ઇન્ટેલિજન્ટ ક્રાઇમની આ ફિલ્મમાં વિજય સાગાંવકરને જોવાની મજા જ આવશે’
‘દૃશ્યમ’ જેવી થ્રિલની અપેક્ષા એ ઘણી ઉણી ઉતરતી આ ફિલ્મ સતત જકડી રાખે એવા તંતુથી દર્શકને બાંધી નથી શકતી
- Advertisement -
મૂળ મલયમલમાં બનેલી ‘દૃશ્યમ 2’ની રિમેક અને ‘દૃશ્યમ’ની સિકવલ દૃશ્યમ 2’ સંપૂર્ણપણે ‘દૃશ્યમ’ની કનેક્ટેડ સ્ટોરી છે. ‘દૃશ્યમ’જોયું હશે એ બધા વિજય સાલગાંવકર સહિતના પાત્રો અને વાર્તાથી પરિચિત હશે.
શરૂઆત, વિજય સલગાવકાર પોલીસ સ્ટેશનમાં છોકરાનો મૃતદેહ દફન કરે છે એ સીનથી દૃશ્યમ 2ની શરૂઆત તો નહીં પણ સ્ટોરીનું થીમ કંન્સ્ટ્રક્શન થાય છે. અહીં વાર્તા ‘દૃશ્યમ’થી સાત વર્ષ આગળ ચાલે છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ ખૂબ જ ધીમો અને લગભગ લગભગ ‘દૃશ્યમ’માં જોઈ ચુક્યા છીએ એ જ વાતો છે. લગભગ બીજા કે ત્રીજી સિક્વન્સમાં જ એ બતાવી દેવામાં આવે છે કે વિજય સાલગાંવકરને બાંધકામ ચાલુ હતું એ પોલીસ સ્ટેશનમાં મૃતદેહ દફનાવતો કોઈ એક વ્યક્તિએ જોયૌ છે બીજું, પૂર્વ પોલીસ અધિકારી મીરા દેશમુખ અને મૃતકની માતા હજુ સાત વર્ષ પછી પણ સતત વિજય પર નજર રાખી રહી છે. તેમ છતાં સ્ટોરીને આગળ ધપાવવામાં ફર્સ્ટ હાફ આખો ખવાઈ જાય છે. જે પણ નવું બને છે એ સેક્ધડ હાફમાં જ બને છે અને ખાસ કરીને છેલ્લી વીસેક મિનિટમાં…
ડિરેકટર અભિષેક પાઠકની ડિરેક્શન જોઇને દૃશ્યમ’ના ડિરેકટર નિશિકાન્ત કામતના ટચની સતત ખોટ વર્તાય છે. ઉપર કહ્યું તેમ, સસ્પેન્સ પિક્ચર છે છતાં કુતુહલ કે સસ્પેન્સની ફિલ નથી આવતી. વળી, અંત શું આવશે એ તરફ ફિલ્મનો હીરો પહેલથી અંગુલીનિર્દેશન કરી દે છે. વિજય સાલગાવકરે સાત વર્ષમાં ઘણી પ્રગતિ કરી છે. એક થિયેટરનો મલિક અને ફિલ્મ પ્રોડ્યુસર છે. એ નવી ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે જેની સ્ટોરી ડિસ્કશનમાં એ રાઇટર સાથે સંવાદ કરે છે કે, અંત મેં હીરો પકડા જાયેગા તો પબ્લિક કો મજા નહિ આયેગા,
- Advertisement -
અજય દેવગણની મજબૂત સશક્ત એક્ટિંગ અને કંઈક અંશે ફિલ્મની વાર્તા ખુદ, ફિલ્મનું મોટું જમાપાસુ છે
સસ્પેન્સ ફિલ્મ ‘મેં મજા તો તબ આયેગા જબ હીરો પર ઇલઝામ સાબિત ન હો પાયે ઓર વો છૂટ જાયે….!’ ‘દૃશ્યમ’ જેવી થ્રિલની અપેક્ષા એ ઘણી ઉણી ઉતરતી આ ફિલ્મ સતત જકડી રાખે એવા તંતુથી દર્શકને બાંધી નથી શકતી.લેખક-નિર્દેશક મેઇન સ્ટોરીલાઈન પર આવવાના બદલે દૃશ્યમ’નાં સાત વર્ષ આપણે જોઈ ચૂક્યાં છીએ એ જુના જાણીતા વાતાવરણમાં ફેરવ્યા કરે છે. અલબત્ત એટલો રોમાંચ રહે છે કે પોલીસ વિજય સાલગાંવકરને કેવી રીતે ગુનેગાર સાબિત કરશે અને વિજય સાલગાંવકર શું કરશે? મૂળ મલયાલમ વાર્તા જીતુ જોસેફની છે જેની પટકથા અભિષેક પાઠક અને સહલેખક આમિલ કિયાનખાન છે
અજય દેવગણની મજબૂત શશક્ત એક્ટિંગ અને કંઈક અંશે ફિલ્મની વાર્તા ખુદ, ફિલ્મનું મોટું જમાપાસુ છે. દ્રશ્યમ’ની જેમ અહીં વિજયના કુટુંબના સભ્યોને હિસ્સે ખાસ કશી એક્ટિંગ નથી આવી. દ્રશ્યમ’ની એ ફેમિલી સિક્વન્સીસ અહીં મીસ થાય છે. અલબત્ત, સાત વર્ષ પછી બધા પાત્ર હૂબહૂ, દ્રશ્યમ’માં લાગતા હતા એવાં ને એવાં જ લાગે છે જેથી એમની સાથે રિલેટ કરી શકાય છે. નવા આવેલા પોલીસ અધિકારી તરુણ(અક્ષય ખન્ના) દમદાર તો છે પણ વધુ અસરકારક સાબિત નથી થતા. ઘણી ફિલ્મોમાં હોય એવી પોલીસ અને શાતિર દિમાગ અપરાધી જેવી દમદાર સિક્વન્સ વિજય અને તરુણ વચ્ચે નથી બતાવી. બન્ને પાત્રોની શશક્ત ટક્કર અપેક્ષિત હતી પણ, દ્રશ્યમ’ની જેમ અહીં પોલીસ-વિજય અને વિજયના કુટુંબની ટક્કર જોવા નથી મળતી.
સેક્ધડ હાફમાં પોલીસ ચેપટર, કોર્ટ મેટર અને વિજયનું પૂરું પ્લાનિંગ ત્રણેય મિક્સ અપ કરીને ફટાફટ બતાવી દીધું હોય એવી ખીચડી થઈ છે. શ્રેયા શરણ રૂપાળી ઢીંગલી જેવી બે દીકરીની નાદાન માના રોલમાં જામે તો છે પણ સત સાત વર્ષ ભયના ઓથારમાં રહેવા પછી કોઈ વ્યક્તિ મૂર્ખામીની હદ સુધી નાદાન બતાવવી એ સ્ટોરીનો દોષ છે.
મીરા દેશમુખ(તબ્બુ) અને તેના પતિ(રજતકપુર)મસ્ત… સૌરભ શુક્લાનું પાત્ર અધકચરું પણ અભિનય એઝ ઓલવેઝ દમદાર! અજય દેવગણ સબ સે બેસ્ટ .ટોટલી ફેમિલીમેન, ગંભીર, મૌન અપરાધી હોવા છતાં ગમી જાય એવું પાત્ર..આંખ હી બોલતી હૈ…!
મ્યુઝિક અને સિનેમેટોગ્રાફી (સુંધીર ચૌધરી)ની વાત કરીએ તો સતત બોઝીલ, ગ્લુમી બેકગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ સ્કોર…. સતત ભયના ઓથાર નીચે જીવતું સાલગાવકરનું કુટુંબ અને માયુસીનો માહોલ એક હદે દર્શકોને બેચેન કરી મૂકે છે. અલબત્ત, રમણીય ગોવા જોવું ગમશે. ગીત સંગીતમાં ખાસ મજા આવે એવું કશું નથી. જે દેખાય છે એ નહિ, તમે શું જુઓ છો એ મહત્વનું છે.. વિજયની આ ટેગલાઈન ફિલ્મની સ્ટોરીનું બીજ છે.દર્શકો પણ જાણે છે વિજયે લાશ ક્યાં સંતાડી છે.પોલીસ વિજયને પકડી પણ લે છે , પરંતુ હવે આગળ શું એ જ આ ફિલ્મનું સેન્ટર છે. અહીં જોવાનું એ છે કે જે કંઈપણ ભવિષ્યમાં બનવાનું છે, એ કેવી રીતે બનશે એનો પ્લાન વિજય એક્ઝીક્યુટ કરે છે અને પોલીસ કોર્ટ સહિત તમામને ક્ધવીન્સ કરાવે છે! પોલીસને એમ છે કેસાત વર્ષથી એ વિજય પર નજર રાખી રહી છે પણ હકીકતમાં વિજયની નજર સતત પોલીસ પર અને આવનાર ખતરા પર છે!
મગજ લગાવશો તો સ્ટોરીમાં ઘણાં સવાલ ઉભા થશે. સસ્પેન્સ સ્ટોરીમાં ઘણાબધાં ડ્રોબેક છે. ફોરેન્સિક લેબમાં સીસીટીવી કેમેરા ન હોય, મૃતદેહ બદલાઈ જાય તો ક્યાંથી બદલાયો છે એ સંભવિત જાણ હોવા છતાં પોલીસ એક્શનમાં ન આવે… વગેરે વગેરે ઘણું છે પણ હું એની સ્પષ્ટ વાત કરું તો દર્શકો માટે સ્પોઇલર સાબિત થશે.
ટૂંકમાં જોવા જશો તો ગમશે જ પણ, મગજ ઘરે મૂકીને અને ‘દૃશ્યમ’ને ભૂલીને જશો તો જ….