એક અદભૂત સ્વાસ્થ્યપ્રદ શાકની રોમાંચક વાતો
લેખક: ડો.મનીષ આચાર્ય
- Advertisement -
બટેટા અને શક્કરીયાં માં બે સમાનતા છે; એક તો ભારતની ફરાળી વાનગીઓમાં આ બે શાકનો જ સહુથી વધુ ઉપયોગ થાય છે અને બીજું, બટેટાને અંગ્રેજીમાં પોટેટો કહે છે અને શક્કરીયાંને સ્વીટ પોટેટો.આમ તેમના અંગ્રેજી નામમાં પોટેટો શબ્દ કોમન છે..બસ આ બે સામાન્યતા સિવાય બટેટા અને શક્કરીયાં એકમેકથી ઘણા અલગ છે.. બટેટાની જેમ શક્કરીયાં હોટ ફેવરિટ શાક નથી..રસોઈની દ્રષ્ટીએ જોઈએ તો બટેટાની જેમ તે બધા શાક સાથે આસાનીથી મિક્સ થઈ જાય તેવું શાક પણ નથી પરંતુ શક્કરીયાં પાસે પોતાનો એક એવો આગવો વૈભવ છે કે જો તેને જીભ હોય તો તે આપણને ચોખ્ખું સંભળાવી દે કે ભાઈ, હું બટેટુ નથી એ સમજી લેજો અને તમારે જો સાત વાર મારી ગરજ હોય ને તો જ મને યાદ કરજો=.ખેર, શક્કરીયાં એ માણસ નથી, એક શાક છે અને તેથી જ આપણે તેને માથે ચડાવીએ કે તેની અવગણના કરીએ, કરોડો વર્ષથી તે તો આપણા જીવનમાં જીવન પુર્યે જ જાય છે.શક્કરીયાં એ ગાજર, મૂળા,ડુંગળી, પાર્સનિપ્સ, સેલેરીઆક અને સલગમન જેવું એક પ્રકારનું મૂળિય કંદ છે. તેમાં ભરપુર પાણી સ્ટાર્ચ કાર્બોહાઇડ્રેટસ હોય છે.
શક્કરીયાં આ જગતની કેટલીક પ્રાચીનતમ ખાદ્ય વનસ્પતિઓ માંહે એક છે.
આમ તો અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે શક્કરીયાં નું જન્મ સ્થાન મધ્ય દક્ષિણ અમેરિકા છે.વૈજ્ઞાનિકો કહેતા હતા કે છેક સાડા ત્રણ કરોડ વર્ષો પહેલાં શક્કરીયાં નું પ્રાગટ્ય અમેરિકાના એ પ્રદેશોમાં થયું હતું.જો કે તાજેતરમાં અમેરિકાના એક સાયન્સ જર્નલમાં પ્રસિધ્ધ થયેલી વિગતો મુજબ એક અધિકૃત વૈજ્ઞાનિક સંશોધન દરમિયાન ભારતમાંથી શક્કરીયાં ના પાન ના પાંચ કરોડ સિત્તેર લાખ વર્ષ વર્ષ પ્રાચીન અશ્મિભૂત અવશેષો મળી આવ્યા છે.આમ શક્કરીયાં નું ગોત્ર પોતાનો દેશ હોવાનો અમેરિકાનો દાવો હવે અર્થહીન બની રહે છે અને આપણે એમ બિન્ધાસ્ત કહી શકીએ છીએ કે એ શકરીયું અમારા મલક નું છોરું છે.વળી આપણા મલકના આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છોરુએ પોતાના જન્મ પછી દુનિયા આખીનો પ્રવાસ ખેડ્યો છે. હા, દુનિયાના મોટા ભાગના દેશોમાં આજે શક્કરીયાં હોંશે હોંશે ખવાય છે.
શક્કરિયા અને રતાળુ વચ્ચે શું તફાવત છે?
દેખાવમાં થોડું સામ્ય હોવા છતાં શક્કરીયાં અને રતાળુ વચ્ચે ઘણો ફર્ક છે પરંતુ, આહારની યોગ્યતા અને વૈવિધ્ય બાબતે ચિંતન અને અભ્યાસ ન ધરાવતા તેમજ માંસાહારી લોકો ઘણી વખત આ બન્નેને એક સમજી બેસે છે.અંગ્રેજીમાં રતાળુને યામ કહેવામાં આવે છે અને તેનું મૂળ વતન આફ્રિકા અને એશિયા છે.
