ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ટંકારાના હરબટીયાળીના રહીશ અને મનાલી મોબાઈલના નામે ધંધો કરતાં આરોપી અમૃતભાઈ નમેરાએ ફરિયાદી સંદીપભાઈ ડાંગર પાસેથી મિત્રતાના સંબંધે લીધેલી રકમ પરત કરવા ઈસ્યુ કરી આપેલા રકમ રૂા. 3,00,000નો ચેક રિટર્નનો કેસ ચાલી જતાં ટંકારાના મહે. એડી. ચીફ. જયુડી.એ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકતો સિમાચિહ્નરૂપ ચૂકાદો ફરમાવેલ છે. કેસની હકીકત જોઈએ તો ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના રહીશ આરોપી અમૃતભાઈ મહાદેવભાઈ નમેરાએ ટંકારાના રહીશ ફરિયાદી સંદિપભાઈ પ્રાગજીભાઈ ડાંગર પાસેથી આરોપીએ પોતાના મનાલી મોબાઈલના ધંધા માટે મિત્રતાના સંબંધના દાવે રૂા. 3,00,000 લીધેલા હોય જે રકમ પરત કરવા આરોપીએ ફરિયાદી જોગનો ચેક ઈસ્યુ કરી આપેલો, જે ચેક ફરિયાદીએ બેંકમાં રજૂ કરતાં રિટર્ન થતાં કાનુની નોટીસ પાઠવવા છતાં ફરિયાદીનું લેણું અદા ન કરતાં ફરિયાદીએ આરોપી વિરુદ્ધ ટંકારાની કોર્ટમાં એન.આઈ. એક્ટ અન્વયે ફરિયાદ દાખલ કરેલી હતી.
- Advertisement -
ઉપરોક્ત કેસ ચાલી જતાં ફરિયાદી પક્ષે પોતાનો કેસ પૂરવાર કરેલો હોય અને તેનો બોજો આરોપી ઉપર શીફ્ટ થયેલો હોય જેનો ખંડનાત્મક પુરાવો આરોપી આપી શકેલા ન હોય આરોપીને સજા કરવા કરેલી રજૂઆત સામે આરોપીના એડવોકેટ પાર્થ સંઘાણીએ એવી દલીલ કરેલી કે ફરિયાદી પોતાનો કેસ પૂરવાર કરી શકેલા નથી, કાયદા મુજબ ફરિયાદીની તરફેણમાં કરવામાં આવતા અનુમાનો ખંડનાત્મક હોય છે અને આરોપી દ્વારા ફરિયાદીની તરફેણમાં કરવામાં આવતા અનુમાનોનું ફરિયાદીની ઉલટ તપાસ કરી સાથે દસ્તાવેજા પુરાવો રજૂ કરી સત્ય હકીકતો રેકર્ડ પર લાવી સફળતાપૂર્વક ખંડન કરતા બોજો ફરિયાદી ઉપર શીફ્ટ થતાં ફરિયાદી તેનો કોઈ ખુલાસો કરી શકેલા ન હોય ત્યારે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા જોઈએ એવા વિવિધ ચૂકાદાઓ રજૂ કરી લંબાણપૂર્વકની દલીલો કરવામાં આવેલી હતી.
ઉપરોક્ત કામમાં આરોપી અમૃતભાઈ નમેરા વતી રાજકોટના જાણીતા સુરેશ ફળદુ એડવોકેટ એન્ડ એસોસિએટ્સના પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, જોશનાબેન ચૌહાણ, જય પીઠવા તથા મદદમાં કેયુર સંઘાણી, યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, અભય સભાયા તથા જસ્મીન દુધાગરા રોકાયેલા હતા.



