તાલાલા શહેરના મુખ્ય માર્ગની કામગીરીમાં ઝડપ આવશે
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.19
- Advertisement -
તાલાલા થી સાસણ ગીર સુધી માર્ગ વાહનચાલકો માટે અધિક કલેકટરે 30 દિવસ માટે બંધ કરેલ છે. આ અંગેની વિગત એવી છે કે તાલાલા શહેરમાંથી પસાર થતો તાલાલા-સાસણગીર 15 કિ.મી માર્ગ નવનિર્મિત બની રહ્યો છે.આ માર્ગ પૈકી શહેરનો મુખ્ય રોડ પાકો સિમેન્ટ થી બનાવવા સરદાર ચોકથી ખાંડ ફેક્ટરી સુધીનો માર્ગ ખોદી નવનિર્મિત બનાવવાની કામગીરી ચાલતી હોય માર્ગની કામગીરીમાં અવરોધ આવે નહીં,કામગીરી ઝડપી અને સરળતાપૂર્વક બને માટે ગીર સોમનાથ જિલ્લા અધિક કલેક્ટર રાજેશ આલે જાહેરનામું પ્રસિદ્ધ કરી તાલાલા-સાસણગીર માર્ગ 30 દિવસ માટે બંધ કરેલ છે.આ માર્ગ ઉપરથી પસાર થતા વાહનો માટે વૈકલ્પિક રૂટ તરીકે તાલાલા, રમળેચી, ચિત્રાવડ, હરીપુર, ભાલછેલ માર્ગ જાહેર કરેલ હોય તાલાલા થી સાસણ જતાં આવતાં તમાંમ વાહનચાલકો એ વૈકલ્પિક રૂટ ઉપરથી પસાર થવા હુકમ કરેલ છે.તાલાલા-સાસણમાર્ગ ઉપર પસાર થવા વાહનચાલકો માટે પ્રતિબંધ મુકાતા તાલાલા શહેરના મુખ્ય માર્ગની કામગીરી ઝડપી બનશે.
સાઈન બોર્ડ મુકવા માંગણી: તાલાલા-સાસણ રોડ વાહનચાલકો માટે બંધ કરી વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવેલ છે પરંતુ વૈકલ્પિક રૂટ ઉપર જરૂરી સાઈન બોર્ડ મુકવા જોઈએ તે મુકેલ નથી.પરિણામે તાલાલા-સાસણ રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકો ને મુશ્કેલી પડતી હોય બાંધકામ વિભાગના અધિકારીઓ વૈકલ્પિક રૂટ ઉપર જરૂરી સાઈન બોર્ડ લગાવી વાહનચાલકોની હાલાકી દુર કરે તેવી માંગણી ઉઠી છે.



