ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
વિસાવદર તાલુકાના કેટલાક વિસ્તારોમાં ખનીજચોરોએ માજા મુકી છે જ્યાં જુઓ ત્યાં બેફામ ખનીજ ચોરી થઇ રહી છે.સતાધીશોને આ નજરે કેમ નથી આવતું એ મુદો ભારે ચર્ચા જગાવી છે અને ભ્રસ્ટાચાર થતો હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે ભર દિવસે નીકળતા વાહનો તંત્રને દેખાતા જ નથી.ગૌચરની જમીનમાંથી થતી આ ખનીજ ચોરી પશુપાલકો માટે ભવિષ્યમાં પોતાના પશુધનને નિભાવવા માટે એક સળગતો પ્રશ્ન છે.
એક જ દિવસમાં 100-120 ટ્રેકટરો માટી પથ્થરની હેરાફેરી શહેરના મુખ્ય માર્ગો પરથી થાય છે અને ગૌચરને સાવ નામોનિશાન કરી નાખેલ છે.જો ગૌચર ખુલ્લું કરવાની આંદોલનમાં કેટલીય કલમો લગાડનારાઓ ખનીજચોરો સામે કેમ ધુત રાષ્ટ્ર બની ગયા છે.કાયદાકીય અધિકારીઓ ઓફીસોમાં મીટીંગોમા વ્યસ્ત છે. આવી વાતોથી લોકોને જગાડનારા મિડિયા સામે કિન્નાખોરી રાખવામાં આવે છે.લોકો એમ ખુલ્લેઆમ કહી રહ્યા છે તાલુકાનુ વહીવટી તંત્ર એટલું ખાડે ગયું છે કે જે ખનીજચોરોની રખેવાળી કરતૂ હોય એવું લાગે છે.