ભાજપનો આશાસ્પદ ચહેરો અન્નામલાઈ કોણ છે કે જેના વખાણ કરતા મોદી ધરાતા નથી
DMK અને AIADMKનર્વસ છે તો રાજ્યમાં પોતાના મૂળિયા જમાવી રહેલી કોંગ્રેસ પાર્ટીની હાલત પણ એવી જ છે
- Advertisement -
મોદીના વિશ્વાસુ અન્નામલાઇ વિશે રોચક વાતો…
તમિલનાડુ, લોકસભા બેઠકોની સંખ્યાની દ્રષ્ટિએ દક્ષિણ ભારતનું સૌથી મોટું રાજ્ય છે. રાજ્યનું રાજકારણ છેલ્લા 57 વર્ષથી (વર્ષ 1967) દ્રવિડિયન પક્ષોની આસપાસ ફરતું રહ્યું છે. તમિલનાડુમાં ઘણા પક્ષો બન્યા અને તૂટી પડ્યા, પરંતુ રાજ્યની રાજનીતિની ધરી પહેલા સંયુક્ત દ્રવિડ મુનેત્ર કઝગમ અને પછી (DMK)-AIADMK (AIADMK) રહી. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી (BJP) પણ અત્યાર સુધી તમિલનાડુમાં આ પ્રાદેશિક ક્ષત્રપ પર નિર્ભર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ આ વખતે 400 બેઠકો જીતવાના લક્ષ્ય સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે ત્યારે તેની નજર દક્ષિણ, ખાસ કરીને તમિલનાડુ પર છે. તામિલનાડુ ભાજપ માટે કેટલું મહત્વનું છે એ વાતનો અંદાજ તેના પરથી આવે કે મોદી પાછલા દસ અઠવાડિયામાં સાત વાર આ ક્ષેત્રની મુલાકાત/યાત્રા/રેલી કરી ચુક્યા છે. તમિલનાડુમાં લોકસભાની 39 બેઠકો છે.
2019ની ચૂંટણીમાં જ્યાં ભાજપે માત્ર 5 ઉમેદવાર ઉતાર્યા હતાં અને પાંચેપાંચ હાર્યા હતાં ત્યાં 2024માં ભાજપે 23 સીટ પર પોતાના ઉમેદવાર અને બાકીની બેઠક પર એનડીએના ઉમેદવારોને ઉતાર્યા છે. રાજ્યની આ તમામ બેઠકો પર લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થયું હતું. એમ.કે સ્ટાલિનની આગેવાની હેઠળના ઉખઊં, જે આ દક્ષિણ રાજ્યમાં સત્તામાં છે, જે લોકસભા બેઠકોની દ્રષ્ટિએ સૌથી મોટી છે પાર્ટી છે(ઇન્ડિયા બ્લોક). તમિલનાડુ એ રાજ્યોમાંનું એક છે જ્યાંથી ઇન્ડિયા બ્લોક મહત્તમ બેઠકોની અપેક્ષા રાખે છે. પરંતુ આ વખતે તેમના માટે ફુલગુલાબી ચિત્ર નથી રહ્યું. રાજ્યના ડીએમકેની આગેવાની હેઠળના આ શાસક ગઠબંધનને હવે અઈંઅઉખઊં તેમજ ભાજપના નેતૃત્વહેઠળના ગઉઅ તરફથી મજબૂત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. ગયા વખતની કારમી હાર છતાં લોકસભાની ચૂંટણીમાં હવે ભાજપને લઈને પણ ચર્ચા છે.
- Advertisement -
કોઈમ્બતુરની રાજનીતિ
ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે ખાસ, પરંતુ જટિલ સંબંધ ધરાવતો કોઈમ્બતુર પરંપરાગત ડાબેરી ગઢ રહ્યો છે.1998માં અહીં ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની હત્યાનો પ્રયાસ પણ થયો હતો. 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદના ધ્વંસમાં તેમની ભૂમિકા બદલ બદલો લેવા માટે ભારતના તત્કાલિન નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણીને અલ ઉમ્મા ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા કથિત રીતે નિશાન બનાવવામાં આવ્યા હતા. 14 ફેબ્રુઆરી, 1998 ના રોજ, કોઈમ્બતુરમાં 11 સ્થળોએ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં 58 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને સેંકડો ઘાયલ થયા. આ બોમ્બ બીજેપી નેતા લાલકૃષ્ણ અડવાણીને નિશાન બનાવવા માટે પ્લાન્ટ કરવામાં આવ્યા હતા, જેઓ આ શહેરમાં તેમના ચૂંટણી પ્રચારમાં હતા. જો કે આ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો પછી, ભાજપે 1998 અને 1999ની ચૂંટણીમાં કોઈમ્બતુરની બેઠક જીતી હતી. અલબત્ત, કોઇમ્બતુર તમિલનાડુના પ્રથમ મતદારક્ષેત્રોમાંથી એક હતું જેણે ભાજપના કોઈ સભ્યને લોકસભામાં મોકલ્યા હોય. ઉપર કહ્યું તેમ, અહીં રાજકારણમાં ધર્મનું બહુ ઓછું આકર્ષણ છે. ત્યાં ભાજપે તમિલનાડુમાં હિંદુ મતદારોને આકર્ષવા માટે કોઈમ્બતુર વિસ્ફોટોના ઉલ્લેખને પ્રચાર મુદ્દો બનાવ્યો.
