ચોટીલા પ્રાંત અધિકારી ચાર્જ છોડવાના પૂર્વ સંધ્યાએ તેલિયા રજાઓ ઝપટે ચડ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
- Advertisement -
સુરેન્દ્રનગરમાં ડમી તેલનો વ્યાપાર મોટા પાયે થતો હોવાની વારંવાર ફરિયાદો ઉઠાવ પામે છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાનું પુરવઠા શાખા તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં હોવાથી આ ડમી તેલનો વ્યાપાર કરતા તેલિયા રજાઓ ખૂબ જ ફાલ્યા ફૂલ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા અને જિલ્લા બહાર જે મોટાભાગનું ડમી વઢવાણ જી.આઇ.ડી. સીમા જ નિર્માણ થવા પામે છે અને બાદમાં મહેતા માર્કેટ થકી જિલ્લાના જુદા જુદા તાલુકામાં હોલસેલ ભાવે વેચાણ પણ થાય છે સામાન્ય રીતે આ ડમી તેલ એની તેલની માફક નજરે પડે છે પરંતુ આ બોગસ તેલથી લોકોના સ્વાસ્થ્યને ખૂબ જ નુકશાન થાય છે વધુ નફો કમાવવાની લાલચે વેપારીઓ પણ ગ્રાહકોને બોગસ તેલ ભટકાડે છે ત્યારે જિલ્લા પુરવઠા મુખ્ય અધિકારી દશ દિવસની રાજા પર હોવાથી અહીંનો ચાર્જ ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાને સોંપાયો હતો જે ચાર્જ સોમવારે પૂર્ણ થતો હોવાથી સોમવારની સંધ્યાએ ઈનચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા સુરેન્દ્રનગરની મહેતા માર્કેટ ખાતે તેલના વેપારીઓ પર તવાઈ બોલાવી હતી. જુદી જુદી સાતથી આઠ તેલના વેપાર કરતી દુકાનો પર દરોડા કરી 50થી વધુ તેલના ડબ્બા જપ્ત કરી નમૂના લેવાયા હતા આ સાથે તેલના વેપારીઓ દ્વારા રજિસ્ટર નહીં નિભાવતા હોવાનું અને ગ્રાહકોના ભાવ પાર્કનું ઉલંઘન કરતા હોવાનું સામે આવતા આ તમામ વેપારીઓ પર કાર્યવાહી હાથ ધરાઇ હતી જ્યારે ઈનચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા મહેતા માર્કેટના દરોડો કરતા જ અન્ય બોગસ તેલના વેપારીઓ પોતાની દુકાનોના શટર બંધ કરી નાશી છૂટ્યા હતા.