ડૉ. કૌશિક ચૌધરી
કેટલાક રાજકીય લોકો અને સંગઠનો સનાતન ધર્મના મૂળ સિદ્ધાંતો માટે મોટો ખતરો…
- Advertisement -
આજે ગુજરાતના એક હિસ્સાથી એક યુવાન સોફ્ટવેર એન્જિનિયરનો ફોન આવ્યો. તેણે કહ્યું, “હું તમને ફેસબુક પર ફોલોવ કરતો થયો છું. મારે થોડી મદદ જોઈએ છે. મારો પરિવાર આપણો રેગ્યુલર સનાતની છે, પણ પાંચેક વર્ષ પહેલાં મારા લગ્ન થયા અને એ પરિવાર આખો સ્વામી સંપ્રદાયમાં માનતો હતો. એ વખતે તો આવી કંઈ ખબર નહોતી આપણને. એમ જ હતું કે આ પણ આપણા જ કોઈ છે. પણ મારી વાઇફને પ્રેગ્નન્સી રહી એટલે તે કહેવા લાગી કે ’આપણે છોકરો થશે તો આપણે તેને સ્વામિનારાયણનો સાધુ બનાવીશું. બાળપણથી જ તેને સત્સંગમાં નાખીશું.’ મેં એનો સીધો વિરોધ કરવાના બદલે અલગ રીતે કહ્યું, ’નહીં, એવું નક્કી ના કરાય. આપણે તેને આધુનિક શિક્ષણ આપીશું, અને બધા ધર્મોની સમજ આપીશું, અને કોલેજ કરી રહેશે પછી એને જે કરવું હશે એ કરશે.’ પહેલાં મને લાગ્યું કે આ ખાલી સામાન્ય વાતો છે. પણ ધીરે ધીરે એ વાતો સિરિયસ થવા લાગી, જાણે સંતાન જન્મે એ પહેલાં તે અમારા પરિવારથી એની બાંયધરી માંગી રહી હતી. અમે થોડો વધુ વિરોધ કર્યો તો ઘરમાં બીજી બધી વાતે ખોટા ખોટા ઝઘડા કરી પિયર જતી રહી અને પાછી ન આવી. અમે ત્યાં ગયા તો તેનું આખું ઘર એવી વાતો કરતું હતું. એ પાછી તો ન આવી, અને હવે તો મારા પર ખોટા ખોટા આક્ષેપ મૂકી નોટિસો મોકલાવે છે. કોર્ટમાં જઈએ તો એમના વકીલો પણ એજ ટીલકા હોય છે.’
મેં જવાબ આપ્યો, ‘સમજી ગયો. તમે એમના માટે એક કુસંગી પરિવાર છો, જેને સત્સંગી એ બનાવી નથી શકી. કમસે કમ એને હવે બાંયધરી જોઈએ છે કે તમારું સંતાન તો સત્સંગી જ બનવું જોઈએ, જેનો અર્થ છે કે તમારું સંતાન સનાતન ધર્મના ઈશ્ર્વરોને ભગવાન નહીં માને, સહજાનંદને જ એકમાત્ર પૂજવા યોગ્ય સર્વોપરી ભગવાન માનશે, અને આપણા વૈદિક ઈશ્ર્વરોને તેના સેવક માની ડગલે પગલે અપમાનિત કરશે.’
‘બિલકુલ સાચું.’ સનાતની યુવકે કહ્યું. ‘આ બધું થયું એટલે મારી સમજમાં જ નહોતું આવતું, પછી મને કોઈએ તમારા આર્ટિકલ મોકલ્યા અને એ વાંચીને હું સમજ્યો. હવે હું તમને ફેસબુક પર ફોલોવ પણ કરું છું. મારે આ સંપ્રદાય પર કેસ કરવો છે, તેણે મારું ઘર ભાંગ્યું છે. મેં તમારા પાસે એજ માર્ગદર્શન મેળવવા ફોન કર્યો કે એ કેવી રીતે કરી શકાય? આપણે વ્યક્તિગત રીતે એ કરી શકીએ કે નહીં?’
