કલેક્ટરએ અરજદારોનાં રસ્તાનાં દબાણ, બંધ ખાણનું વીજ કનેકશન દૂર કરવાં અને ગામતળનાં રસ્તામાં કચરો નાંખવાના પ્રશ્ર્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા સૂચના આપી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણીના અધ્યક્ષ સ્થાને જિલ્લાનાં નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી આવે તે માટે પોરબંદર તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ કલેક્ટર કચેરી પોરબંદર ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં કલેક્ટરએ તાલુકાના નાગરિકોના પ્રશ્નો સાંભળીને વિવિધ પ્રશ્નોની ઝીણવટભરી માહિતી મેળવી હતી અને સંબંધ વિભાગના પ્રશ્ર્નો બાબતે નિયમો અનુસાર સમય મર્યાદામાં પ્રશ્નોનું નિરાકરણ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. પોરબંદર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોએ રસ્તાનાં દબાણ, બંધ ખાણનું વીજ કનેકશન દૂર કરવાં અને ગામતળનાં રસ્તામાં કચરો નાંખવાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં. આ તકે પોરબંદર ગ્રામ્ય મામલતદાર બી વી સંચાણીયા,તાલુકા વિકાસ અધિકારી જયેશ ઠક્કર સહિતનાં પીજીવીસીએલ, ખાણ ખનીજના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.