વંથલી પાસે ખાનગી બસ-સ્કૂલ બસ અને કારનો અકસ્માત થયો’તો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ વંથલી પાસે ટ્રિપલ અકસ્માતમાં ખાનગી બસ અને આણંદ પંથકની સ્કૂલ બસ અને એક કારનો અકસ્માત સર્જાયો હતો જેમાં જૂનાગઢ થી પોરબંદર જેથી મીની બસ ડિવાઈડર કૂદી રોંગ સાઈડમાં જઈને સામેથી આવતી આણંદ જિલ્લાની એક સ્કૂલ બસ સાથે અથડાઈ હતી.
આ અકસ્માત મામલે બળેજ શાળાના શિક્ષક લક્ષમણભાઈ નાનાભાઈ બારીયાએ કાર ચાલક સામે વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં કાર ચાલકે મીની બસને રોંગ સાઈડ માંથી ઓવરટેક કરતી વખતે બસને ઠોકર મારી હતી તેમજ એક બાઈકને હડફેટે લીધું હતું કારની ઠોકરના કારણે મીની બસ ડિવાઈડર કૂદીને સ્કૂલ બસ સાથે અકસ્માત થયો હતો.પોલીસે આ અકસ્માત મામલે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.