હવે, મેં આખી વાત સમજાવી. ‘સી. તમે આવા એકલા નથી. છેલ્લા બે વર્ષમાં અમે આવા અનેક ફોન, મેસેજ અને ઇમેઇલ રીસીવ કર્યા છે જ્યાં આવા જ કિસ્સા સાંભળવા મળ્યા છે. અમને એવું લેખિતમાં લખીને મોકલવાવાળા પણ મળ્યા છે કે ‘આ લોકો અમને (તેમના અનુયાયીઓને) વૈદિક ઈશ્ર્વરોને માનતા સનાતનીઓથી લગ્ન કરવાની ભલામણ કરે છે, જેથી અન્ય એક પરિવારને સંપ્રદાયમાં લાવી શકાય.’ મારી તમને સલાહ એજ છે જે મેં અમેરિકાના બે પટેલ છોકરાઓને આપી હતી. પોતાનું ઘર સાચવી લો. પોતાની જાતને સનાતની બતાવી ઘરમાં ઝગડવાનું બંધ કરી દો. પોતાની જાતને નાસ્તિક, રેશનાલીસ્ટ જેવા બતાવી દો જેને ઇશ્ર્વરના અસ્તિત્વ વિશે શંકા છે, અને જે સત્યની આધ્યાત્મિક શોધમાં છે. વેદાંત અને ગીતાની ફિલસૂફી અને આધુનિક વિજ્ઞાનની વાત કરો, પણ બધા સાકાર ઈશ્ર્વરને અને તેમના આવા પ્રતિનિધિઓને નકારવાનું કામ કરો. ઘરમાં સહજાનંદ સામે રામ, કૃષ્ણ અને શિવની તરફદારી કરીને લડવા જશો તો આજે નહીં તો કાલે ડાઇવોર્સ જ થશે. એમનું લક્ષ્ય તમારા સંતાનોને સર્વોપરી સહજાનંદના સત્સંગી બનાવવાનું છે, એટલે એમને એ મિશન પાર પાડવામાં શંકા જશે ત્યારે એ સંતાનોને લઈને જતા રહેશે. આ બહુ કોમન પેટર્ન છે. રેશનાલીસ્ટ, નાસ્તિક અને સત્ય શોધક બનીને સંતાન પાસે ટકી રહેશો તો એને સહજાનંદ સાથે તમારો બીજો અભિગમ આપવા લાયક રહેશો, હોઇ શકે સંતાનને આગળ જતાં તમારી વાત સાચી લાગે અને એ એના મોસાળ પક્ષનો જ વિરોધ કરવા લાગે. હું આવા પાંચ છ કેસ સાંભળી ચૂક્યો છું જ્યાં કાં તો સ્ત્રીનું પરિવાર સંપ્રદાયનું છે, કાં તો પુરુષનું અને સામેવાળા સનાતની છે. પુરુષનું પરિવાર સંપ્રદાયનું હોય તો તો સ્ત્રી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી, એનું સંતાન સનાતની ભગવાનોના નામે ગયું સમજવું. તમે પુરુષ છો તો તમારી પાસે આ એક વિકલ્પ છે. જ્યાં સુધી સંપ્રદાય પર કેસ કરવાનો વિચાર છે, એ લોકો આ ધર્માંતરણની વાતને સાબિત નહીં થવા દે. એ તમારા પર જ નવા નવા આક્ષેપ મૂકી વાતને ત્યાં જ લઈ જશે.’
યુવકે પૂછ્યું, ‘એ સિવાય સંપ્રદાય પર મારે કે આપણા જેવા લોકોએ વ્યક્તિગત રીતે કેસ કરવો હોય તો?’
ઘરમાં સહજાનંદ સ્વામી સામે રામ, કૃષ્ણ અને શિવની તરફદારી કરીને લડવા જશો તો આજે નહીં તો કાલે ડાઇવોર્સ જ થશે, એમનું લક્ષ્ય તમારા સંતાનોને સર્વોપરી સહજાનંદના સત્સંગી બનાવવાનું છે, એટલે એમને એ મિશન પાર પાડવામાં શંકા જશે ત્યારે એ સંતાનોને લઈને જતા રહેશે, આ બહુ કોમન પેટર્ન છે
