સરદારબાગથી કલેકટર કચેરી સુધી રેલી યોજી આવેદન પત્ર પાઠવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજયભરમાં ચાલી રહેલ શિક્ષકોના આંદોલનાત્મક કાર્યક્રમોના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાનાં શિક્ષકોએ પણ નવી પેન્શન યોજના બંધ કરી જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે રેલી યોજી હતી. જેમાં, બે હજાર આસ-પાસ શિક્ષકો જોડાયાં હતાં. આ રેલી સરદારબાગથી કલેકટર કચેરી સુધી યોજાઇ હતી. બાદ માંગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું હતું. નવી પેન્શન યોજના મુજબ શિક્ષકોને જુની પેન્શન યોજનામાં પાંચગણું વધારે પેન્શન મળતું હતું.
- Advertisement -
નવી પેન્શન યોજના મુજબ મોંઘવારીમાં એક વ્યકિતનો ખર્ચ પણ નીકળી શકે તેમ નથી. આમ ભારતના ભાવિનું નિર્માણ કરનાર શિક્ષકોએ નવી પેન્શન યોજનાને શિક્ષકોની મશ્કરી સમાન ગણાવી છે.