આવતીકાલે રજૂ થનારા બજેટ 2026માં જનતાને પાંચ મોટી ભેટ મળે તેવી શક્યતા
આયુષ્માનનો લાભ 60 વર્ષ સુધીના વૃદ્ધ લઈ શકશે: ઙખ-કિસાન અને સોલાર સબસિડીની રકમમાં વધારો થઇ શકે તેવી સંભાવના
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આ વર્ષના સામાન્ય બજેટમાં સરકાર દ્વારા પાંચ મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે. જેમાં 13 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ-ફ્રી થઈ શકે છે. પીએમ-કિસાન યોજનાની રકમ રૂ.3000 વધારીને વાર્ષિક રૂ.6000થી રૂ.9000 સુધી કરવામાં આવી શકે છે. 300થી વધુ નવી અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનોની જાહેરાત થઈ શકે છે. 2 કિલોવોટ (ઊંઠ) સુધીની સોલર સિસ્ટમ પર સબસિડી 30 હજાર પ્રતિ કિલોવોટથી વધારીને 40 હજાર કરવાની જાહેરાત થઈ શકે છે. અને સરકાર આયુષ્માન ભારત (ઙખ-ઉંઅઢ) યોજનાનો વ્યાપ વધારી શકે છે. વર્તમાનમાં 70 વર્ષથી ઉપરના વૃદ્ધોને આ યોજનાનો ફાયદો મળી રહ્યો છે, જેને ઘટાડીને 60 વર્ષ કરી શકાય છે.
ઇન્કમટેક્સ: 13 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી
- Advertisement -
ઇન્કમટેક્સની નવા સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂ.75 હજારથી વધારીને રૂ.1 લાખ કરવામાં આવી શકે છે. આનાથી સેલરી મેળવતા લોકોની રૂ.13 લાખની આવક ટેક્સ-ફ્રી થઈ જશે. અત્યારે 12.75 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી છે. ઉદ્યોગ સંગઠન કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, એટલે કે ઈઈંઈંએ સરકારને સૂચન આપ્યું છે કે વપરાશ વધારવા માટે લોકોના હાથમાં વધુ પૈસા છોડવા જરૂરી છે. ટેક્સમાં છૂટ વધવાથી લોકોની ખરીદ શક્તિ વધશે. એવું માનવામાં આવે છે કે સરકાર જૂની ટેક્સ રેજિમને નવી ટેક્સ રેજિમથી બદલવા માગે છે. આ માટે નવી ટેક્સ રેજિમને ફાયદાકારક બનાવી રાખવી જરૂરી છે. આ હેતુથી નવી રેજિમમાં સેલેરી મેળવનારાઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં 25 હજારનો વધારો કરી શકે છે. જેથી મિડલ ક્લાસના હાથમાં આવનારા પૈસા વધશે. મહિનામાં થોડા હજાર રૂપિયાની બચત થઈ શકે છે.
રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર: 300+ નવી અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનો
સરકાર નવી ટ્રેનો ચલાવીને વેઇટિંગ લિસ્ટ ખતમ કરવાની સાથે પાટાઓનું આધુનિકીકરણ કરવા માગે છે. એવામાં 300થી વધુ નવી અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનોની જાહેરાત થઈ શકે છે. છેલ્લા સામાન્ય બજેટમાં પહેલીવાર રેલવેના વિકાસ માટે 2.65 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. આ અત્યારસુધીનું સૌથી મોટું રેલ ફંડ છે. આ વખતે પણ એમાં વધારો થવાની આશા છે. સરકાર 2030 સુધીમાં ટ્રેન રિઝર્વેશનમાં વેઇટિંગ લિસ્ટ ખતમ કરવા માગે છે. હાલમાં પીક સીઝનમાં ડિમાન્ડ અને સીટની ઉપલબ્ધતામાં લગભગ 20-25%નો તફાવત રહે છે. આ માટે ટ્રેનો વધારવાની સાથે ટ્રેક વિસ્તરણ પણ કરવું પડશે. ટ્રેનોમાં દરરોજ મુસાફરી કરનારા લગભગ 2 કરોડ લોકોને આનો સીધો ફાયદો થશે.
કિસાન સન્માન નિધિ: વાર્ષિક રકમમાં 50% વધારો થઈ શકે છે
પીએમ-કિસાન યોજનાની રકમ રૂ3000 વધારીને વાર્ષિક રૂ.6000થી રૂ.9000 કરવામાં આવી શકે છે. છેલ્લાં 3 વર્ષથી આ વધારવાની વાત ચાલી રહી છે. 2019માં યોજના શરૂ થયા પછી આ રકમમાં કોઈ ફેરફાર થયો નથી. ડિસેમ્બર 2024માં સંસદીય સ્થાયી સમિતિએ એને બમણી કરીને વાર્ષિક 12 હજાર રૂપિયા કરવાની ભલામણ કરી હતી. ઘણાં ખેડૂત સંગઠનોનું કહેવું છે કે 2019થી મળી રહેલા 6 હજાર રૂપિયાની અસલ કિંમત 4,800થી 5,000 રૂપિયા રહી ગઈ છે, તેથી એને વધારીને 8 હજારથી 12 હજાર રૂપિયાની વચ્ચે હોવી જોઈએ. નવેમ્બર 2025માં બિહાર સરકારે ખેડૂતોને 3 હજાર રૂપિયા એક્સ્ટ્રા આપવાની જાહેરાત કરી હતી. આનાથી ત્યાંના ખેડૂતોને કુલ 9 હજાર રૂપિયા મળશે. હાલમાં લગભગ 11 કરોડ ખેડૂતોને કિસાન સન્માન નિધિ મળી રહી છે. કેન્દ્ર સરકાર દર વર્ષે આના પર 60 હજારથી 65 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરે છે. તેને વધારીને વાર્ષિક 9 હજાર રૂપિયા કરવા પર આ ખર્ચ વધીને વાર્ષિક લગભગ 95 હજાર કરોડ થઈ જશે. દેશના લગભગ 11 કરોડ ખેડૂત પરિવારોને આનો સીધો ફાયદો મળશે. 3 હજાર રૂપિયાની એક્સ્ટ્રા રકમથી ખેડૂતો પોતાની ખેતીની નાની-મોટી જરૂરિયાતો પૂરી કરી શકશે.