મેં એને જાણકારી આપી, “અમે લોકોએ સમાજમાં જાગૃતિ લાવી અને સંતોને આશ્રમે ફરી ફરીને આ સંકટથી માહિતગાર કર્યા હતા. એ જાગ્યા પણ ખરા, પણ સરકાર અને હિંદુ સંગઠનોએ તેમને કોઈના કોઈ રસ્તે સમજાવી ઠારી દીધા. અમે દબાણ બનાવી રાખ્યું તો શંકરાચાર્યજીની અધ્યક્ષતામાં ટ્રસ્ટ પણ બની. પણ એક આખું વર્ષ કંઈ ન થયું. જલારામ બાપા અને દ્વારિકાધીશ વાળો વિવાદ થયો એટલે ફરી લોકો અમને કહેવા લાગ્યા કે તમે નેતૃત્વ લો, આપણે ટ્રસ્ટ બનાવી કેસ કરીએ. તો મેં ના પાડી અને કહ્યું કે આપણે જઈશું તો સંતોની ઇજ્જત જશે. આપણે એમને જ જગાડીને સમિતિ દ્વારા આ કાર્ય કરવું જોઈએ. અમે ફરી સંતોની એ સમિતિને મળ્યા અને લીગલ એક્શન લેવા દબાણ કર્યું. શંકરાચાર્યજી તૈયાર જ હતા, પણ એકલા પડતા લાગેલા કારણકે બાકી બીજા ઘણા સંતો વાતને સરકાર અને સંગઠનોના ઇશારે ઠરેલી રાખવા માંગતા હતા. એટલું જ નહીં એજ સમય દરમિયાન સંપ્રદાયને ફરીથી હિન્દુઓમાં સ્વીકાર્ય બનાવવા હિંદુ સંગઠનો કાર્ય કરી રહ્યા હતા. પણ આ વર્ષે માર્ચ મહિનાના વિવાદ પછી સમાજના દબાણથી સંતોની સમિતિએ અમને વકીલ અને પીટીશન તૈયાર કરવા કહ્યું. એ બધું તૈયાર કરી અમે પાછી સમિતિ પાસે શરૂઆતી ખર્ચ એકઠો કરવા ગયા, તો મહિના સુધી ટહેલાવવામાં આવ્યા. એ ખર્ચ શંકરાચાર્યજીએ પોતાના તરફથી આપી વાત આગળ વધારવા પ્રયાસ કર્યો તો ટ્રસ્ટ તરફથી ઠરાવ પર સહી કરવા સંતોની એક મિટિંગ બોલાવવાની જરૂર પડી. મહિનાઓ સુધી અનેક સ્થાને અનેક ફોન થયા પછી પણ એ એક મિટિંગ ન થઈ. પણ એ બધા સંતો હમણાં થોડા દિવસ પહેલા એક સાથે પીએમની ’મન કી બાત’ સાંભળવા એકઠા જરૂર થયા અને એવા ફોટા પાડીને પણ મૂક્યા.
- Advertisement -
આ બધાથી શંકરાચાર્યજી સહિત અમુક સંતો સમજી ગયા કે એ સમિતિથી કંઈ થવાનું નથી. અમે સ્વતંત્ર કાર્ય હાથ ધર્યું, તો શંકરાચાર્યજી સહિત એ બધા સંતો અને મારા જેવા સંસારીઓને પણ મળવા માટે નાના મોટા માણસો મોકલાયા. અમે એમના કુતર્ક ફગાવી દીધા અને કામ આગળ વધારવાનું ચાલુ રાખ્યું. પણ સારા વકીલ માટે હજી પણ સંઘર્ષ છે. વકીલ બાબતે અંદરખાને ઘણું થયું જે કહેવાય એમ નથી, પણ ગુજરાતનો કોઈ મોટો વકીલ કેસ લડવા તૈયાર થતો નથી, કારણકે બધા માને છે કે આમના વિરુદ્ધ કેસ લડવાથી સરકાર અને હિંદુ સંગઠનોનું દબાણ આવશે અને તેમને નુકશાન કરાશે. હિંદુ ધર્મના નામે ચરી ખાનાર એ કોઈ સંગઠનોનો માણસ હજી સનાતનીઓને એમ કહેવા નથી આવ્યો કે ’આવો, અમે તમને યોગ્ય વકીલ શોધી આપીએ અને તમને સુરક્ષિત કરીએ. અમે તમારા સાથે છીએ.’ અને આવે તો પણ વકીલ શોધવામાં એ ધ્યાન રાખવું જરૂરી છે કે એ આમના તરફી ન હોય અને ખરા સમયે આપણા વિરુદ્ધ ખેલ કરવા ન કરવાનો હોય. આ બધી વાતોથી સનાતન ધર્મના શીર્ષ સંતો સાથે હોવા છતાં લીગલ કાર્યવાહીની શરૂઆત લંબાતી જાય છે, અને એમાં સમય એમનો એમ વીતવાથી પેલા હિંદુ સંગઠનોના લોકો જે પહેલા છુપા છુપા આમના સ્થાનોએ કાર્યક્રમો કરતા હતા અને છપ્પન ભોગ લેતા હતા, તે હવે એ સ્થાનોએ કાર્યક્રમ કરી પોતાના ફોટા મૂકતા થઈ ગયા છે. એ જાણીને અને માનીને કે સનાતન ધર્મના આરાધ્%E



