“ગુરુ વિના જ્ઞાન નહિ” આ કહેવત દરેક મહાન વ્યકતીત્વ લાગુ પડે છે ત્યારે ગુરુ પોતાના દરેક શિષ્યને કઈક વધુ શ્રેષ્ઠ બનાવવા માટે ઘણો પ્રયત્ન કરતા હોય છે તેવામાં આજે શિક્ષક દિન નિમિતે અનેક સ્કૂલોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધ્રાંગધ્રા શહેરની તપોવન સ્કૂલ ખાતે શિક્ષક દિન નિમિતે ઉચ્ચપ્રાથામિક, માધ્યમીક અને ઉચ્ચમાઘ્યમિકના 170થી વધુ વિદ્યાર્થીઓ પોતે શિક્ષક બન્યા હતા
અને પોતાની તપોવન સ્કૂલ ખાતે તમામ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યો હતો. શિક્ષક બનેલા વિદ્યાર્થીઓ દ્વારા દરરોજની માફક જુદા જુદા વિષય પર લેક્ચર લઇ બાળકોને અભ્યાસ અંગે વધુ રુચિ પડે તે પ્રકારે ગમ્મત સાથે જ્ઞાન પીરસ્યું હતું. શિક્ષક દિન નિમિતે સ્કૂલના સંચાલક વિપુલભાઈ દલસાણીયા અને પંકજભાઈ લોરિયા દ્વારા સફળ આયોજન કરાયું હતું.