ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત વંથલી માર્કેટીંગયાર્ડ ખાતે મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેશભક્તિના ગીતો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોનને આંગણવાડી બહેનો દ્વારા ફળોની ટોકરી અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે વંથલી તાલુકાના સ્વાતંત્ર્ય સેનાની, શહિદના પરિવારજનો અને વીરોની વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મિનાંત પરીખ, તાલુકા વિકાસ અધિકારી વાઘેલા, જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયા એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તેમજ વસુંધા વંદન અન્વયે વૃક્ષરોપણ કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે પદાધિકારીઓ અને અધિકારીશ્રી તેમજ કર્મચારીઓની હાજરીમાં રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું