પ્લોટ વેચીને કરોડો ઊભા કરવાની દરખાસ્તમાં ગોટાળાનો આક્ષેપ
ખાસ-ખબર સંવાદદાતા
રૈયા ટી.પી.ની 5388 ચો.મી. કિંમતી જમીનને વેચી નાખવા માટે મૂકાયેલી હેતુફેરની દરખાસ્ત સામે વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ ગરબડ અને ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી હતી.
વિપક્ષી નેતા અને કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપુતે જણાવ્યું હતું કે આખરી નગર રચના યોજના નં. 4 રૈયાની દરખાસ્ત અનુસાર રાજકોટ મહાનગરપાલિકાને હોસ્પિટલ બનાવવા માટે અનામત હેતુ માટે પ્રાપ્ત થયેલ અંતિમ ખંડ નં. 407ની જમીન ચો.મી. 5388.00ને ‘વાણિજ્ય વેચાણ’ હેતુ માટે હેતુફેર કરવા આ પ્લોટ ભૂતકાળમાં જે ભાજપના ડોકટર સેલના આગેવાનો ડોકટરોને વેચાણ કરેલ હતો પણ મળેલ માહિતી મુજબ આ જ લોકોની સાથે મિલીભગત કરી હોસ્પિટલ અનામત હેતુનો પ્લોટ વાણિજ્ય હેતુના પ્લોટમાં હેતુફેર કરીને ભાજપના આગેવાનોને લાભ કરાવી દેવાની ગરબડ જણાય છે. વધુમાં ભાનુબેન સોરાણી અને મહેશભાઈ રાજપુતે જણાવ્યું છે કે રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ફકત આરોગ્ય કેન્દ્રો જ બનાવવાની કામગીરી કરેલ છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ લોકોના આરોગ્યની સુખાકારી માટે એક સારી મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ બનાવવી જોઈએ અને લોકોને વિનામૂલ્યે અથવા નજીવા દરે આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તેવા શુભ આશયથી કલ્યાણકારી કામગીરી કરવી જોઈએ, નહીં કે ભાજપના મળતિયા બિલ્ડરોને ખટાવવા માટે હોસ્પિટલ બનાવવાનો અનામત હેતુનો પ્લોટ વહેંચવો ન જોઈએ.
- Advertisement -
વિપક્ષી નેતાએ હેતુફેરને બદલે હોસ્પિટલ બનાવી ગરીબોને રાહત આપવા કરી માગણી

રેલવેની જમીન વેચાણની પેરવી પણ કૌભાંડ: કોંગી કોર્પોરેટર
રાજકોટમાં જ રેલવે પાસે રહેલ 32635 ચોરસ મીટર જમીન છે જેની અંદાજિત કિંમત રૂા. 60થી 65 કરોડ થાય છે તે જમીન પણ 99 વર્ષના પટ્ટે બિલ્ડરોને આપી દેવાની તૈયારીમાં છે. તેમાં ગરબડ જણાતી હોવાનું કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું. બેન્કો પણ કરોડોના કરજમાં ડૂબી છે તેને પણ બારોબાર કરી દેવાની હિલચાલ છે જે ગરીબોના નાણા ડુબાડનારી બની રહેશે.