- Advertisement -
તે સામાન્ય રીતે કાળા અથવા ભૂરા કે જાંબુડિયા રંગના હોય છે. તેની છાલ બરછટ હોય છે જ્યારે શક્કરીયાં ની છાલ લીસી હોય છે.રતાળુ સળંગ એક સરખું જાડું હોય છે પણ શક્કરિયા ના બન્ને છેડા સાંકડા હોય છે.શક્કરિયા આપણે ત્યાં સર્વત્ર ઉપલબ્ધ હોય છે જ્યારે રતાળુ ગુજરાતના અમુક વિસ્તારોમાં જ મળે છે. ઉત્તર અમેરિકા અને યુરોપમાં, ફક્ત આંતરરાષ્ટ્રીય મોલમાં જ રતાળુ મળી શકે જ્યારે શક્કરીયાં ત્યાં પણ થોડી આસાનીથી મળી શકે છે.
શક્કરીયાં મુખ્યત્વે બે જાતના હોય છે જેમાં એક થોડા કડક અને બીજા જરા પોચા હોય છે.. જો કે મેટ્રો શહેરો અને વિદેશમાં ગાર્નેટ અને જ્વેલ જેવી તેની પેટા જાતિના શક્કરીયાં પણ મળતા હોય છે.
શક્કરીયાં ની ત્રીજી જાતિનું નામ બિયરગાર્ડ છે.વળી અંદરના રંગના આધારે પણ શક્કરિયા ને વર્ગીકૃત કરવામાં આવે તો મુખ્યત્વે સફેદ કેસરી અને જાંબુડિયા એમ ત્રણ પ્રકારના શક્કરિયા હોય છે.આ ત્રણેય માં અંદરથી જાંબુડિયા રંગના શક્કરિયા માં સહુથી વધુ ફક્ષશિંજ્ઞડ્ઢશમફક્ષિં હોય છે. અલબત્ત આપણે ત્યાં જે સફેદ શક્કરિયા આવે છે તે પણ ફક્ષશિંજ્ઞડ્ઢશમફક્ષિં થી ભરપુર હોય છે પરંતુ નારંગી રંગના શક્કરિયા માં સફેદ શક્કરિયા કરતા થોડા વધુ ફક્ષશિંજ્ઞડ્ઢશમફક્ષિં હોય છે. જાંબુડી રંગના શક્કરિયા ઓકિનાવાન શક્કરિયા તરીકે ઓળખાય છે. તેનો આ જાંબુડી રંગ તેમાં રહેલ એંથોસાયનીન નામના તત્વની ઉંચી માત્ર ને આભારી છે.આ ઓકિનાવાન શક્કરિયા માં બ્લુબેરી કરતા 150% વધુ એંતીઓક્સિડંત હોય છે. ઓકિનાવાન શક્કરિયા વાસ્તવમાં અમેરિકાના વતની છે.આ શક્કરિયા 16મી સદીમાં જાપાન લઈ આવવામાં આવ્યા હતા.જાપાનમાં આ શક્કરિયા અત્યંત લોકપ્રિય છે અને લગભગ તમામ જાપાનીઝ વાનગીમાં તે હોય છે.આ જાપાનીઝ શક્કરિયા ખુબ જ ગળ્યા અને અત્યંત પૌષ્ટિક હોય છે.તેને લગભગ દરેક જાતની આબોહવા અને જમીન માફક આવે છે..એક સ્વાસ્થ્યપ્રદ શાકના વાવેતર બાબતે સ્થાનિક જાગૃત ખેડૂતોએ વિચારવું જોઈએ.
જો કે હાલમાં ગુજરાતમાં ત્રણ ચાર જાતના અને પૂરા ભારતમાં વીસેક જાતના શક્કરિયા માંડ મળે છે.અમેરિકાના જુદા જુદા રાજ્યોમાં શક્કરિયા ની કુલ લગભગ પચ્ચીસ વેરાયટી પ્રાપ્ત છે.પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે પેરુના ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટરની જીન બેંકમાં 6500 જેટલી જાતિના શકરીયા ના જીન સુરક્ષિત રાખવામાં આવ્યા છે.મુખ્યત્વે સફેદ કેસરી અને જાંબુડિયા ઉપરાંત પીળા, ઘેરા લાલ અને ભૂખરા રંગના શક્કરિયા પણ કેટલીક જગ્યાએ મળે છે..સ્થળ મુજબ તેના બાહરી રંગ કદ આકાર અને આંતરિક સ્વરૂપમાં પણ થોડો ઘણો ફર્ક હોય છે.
શક્કરિયા ની મીઠાશ તેની એક મુખ્ય વિશેષતા છે.. ધીમા તાપે શેકાતા શક્કરિયા ના શાક નું તમે ક્યારેય નિરીક્ષણ કર્યું છે? તેમાંથી એક કડક મીઠી સુગંધ છૂટવા લાગે છે.બરાબર ને? બને છે એવું કે શક્કરિયા ને જ્યારે તાપ મળે છે ત્યારે તેનું એક એન્ઝાયમ શક્કરિયા ના સ્ટાર્ચનું માલટોઝ નામની શર્કરામા રૂપાંતર કરવા લાગે છે..આ શર્કરા ખાંડ જેટલી ગળી નથી હોતી પણ શરીર સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે.શક્કરિયા નો શીરો બનાવવા તેને વધુ પડતાં બાફી નાખી લાંબા સમય સુધી શેકવાથી આ પ્રાકૃતિક શર્કરા નો નાશ થાય છે.શક્કરિયા ના વધુ પડતાં નાના નાના ટુકડામાં સુધારી તેલમાં લાંબો સમય સાંતાળવાથી પણ તેના પૌષ્ટિક ગુણ વેડફાઈ જાય છે..તેની શર્કરા અને અન્ય પૌષ્ટિક ગુણની પ્રાપ્તિ કરવી હોય તો શક્કરિયા ને ક્યારેય પુરેપુરા ન બાફો બલ્કે થોડા કાચા રહેવા દો..શક્કરિયા ના સ્ટાર્ચનું 135ઓઋ તાપ પર માલ્ટોઝ માં રૂપાંતર થવા લાગે છે અને 170ઓઋ ગરમી પર તેનો નાશ થાય છે તેથી તેને આ બે બિંદુ વચ્ચે ધીમે ધીમે થોડી વાર સુધી શેકવા જોઈએ..જો તેને એક સાથે વધુ ગરમી આપી દેવામાં આવે તો તેના સત્વનો નાશ થાય છે.
પરંતુ આ મીઠાશ સિવાય શક્કરીયાં માં તત્વો સત્વોનું એવું કોઈ ખાસ સંયોજન છે ખરું કે આપણે શક્કરિયા વિશે આટલી પિશ્ટ પીંજણ કરવી પડે?આપણે ત્યાં સદીઓથી શક્કરિયા ખવાતા હોવા છતાં આપણે શક્કરિયા ની ગુણ સમૃદ્ધિનો ખાસ લાભ લીધો નથી..પરંતુ હા, આ જગતમાં કેટલીક એવી પ્રજા છે ખરી જેણે શક્કરીયાં થી સ્વાસ્થ્ય સમૃધ્ધિ હાંસલ કરી છે.આવા લોકોમાં જાપાનના ઓકિનાવા પ્રાંતના લોકો સહુથી મોખરે છે.જાણવા જેવી વાત એ છે કે ઓકિનાવા ના લોકો વિશ્વમાં સહુથી વધુ આયુષ્ય ભોગવતા અને સહુથી વધુ નિરોગી માણસો છે.”હેલ્થ એટ 100: ધ સાયંટીફીકલી પ્રુવન સિક્રેટ્સ ઓફ વર્લ્ડ’સ હેલધીએસ્ટ એન્ડ લોંગેસ્ટ લાઇવડ પીપલ” નામના એક અત્યંત લોકપ્રિય પુસ્તકમાં ઓકિનાવા ના આ લોકો પરનો વિસ્તૃત અભ્યાસ રજૂ કરવામાં આવ્યો છે તેમાં લખ્યું છે કે અહી બહુ ઓછાં લોકો માંસ અને ઈંડા ખાય છે અને તે પણ બહુ થોડા.અહીંના લોકો પ્રીઝરવેતિવ વાળા કે પ્રોસેસડ ફૂડ ખાતા નથી.