ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
તાલાલા પંથકમાં ગત રોજ ધરતીકંપના ત્રણ આંચકા અંગે ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના જણાવ્યા પ્રમાણે ધરતીકંપના આંચકાની તીવ્રતા 1.3ની હતી તેનું એપી સેન્ટર તાલાલાથી ર.1 કિ.મી. દૂર નોર્થ ઇસ્ટ દિશામાં નોંધાયુ હતુ. બીજો આંચકો 6 થી 8 કિમી હતી તેનું એપી સેન્ટર વેસ્ટ નોર્થ/વેસ્ટ દિશામાં નોંધાયુ હતુ. જયારે ત્રીજો આંચકો 6 થી 14 કલાકે નોંધાયો તેની તિવ્રતા 1.4 ની હતી તેનું એપી સેન્ટર તાલાલાથી ત્રણ કીમી દૂર નોર્થઇસ્ટ દિશામાં નોંધાયુ હતુ.
ત્રણ પૈકી બીજા આંચકાની તીવ્રતા 3.રની અતિ ભારે હતી અને આંચકો ભૂગર્ભમાં માત્ર 3.8 કિમીની ઉંડાઇ એથી આવ્યો હતો તેની લાલા શહેરમાં વ્યાપક પ્રમાણમાં અસર જોવા મળી હતી. ધરતીકંપના આંચકાની અસર તાલાલા શહેર ઉપરાંત પંથકના ઉત્તર અને પૂર્વ દિશામાં આવેલ અનેક ગામોમાં પણ જોવા મળી હતી.