કોઈમ્બતુરની તેમની તાજેતરની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 વર્ષ પહેલાં બોમ્બ વિસ્ફોટોમાં માર્યા ગયેલા 58 લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત યુપીના કામદારોનો મુદ્દો તો ખરો જ. આ ઉપરાંત આ વખતે તમિલનાડુમાં, ભાજપ ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદ તેમજ કાચથીવુ ટાપુનો મુદ્દો ઉઠાવીને ડીએમકેની આગેવાની હેઠળના ગઠબંધનને ઘેરી રહી છે. ઉધયનિધિ સ્ટાલિનના સનાતન અંગેના વિવાદાસ્પદ નિવેદનની સાથે સાથે વડાપ્રધાન મોદી સહિતના મોટા નેતાઓની વિશાળ રેલીઓ સાથે, ભાજપને પણ દ્રવિડ રાજનીતિની મજબૂત જમીન પર કમળ ખીલવાની અપેક્ષા વધી ગઈ છે. તમિલનાડુમાં ભાજપ અત્યાર સુધી ચૂંટણીમાં વધુ ફાયદો મેળવી શકી નથી. અહીંનું રાજકારણ દ્રવિડિયન અને તમિલ રાષ્ટ્રવાદ સાથે વધુ સંકળાયેલું છે. તામિલનાડુ, એક એવું રાજ્ય કે જ્યાં એક રાજ્ય જ્યાં અન્ય એક પરિબળ જે કોઈમ્બતુરમાં ભાજપની તરફેણમાં છે તે મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય સ્થળાંતર કામદારો છે. વાસ્તવમાં, કોઈમ્બતુરમાં મોટો કાપડ ઉદ્યોગ છે અને અહીં ઉત્તર ભારતીયો કામ કરે છે. એ સંજોગોમાં કોઈમ્બતુર લોકસભા સીટ માટે ભાજપ દ્વારા અન્નામલાઈની પસંદગી રસપ્રદ અને મહત્વપૂર્ણ છે.
તામિલનાડુ ભાજપ માટે કેટલું મહત્વનું છે એ વાતનો અંદાજ તેના પરથી આવે કે મોદી પાછલા દસ અઠવાડિયામાં સાત વાર આ ક્ષેત્રની મુલાકાત/યાત્રા/રેલી કરી ચુક્યા છે
અન્નામલાઈની પસંદગી
કર્ણાટક કેડરના આઈપીએસ અધિકારી અન્નામલાઈએ 2019માં ભારતીય પોલીસ સેવામાંથી રાજીનામું આપ્યું હતું અને 2020માં ભાજપમાં જોડાયા હતા. અને તેના એક જ વર્ષ બાદ તેમને તમિલનાડુ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારે તેમની ઉંમર માત્ર 37 વર્ષની હતી. તેઓ ભાજપના સૌથી યુવા રાજ્ય અધ્યક્ષ છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, અન્નામલાઈએ ’એન મન, એન મક્કલ’ પદયાત્રા કાઢી હતી. જેમાં તમિલનાડુના તમામ 234 વિધાનસભા મતવિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. પદયાત્રાને ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી અને ફેબ્રુઆરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેના સમાપન સમારોહમાં હાજરી આપી હતી.
વિશ્લેષકોનું કહેવું છે કે આ પદયાત્રા ખૂબ અસરકારક નીવડશે. ઉમેદવારી જાહેર કર્યા બાદ. અન્નામલાઈ જનમાનસમાં જગ્યા કરી એ આરોપણ કરવામાં સક્ષમ નીવડશે કે રાજ્યને વિકાસ તરફ લઈ જાય એવા પરિવર્તનની તમિલનાડુને જરુર છે. વિશ્લેષકો ઉપરાંત ભાજપને પણ એ જ આશા છે કે આત્મવિશ્વાસુ અને ગતિશીલ વક્તા કે. અન્નામલાઈ યુવાનોને આકર્ષશે અને તમિલનાડુમાં પાર્ટીને નવી ઊંચાઈઓ પર લઈ જશે.તમિલનાડુના બીજેપી અધ્યક્ષ અન્નામલાઈએ પૂર્વ સીએમ કે કામરાજના નામે નદીઓની સફાઈ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ફૂડ વાન સુવિધાનું વચન આપ્યું છે. ખૂબ જ મક્કમતાથી પ્રભાવી રીતે અન્નમલાઈ તમિલનાડુની સત્તા પર સવાલ ઉઠાવવા અને તેને અસરકારક બને એ રીતે વિરોધ પક્ષની ભૂમિકાનું નેતૃત્વ કરી રહ્યા છે.