તેઓ દૂધ માખણ ચીઝ વિગેરે બહુ જ ઓછા ખાય છે અને સહુથી મહત્વની વાત એ છે કે તેઓ ખૂબ શક્કરિયા અને લીલા શાકભાજી ખાય છે અને પોતાને જરૂરી એવી કેલરીમાથી 60% કેલરી કેવળ શક્કરીયાં ના ભોજન દ્વારા મેળવે છે.ઓકિનાવા માં ભાગ્યે જ કોઈ સો વર્ષથી ઓછું જીવન જીવે છે.તેમના અદભૂત સ્વાસ્થ્યનું રહસ્ય છે વધુ રેસા અને વધુ એન્ટીઓક્સિડન્ટ વાળો ખોરાક.ઓકિનાવા ના લોકોમાં હૃદયરોગ, કેન્સર, બ્લડ પ્રેશર અને કોલેસ્ટરોલ જેવી બીમારીઓનું પ્રમાણ સમગ્ર વિશ્વમાં ઓછામાં ઓછું છે.આ જ રીતે પાપુઆ ન્યુ ગુએનાના લોકો સહુથી વધુ શક્કરિયા ખાય છે અને અત્યંત સ્વસ્થ જીવન જીવે છે.અહીંના લોકો પોતાને જોઈતી દૈનિક કેલરી માંથી 90% શક્કરિયા માંથી મેળવે છે.1994 ના ઇન્ટરનેશનલ મેડીસિન જર્નલમાં આ દેશી પ્રજાના સ્વાસ્થ્ય વિશે જે અભ્યાસ રજૂ થયો છે તેમ લખ્યું છે કે આ લોકો માં ભાગ્યે જ કોઈ મેદસ્વી છે..અહી ભાગ્યે જ કોઈ ગંભીર બીમારી માં પટકાય છે, આ તમામ લોકો ખૂબ શક્કરિયા અને લીલા શાકભાજી ખાય છે.
તો ચાલો હવે શક્કરિયા ના પોષણ મૂલ્ય બાબતે પણ પૂરતી માહિતી મેળવી લઈએ.આ આંકડા પ્રતી 100 ગ્રામ શક્કરિયા ની ગણતરીથી આપવામાં આવ્યા છે. કેલરી 2000 પર ટકાવારી કાઢવામાં આવી છે.પ્રતિદિન કેટલી કેલરી જોઈએ તેનો આધાર દિનચર્યા પર રહે છે.
86 કેલરી % દૈનિક મૂલ્ય *
કુલ ચરબી 0.1 ગ્રામ 0%
સંતૃપ્ત ચરબી 0 ગ્રામ 0%
બહુઅસંતૃપ્ત ચરબી 0 જી
મોનોનસેચ્યુરેટેડ ચરબી 0 જી
કોલેસ્ટરોલ 0 મિલિગ્રામ 0%
સોડિયમ 55 મિલિગ્રામ 2%
પોટેશિયમ 337 મિલિગ્રામ 9%
કુલ કાર્બોહાઇડ્રેટ 20 ગ્રામ 6%
ડાયેટરી ફાઇબર 3 જી 12%
સુગર 4.2 જી
પ્રોટીન 1.6 ગ્રામ 3%
વિટામિન એ 283% વિટામિન સી 4%
કેલ્શિયમ 3% આયર્ન 3%
વિટામિન ડી 0% વિટામિન બી -6 10%
કોબાલામિન 0% મેગ્નેશિયમ 6% છે.
તને જોયું ને કે શક્કરિયા બીટા કેરોટિન, વિટામિન સી અને પોટેશિયમનો ઉત્તમ સ્રોત છે. આ શાકમાં વિપુલ પ્રમાણમાં વિટામિન અને ખનિજો છે.
તે વિટામિન અ થી ભરપુર છે. વળી તે પુષ્કળ બીટા કેરોટિન ધરાવે છે. આપણું શરીર બીટા કેરોટિન ને વિટામિન એ માં બદલી નાખે છે.રોજ કેવળ 100 ગ્રામ શક્કરિયા ખાવાથી આપણી દૈનિક જરૂરિયાતનું વિટામિન સી આપણને મળી રહે છે.તે શરદી જેવી તકલીફમાં તુરંત સુધારો કરે છે અને ત્વચાના સ્વાસ્થ્યને સુધારે છે.
