-કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને ટી.બી.ફોરમની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં ટી.બી.ના દર્દીઓને અનુલક્ષીને થયેલી કામગીરીની આંકડાકીય માહિતી પાવર પોઈન્ટના માધ્યમથી જિલ્લા ક્ષય નિવારણ અધિકારી ડો. ઘનશ્યામ મહેતા દ્વારા રજુ કરાઈ હતી. ટી.બી.ની વિવિધ દવાઓ, તેની ઉપલબ્ધતા, દવાઓની નિયમિત આવક, ટી.બી.ના ટેસ્ટ માટેની કીટ, ન્યુટ્રિશિયન કીટ સહિતની સુવિધા, ટી.બી.ના દર્દીઓને દર માસે અપાતી રુ.500ની સહાય, દર્દીઓને ઘેર થતા દવાના વિતરણ ઉપરાંત રાજકોટ જિલ્લામાં જિલ્લા ક્ષય કેન્દ્ર, પ્રધાનમંત્રી ટી.બી. મુકત ભારત અભિયાન, ટી.બી. મુકત ગ્રામ પંચાયત વગેરે હેઠળ થયેલી કામગીરીની સમીક્ષા કલેકટરએ કરી હતી.
- Advertisement -
એકસ્ટ્રા પલમોનરી ( ફેફસા સિવાયના અંગોમાં થતા ટી.બી.) ના દર્દીઓ માટે ખાસ જન જાગૃતિ કેમ્પનું આયોજન અને આંખો ઉપર થતાં ટી.બી. માટે ઓપ્થોલોજીસ્ટ, મગજમાં થતાં ટી.બી. માટે ન્યુરોલોજીસ્ટ, લિવર, આગંળી સહિતના અંગોમાં થતાં ટી.બી. માટે સંલગ્ન નિષ્ણાતોના સેમિનાર યોજવાની સુચના કલેકટરએ આપી હતી. તથા આધુનિક સારવાર પધ્ધતિથી ટી.બી.ની સારવાર કરવા અને આ માટે જરૂરી તમામ સુવિધાઓ હોસ્પિટલ, સી.એચ.સી.-પી.એચ.સી.માં અનિવાર્ય રીત ઉપલબ્ધ રાખવાની સુચના આપી હતી. કલેકટરએ ટી.બી.ના પોઝિટિવ દર્દીઓની જાણકારી પણ મેળવી હતી. ટી.બી. નાબૂદી માટે વધુને વધુ ટેસ્ટીંગ કરવાની સુચના પણ કલેકટરએ આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, સી.ડી.એચ.ઓ. ડો. નિલેશ.એમ. રાઠોડ, એ.ડી.એચ.ઓ. ડો. પી.કે સિંધ, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર સાવિત્રી નાથજી, ડી.પી.ઓ. ડો. ઝલક માતેરિયા, તાલુકાના હેલ્થ ઓફિસરઓ, ડો. લકકડ, ડો.વાછાણી, મહેશ રાજ, મેડિકલ ઓફિસરો, ટી.બી. ફોરમના અધિકારી સભ્યોઓ ઉપસ્થિત રહયા હતા..
- Advertisement -
પી.ડી.યુ. હોસ્પિટલના ડૉ. બીના મોદીએ જન્મદિવસની ઉજવણીરૂપે ટી.બી.ના દર્દીઓને પોષણ આહાર કીટનું વિતરણ કર્યુ
પ્રધાનમંત્રીના ટી.બી. મુક્ત ભારત અભિયાનને સાકાર કરવાના હેતુથી, જુદા- જુદા દાતાઓના સહયોગથી, અવારનવાર ટી.બી.ના જરૂરીયાતમંદ દર્દીઓને પોષણ આહાર કીટનું વિતરણ સામજિક દાયિત્વના ભાગરૂપે કરવામાં આવે છે. ત્યારે ટી.બી.ના તબીબે પોતાનો જન્મ દિન ટી.બી.ના દર્દીઓ સાથે પસાર કરીને સમાજમાં એક પ્રેરણારૂપ સંદેશ આપ્યો છે.
રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ટી.બી.એન્ડ ચેસ્ટ ડિપાર્ટમેન્ટના હેડ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. બીના મોદીએ આજે પોતાના જન્મદિવસ નિમિતે 11 એમ.ડી.આર. ટી.બી.ના જરૂરીયાતમંદ દર્દીઓને પોષણ આહાર કીટનું વિતરણ કર્યુ હતું. આમ, ડૉ. બીના મોદીએ ટી.બી.ના દર્દીઓની સાથે પોતાનો જન્મ દિવસ સેલિબ્રેટ કર્યો હતો.