રાજયમાં નવી સરકારની રચનાના ચાર જ દિવસમાં બિન કાશ્મીરી ફરી નિશાન બનવા લાગ્યા
સોનમર્ગ પાસે બની રહેલ જોજીલા ટનલના એક ભાગમાં કામ કરી રહેલા મધ્યપ્રદેશ – બિહારી મજદૂરો નિશાન બન્યા: 15થી વધુ ઘાયલ
લશ્કરે તોયબાએ હુમલાની જવાબદારી લીધી: ત્રાસવાદીઓની તલાશ શરૂ: કેન્દ્ર તથા અબ્દુલ્લા સરકાર માટે મોટો પડકાર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.21
- Advertisement -
જમ્મુ-કાશ્મીરમાં શાંતિપૂર્વક અને ભારે મતદાન સાથે સંપન્ન થયેલી ચૂંટણી અને નવી સરકારની શપથવિધિના પ્રથમ સપ્તાહમાંજ એક સૌથી મોટા ટાર્ગેટ કિલીંગ સમાન ત્રાસવાદી હુમલામાં ગઈરાત્રીના રાજયના ગોદરબલમાં સોનમર્ગ નજીક ગગનવીટમાં ઝેડ-સુરંગ નિર્માણમાં કામ કરી રહ્યા. મજદૂરોના કેમ્પ પર ત્રાસવાદીઓએ હુમલો કરી એક તબીબ સહીત સાત લોકોની ત્રાસવાદીઓએ ગોળી મારી હત્યા કરી હતી જેમાં 15થી વધુ મજદૂરો ઘવાયા છે.ત્રાસવાદી નિશાન બનેલા તમામ બિહાર-મધ્યપ્રદેશ અને સ્થાનિક મજબૂરો બન્યા છે. ઝેડ-મોર્થ-ટનેલ સ્થળે અચાનક જ આ હુમલો થયો હતો. આ ટનલ રાજયના ગોદરબાલ જીલ્લામાં સોનમર્ગ અને ગગનવીરને જોડે છે. ગઈકાલે સાંજે મજદૂરોની ટીમ કામકાજના સ્થળેથી તેમના કેમ્પ ભણી પરત ફરી રહી હતી તે સમયે આ હુમલો થયો હતો.રાજયના પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે તથા નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી પણ તપાસમાં જોડાઈ છે.
હજુ ચાર દિવસ પુર્વે જ રાજયમાં ઉમર અબ્દુલ્લા સરકારે શપથ લીધા હતા.રાજયમાં બે દિવસમાં ટાર્ગેટ કિલીંગની આ બીજી ઘટના છે. તા.18ના રોજ શોપીયાનમાં ત્રાસવાદીઓએ એક બિહારી મજદૂરની હત્યા કરી હતી અને તેનું લોહીવાળો મૃતદેહ જ હાથ લાગ્યો હતો. સુરક્ષાદળોએ એરીયાને ઘેરી લઈ ત્રાસવાદીઓની તલાશ શરૂ કરી છે. આ હુમલાની જવાબદારી લશ્કરે તોયબાના સહયોગી સંગઠન ધ રજીસ્ટેસ ફંડ (ટીઆરએફ) એ સ્વીકારી છે. જે કંપની આ ટનેલ બનાવી રહી હતી તે એટકોના અધિકારીઓ પણ અહી પહોંચી ગયા છે. આ હુમલો અચાનક જ હતો અને ત્રણ બાજુથી ગોળીબાર થતા મજદૂરો માટે ભાગવાની પણ તક રહી ન હતી. આ બાદ અહીના તમામ કેમ્પ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.