પોટેશિયમ બ્લડ પ્રેશર ને નિયંત્રણમાં રાખવા માટે મહત્વપૂર્ણ છે. આ ખનિજ હૃદય રોગના જોખમને ઘટાડે છે. તેમાં રહેલું મેંગેનીઝ વૃદ્ધિ, વિકાસ અને ચયાપચય માટે ઉત્તમ છે.વિટામિન બી 6., આ વિટામિન ખોરાકને ઊર્જામાં રૂપાંતરિત કરવામાં ચોક્કસ ભૂમિકા ભજવે છે.
વિટામિન બી 5, પેન્ટોથેનિક એસિડ તરીકે પણ ઓળખાય છે, આ વિટામિન લગભગ તમામ ખોરાકમાં અમુક અંશે જોવા મળે છે.
વિટામિન ઇ, ચરબીમાં દ્રાવ્ય એવું આ શક્તિશાળી એન્ટીજ્ઞડ્ઢકિસડન્ટ શરીરને જ્ઞડ્ઢશમફશિંદય નુકસાન સામે સુરક્ષિત કરવામાં મદદ કરે છે.
તેનો ગલયસેમિક ઇન્ડેક્સ સ્કોર થોડો નીચો છે તેથી શક્કરિયા પચવામાં થોડો સમય લાગે છે.
વિટામિન અ અને આંખના સ્વાસ્થ્યને સીધો સંબંધ છે.વિટામિન એ ની ઉણપના કારણે વિશ્વમાં દર વર્ષે 250000 થી 500000 બાળકો અંધ બને છે અને તેમાંથી 50% જેટલા 2-4 વર્ષમાં મૃત્યુ પામે છે.આ બાબતને ધ્યાનમાં લેતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, કેટલીક આંતરરાષ્ટ્રિય સ્વૈચ્છિક સંસ્થાઓ અને સિંજેંતા નામની બાયોટેક કંપનીએ ભેગા મળી “ગોલ્ડન રાઈસ” નામની વિટામિન એ થી સમૃધ્ધ એવી ચોખાની જીનેટિકલી મોડીફાઇડ જાત વિકસાવવા મહા અભિયાન હાથ ધર્યું હતું.આ અભિયાન દાયકાઓ સુધી ચાલ્યું અને તેની પાછળ કરોડો ડોલર ખર્ચવામાં આવ્યા.અમેરિકા અને બીજા કેટલાક દેશની સરકારોએ પણ આ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અભિયાન માટે ઘણી મોટી રકમ આપી હતી પરંતુ વર્ષો વર્ષની મહેનત પછી તેમાં કોઈ જ સફળતા ન મળી.2018ના અંતમાં અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આ અભિયાન સમાપ્ત કરવાની અધિકૃત જાહેરાત કરી દીધી છે પરંતુ સવાલ એ થાય છે કે શક્કરિયા પોપઇયા ગાજર જેવા વિટામિન અ સમૃધ્ધ શાક કુદરતે આપણને આપ્યા હોવા છતાં આવી ઘેલછા શા માટે?
શક્કરિયાના કેટલાક સ્વાસ્થ્ય લાભો
1: તે પાચનને ઉત્તેજન આપે છે..
શક્કરિયા માં ફાઇબરની ઘણી ઊંચી માત્રા હોય છે..છાલ સહિત ખાવામાં આવે અને તેના રેસા જો કાઢી નાખવામાં ન આવે તો તે કબજિયાત મટાડે છે અને આંતરડાના કેન્સર નો પણ પ્રતિરોધ કરે છે.તેમાં એક ખાસ પ્રકારનો યિતશતશિંક્ષલ તફિંભિવ હોય છે જે આપણા શરીરમાં રહેતા આપણા માટે ફાયદાકારક બેક્ટેરિયા ને પોષણ પૂરું પાડે છે.એક મિડ્યમ સાઇઝ શક્કરિયા માં 6 ગ્રામ જેટલા ફાઈબર હોય છે.
2: તે આપણા હૃદયને સ્વસ્થ રાખે છે.
શક્કરીયાના ફાઈબર ફાઇબર એલડીએલ (ખરાબ) કોલેસ્ટરોલના સ્તરને ઘટાડે છે, જે રક્તવાહિનીના રોગને રોકવામાં મદદ કરે છે.
શક્કરિયામાં પોટેશિયમની માત્રા પણ વધુ હોય છે, જે બ્લડ પ્રેશર જાળવવા માટે આપણા શરીરમાં સોડિયમ સાથે રહી સંતુલન કાર્ય કરે છે.