આની અસર એ પડી કે વડાપ્રધાન મોદી,ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષજેપી નડ્ડાનો ફેવરિટ બન્યા છે. જે તેમના માટે પુરસ્કાર છે કે જે વિસ્તારો શાસક ડીએમકેનો ગઢ માનવામાં આવે છે તે કોઈમ્બતુર લોકસભા મતવિસ્તારમાં ભાજપના ઉમેદવાર તરીકે 39 વર્ષીય અન્નામલાઈ ચૂંટણીમાં ઉતાર્યા. જે રીતે અન્નામલાઈ છેલ્લા ઘણા મહિનાઓથી વિવિધ કૌભાંડના કાગળો, વીડિયો અને ઓડિયોને સાર્વજનિક કરી રહ્યા છે, જેનાથી તેનું કદ વધી રહ્યું છે.કાચાથીવુ ટાપુનો મામલો પણ આમાંનો છે, મુખ્ય છે. દરમિયાન, તેમની ચૂંટણી તાકાત સાબિત કરવા માટે શાસક ડીએમકેએ તેના સાથી પક્ષોને બેઠકો આપવાનો નિર્ણય બદલ્યો અને તેના બદલે કોઈમ્બતુરથી પોતાનો ઉમેદવાર ઉભા રાખવાનું નક્કી કરેલું. પૂર્વ મેયર પી ગણપતિ રાજકુમાર ડીએમકેમાટે ઉમેદવાર છે. 2019માં ડીએમકેના સાથી સીપીઆઈએમનો આ સીટ પર વિજય થયો હતો.તમિલનાડુની કોઈમ્બતુર લોકસભા સીટ દરેક માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે તેનું મુખ્ય કારણ એ કે તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈએ અહીંથી ઉમેદવારી નોંધાવી છે.
તમિલનાડુની રાજકીય જંગની રૂપરેખા જોતા સ્પષ્ટ થાય છે કે તમિલનાડુની તમામ પાર્ટીઓ પોતાના ક્ષેત્ર પૂરતું કામ કરીને મત માંગવાનું કામ કરે છે, પરંતુ જમીની સત્ય બહુ ઓછા લોકો પાસે છે. પરંતુ ભાજપે તમિલનાડુમાં પોતાના મૂળિયા જમાવવાનું શરૂ કર્યું ત્યારથી જ આ સ્પષ્ટ થઈ ગયું કે તેની પાસે મતદારને અકર્ષવાની ખાસ નીતિ અને વિશેષ વ્યક્તિ છે. ખાસ કરીને કે. અન્નામલાઈના નેતૃત્વ પછી ભાજપ માટે એક ઓળખ બનવા લાગી છે. જ્યારથી અન્નામલાઈએ તમિલનાડુ ભાજપની કમાન સંભાળી છે, ત્યારથી તેમણે તેમની કાર્યશૈલીથી તમિલનાડુ ભાજપની નવી છબી બનાવી છે. મોદી જેના વખાણ કરતા થાકતા નથી એ અન્નામલાઈને લઈને વિરોધ પક્ષોમાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને ડીએમકે અને એઆઈએડીએમકે નર્વસ છે તો રાજ્યમાં પોતાના મૂળિયા જમાવી રહેલી કોંગ્રેસ પાર્ટીની હાલત પણ એવી જ છે. પીએમ નરેન્દ્ર મોદીએ તમિલનાડુ બીજેપી અધ્યક્ષ અન્નામલાઈના વખાણ કર્યા છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું અન્નામલાઈના નેતૃત્વમાં બીજેપીનું જનસમર્થન વધી રહ્યું છે, તો તેમણે તેમના પ્રિય નેતાના ઘણા ગુણો જણાવ્યા. એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે અન્નામલાઇ રાજ્યના લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે. તેઓ ઈંઙજની નોકરી છોડીને રાજકારણમાં જોડાયા. જો અન્નામલાઈ કંઈક હાંસલ કરવા માંગતા હોત તો તેઓ ડીએમકે અને એઆઈએડીએમકેમાં જોડાયા હોત પરંતુ તેઓ દેશના કલ્યાણ માટે ભાજપમાં જોડાયા છે. અને છેલ્લે છેલ્લે, અન્નામલાઈની ટીમના જણાવ્યા અનુસાર, 2019માં કોઈમ્બતુરમાં કુલ 63.8 ટકા મતદાન થયું છે જે ગત વખત કરતાં લગભગ 7 ટકા વધુ મતદાન થયું છે. બીજેપી નેતાની ટીમનું કહેવું છે કે આ વધેલું મતદાન ભાજપની તરફેણમાં છે.