્રવીણકાકા મણીઆર કેમ્પસમાં શિશુમંદિરના આચાર્યોને થ્રિડીપ્રિન્ટર, વીઆરગ્લાસ, બેઝીક સાયન્સ, એઆઈ, કોમ્પ્યુટર કોડિંગ, ડિજિટલ ડ્રોઈંગ વિશેની પ્રત્યક્ષ માહિતી નર્મદા બાલ ઘર દ્વારા આપવામાં આવીહતી.
- Advertisement -
નર્મદા બાલ ઘર સંસ્થાનો મુખ્ય હેતુ બાળકો ટેકલોનોલોજીનું જ્ઞાન પ્રાપ્ત કરે અને પોતાની રીતે પગભર બને તેવો છે એવું નર્મદા બાલ ઘરના સ્થાપક-સંચાલક ભરતભાઈ મહેતાએ જણાવ્યું હતું. નર્મદા બાલ ઘરના ફાઉન્ડર ટ્રસ્ટી ભરતભાઈ મહેતા, સંચાલન ટ્રસ્ટી જયેશભાઈ ઓઝા, મેનેજર સાગરભાઈએ શાળાના આચાર્યોને ટીચર્સ ટ્રેનિંગ ઉપરાંત પ્રમાણપત્ર અને થ્રિડી પ્રિન્ટર, સાયન્સ કીટ, ડ્રોન વગેરેની ભેટ આપી હતી. શિશુમંદિરના ચેરમેન અપૂર્વભાઈ મણીઆર, મેનેજિંગ ટ્રસ્ટીડો. બળવંત જાની,ટ્રસ્ટી અનિલભાઈ કિંગર, ખંતીલભાઈ મહેતાએ નર્મદા બાલ ઘરની શૈક્ષણિક સેવા પ્રવૃત્તિને બિરદાવી હતી.