તેમાં તાંબુ પણ વધારે છે, લાલ રક્તકણો બનાવવા અને હૃદયને સ્વસ્થ રાખવા માટે તે આવશ્યક ધાતુ છે. તાંબાના નીચા સ્તરને ઉચ્ચ હોમોસિસ્ટીન, બ્લડ પ્રેશર અને એલડીએલ કોલેસ્ટરોલના સ્તર સાથે પ્રત્યક્ષ સંબંધ છે.ભોજનમાં યોગ્ય રીતે શક્કરિયા લેવાથી આ સ્થિતિ નિવારી શકાય છે.
3.શક્કરીયામાં રહેલા ફાઇબર અને જટિલ કાર્બોહાઇડ્રેટ્સ બ્લડ સુગરને સ્થિર રાખવામાં મદદ કરે છે.
અને આપણને સંપૂર્ણ આત્મસંતોષ ની અનુભૂતિ કરાવે છે. શક્કરીયાની લગભગ તમામ જાતો માં કેટલાક એવા અન્ય પદાર્થો પણ શામેલ છે જે લોહીમાં સુગરને નિયંત્રણમાં રાખવામાં સહાયક બને છે.
2004ના ડાયાબિટીસ કેરમાં પ્રકાશિત એક વિસ્તૃત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ડાયાબિટીસ 2 ના દર્દીઓને સફેદ શક્કરિયા માંથી મળી આવતો “કાયપો” નામનો એક ખાસ પ્રકારનો જ્યુસ આપવાથી બ્લડ શુગર કુદરતી રીતે ઘટે છે અને તેનું સહજ નિયમન થાય છે.
4.રોગ પ્રતિકાર શક્તિ વધારે છે.
શક્કરીયામાં એન્ટીજ્ઞડ્ઢકિસડન્ટો ભરપૂર હોય છે જે શરીરમાં કોષીય નુકસાનને અટકાવે છે.
એક કપ શેકેલા શક્કરીયામાં માણસની દૈનિક જરૂરિયાતના 52% જેટલું વિટામિન સી હોય છે. તે જખ્મો રૂઝવે છે અને પેશીઓને નવજીવન આપે છે.
શક્કરીયામાં રહેલું વિટામિન અ શરીરમાં રોગપ્રતિકારક કોષો બનાવવામાં મદદ કરે છે જે ચેપ અને રોગને અટકાવે છે. તે ગાંઠ થતી અટકાવે છે. જાંબુડિયા શક્કરીયામાં વિશેષ પ્રકારના એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે સ્વાસ્થ્ય પ્રાપ્તિ સહજ બનાવે છે.
5. તે આંખો માટે ઉત્તમ છે.
શક્કરિયા માં એવા ઘણા પોષક તત્વો હોય છે જે આંખના આરોગ્ય અને દ્રષ્ટિના સુધાર સાથે જોડાયેલા છે.તેમાં કેટલાક સૌથી શક્તિશાળી કેરોટિનોઇડ્સ, આલ્ફા-કેરોટિન, બીટા કેરોટિન, લ્યુટિન અને ઝેક્ષાંથીન શામેલ છે.
બીટા કેરોટિન જ્યારે અન્ય કેરોટીનોઇડ્સથી અલગ રીતે ફૂડ સપ્લીમેંત દ્વારા મેળવવામાં આવે ત્યારે શરીરમાં તે અસંતુલન પેદા કરે છે. પરંતુ જ્યારે તે શક્કરિયા જેવા પ્રાકૃતિક ખોરાક રૂપે લેવામાં આવે ત્યારે તે કેન્સર અટકાવી શકે છે અને મટાડી પણ શકે છે કારણકે તેમાં જરૂરી એવા બીજા કેરોટીનોડ પણ શામેલ હોય છે.
2015 માં ફૂડ એન્ડ ન્યુટ્રિશન રિસર્ચમાં પ્રકાશિત એક અધ્યયનમાં કહેવાયું છે કે શક્કરિયા નું વિટામિન એ રેટિના ની ક્ષમતા વધારવામાં મદદ કરે છે.
તે મગજને ઇંધણ પૂરું પાડે છે.
શક્કરીયા ના ખાસ સંયોજનો મગજને શ્રેષ્ઠ કાર્ય કરવામાં મદદ કરે છે,તેમાં રહેલ કોલિન માનસિક વિકાસ અને નિર્વાહ માટે આવશ્યક પોષક તત્વ છે,આ તત્વ જ કોષો વચ્ચેના આંતરિક સંદેશ વ્યહાવારના તુક્ષવિંયતશત ને શક્ય બનાવે છે.
મગજના સ્વાસ્થ્ય માટે મેંગેનીઝ પણ મહત્વપૂર્ણ છે. તે ન્યુરોટ્રાન્સમિટર સાથે જોડાયેલું છે અને તે શરીરમાંથી વિદ્યુત તરંગો ને ઝડપથી વાહન કરવામાં મદદ કરે છે. એક કપ ધીમા તાપે શેકેલા શક્કરિયા માં દૈનિક જરૂરિયાતના 43% જેટલું મેંગેનિઝ હોય છે.
જાંબુડિયા શક્કરીયામાં વિશિષ્ટ એન્થોસ્યાનિન્સમ હોય છે જે યાદશક્તિ વધારે છે.
7. તણાવ અને ચિંતામાં રાહત આપે છે.
શક્કરીયા શરીર અને મસ્તિષ્ક ને આરામ આપે છે કારણકે તે મેગ્નેશિયમની માત્રામાં વધારો કરે છે. જે મગજને શાંત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. મેગ્નેશિયમની ઉણપ ડિપ્રેસન, મૂડમાં ખલેલ અને માથાનો દુખાવો સાથે જોડાયેલી છે.
મેગ્નેશિયમના અન્ય સારા સ્રોતોમાં એવોકાડોસ, લીંબુ,નાળિયેર, બદામ, બીયા, અને વિવિધ ભાજી છે.
8.શક્કરિયા માં રહેલા વિટામિન અ અને આયર્ન પ્રજનન શક્તિ વધારે છે..
9. શક્કરિયા માં કેન્સર સામે લડત આપતા એન્ટી ઓક્સિડન્ટ નો વિશાળ ખજાનો છે.
શક્કરિયા પાસે જે પ્રોટીન છે તે માહે 80% તાજ્ઞફિળશક્ષ નામનું પ્રોટીન છે.આ પ્રોટીન કેન્સર સામે લડવાની વિશેષ ક્ષમતા ધરાવે છે.બીજા અનેક રોગ સામે પણ તે અસરકારક લડત આપે છે.
જીભ, પિત્તાશય અને કોલોરેક્ટલ કેન્સરને અટકાવવા માટે તાજ્ઞફિળશક્ષ ના ઉપયોગથી ઘણા સારા પરિણામ મળ્યા છે. તે કેન્સર સેલની વૃદ્ધિને ધીમી કરવા અને મેટાસ્ટેટિક કેન્સરમાં કોષ સ્થળાંતર અને આક્રમણને ઘટાડવામાં પણ સક્ષમ હોવાનું જાણવા મળ્યું છે.
કેન્સરની રોકથામની બાબતે શક્કરીયાં ની છાલ, ખાસ કરીને જાંબુડિયાની જાતોની છાલ ખુબ અસરકારક છે.
2016 માં ન્યુટ્રિશન એન્ડ કેન્સરમાં પ્રકાશિત એક અહેવાલમાં શક્કરિયા ની છાલમાંથી મળતા એન્ટી ઓક્સિડન્ટ ને છાલમાંથી નીકળેલા એન્ટીજ્ઞડ્ઢકિસડન્ટ ને સ્તન, અંડાશય,આંતરડા પિત્તાશય ફેફસા અને ગળા ના કેન્સર સામે અત્યંત મજબૂત યોદ્ધા માનવામાં આવે છે.
મીઠી બટાટા આરોગ્ય લાભ
10. શક્કરીયા ખાવાથી બળતરા ઓછી થાય છે.
આ મુખ્યત્વે તેમના બીટા કેરોટિન, વિટામિન સી અને મેગ્નેશિયમના ઉચ્ચ સ્તરને કારણે છે. તેમની એન્ટીજ્ઞડ્ઢકિસડન્ટોની વિપુલતા અહીં પણ ફાયદો કરે છે.
એક ખાસ એન્ટી ઓક્સિડન્ટ જે જાંબુડિયા શક્કરિયા માં હોય છે તેને સાયનાડીન કહેવામાં આવે છે. સાયનીડિન ખાસ કરીને પાચનતંત્ર માટે રીતસર નું એક વરદાન છે.
લેખક; ડો.મનીષ આચાર્ય ( ગઉઉઢ )