લઠ્ઠાકાંડની તપાસમાં એમોસ કંપનીના માલિક સમીર પટેલને લૂકઆઉટ નોટિસ ઇશ્યૂ
સમીર પટેલ સામે સમન્સ નીકળ્યા બાદ પોલીસ સમક્ષ હાજર ન થયો : વિદેશ ભાગી ન જાય તે માટે એરપોર્ટ ઓથોરિટીને સૂચના અપાઈ
- Advertisement -
સૌપ્રથમ ‘ખાસ-ખબર’એ ફોડ્યો હતો સમીર પટેલનાં પાપનો ભાંડો
50થી વધુ લોકો ભોગ લેનાર લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર સમીર પટેલ સામે સદોષ માનવવધના ગુનાહિત કૃત્યની ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. એમોસ કંપનીના માલિક સમીર પટેલ સામે લૂક આઉટ નોટિસ જાહેર કરાઈ છે. સમીર પટેલ દેશ છોડી ભાગી ન શકે તે માટે તમામ એરપોર્ટ પર સૂચના અપાઈ ગઈ છે. આટલું જ નહીં સમીર પટેલની એમોસ કંપનીનું લાયસન્સ પણ રદ્દ કરી દેવામાં આવ્યું છે. લઠ્ઠાકાંડ મામલે સમન્સ ઇશ્યૂ થયા બાદ સમીર પટેલ હાજર ન રહેતા પોલીસ દ્વારા મોટી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. લઠ્ઠાકાંડ જે કંપનીમાંથી આવેલા કેમિકલથી થયું હતું તે એમોસ કંપનીમાં તપાસનો રેલો પહોંચ્યો છે. જઈંઝ દ્વારા એમોસ કંપનીના ચારેય ડિરેકટરના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. એમોસ કંપનીના ચારેય ડિરેક્ટરો સામે લુકઆઉટ નોટિસ જાહેર થઈ છે. જઈંઝના સર્ચ ઓપરેશનમાં બે ડાયરેક્ટર ફરાર છે.
એમોસ કંપનીમાંથી ગેરકાયદે કેમિકલ સપ્લાય થતું હતું
- Advertisement -
અમદાવાદના પીપળજ ખાતે આવેલી સમીર પટેલની એમોસ કંપની દ્વારા ચાંગોદરની ફિનાર કંપનીમાંથી બલ્કમાં કેમિકલનો જથ્થો મેળવીને તેને અઢી લીટરના પેકમાં વિવિધ લેબોરેટરી અને કંપનીઓમાં વેંચાણ કરવામાં આવતું હતું. હાલ ચાલી રહેલી તપાસમાં ખોટા બિલ બનાવીને જથ્થો બારોબાર દારૂ બનવાવા માટે પણ અગાઉ પણ સપ્લાય કરાયાનું કંપનીના કર્મચારીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે.તો આ સાથે ફિનારમાંથી આવેલા જથ્થા અને બહાર મોકલવામાં આવતા સ્ટોકમાં પણ મોટો ફેર આવતો હોવાથી સમીર પટેલદ્વારા કોઇ ચોક્કસ કૌભાંડ ચલાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. અત્યંત જોખમી ગણાતા આ કેમિકલની સપ્લાય સાથે તેનો નિયત પ્રમાણમાં સ્ટોક રાખવો જરૂરી હોય છે. જે નિયમોને નેવે મૂકીને સમીર પટેલે તેમને ત્યાં કામ કરતા માણસોની મદદથી જ ગેરકાયદે વેપલો શરૂ કર્યો હતો. જો કે હવે લઠ્ઠાકાંડ બાદ સમીર પેટેલની પોલ ખુલી જતા તેના વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવા માટે પોલીસે એક્શન પ્લાન બનાવી લીધો હોવાનું જાણવા મળ્યું છે.
એમોસ કંપની દ્વારા રોજેરોજનો કેમિકલ અંગેનો રિપોર્ટ સબમિટ કરવામાં ન આવતા ગુનાઈત બેદરકારીની કાર્યવાહી
એમોસ કંપનીનો મુખ્ય ડિરેક્ટર સમીર પટેલ ફરાર થઈ ગયો છે. જઈંઝની ટીમે ડાયરેક્ટરના પરિવારના લોકોની પણ પૂછપરછ કરી છે. સમીર પટેલને જઈંઝ દ્વારા સમન્સ પાઠવાયું છે. તો ચારેય ડિરેક્ટરો સામે લુકઆઉટ નોટિસ જાહેર થઈ છે. સમીર પટેલ ઉપરાંત ડાયરેક્ટર રણજીત ચોકસી પણ ફરાર છે. જઈંઝ ની ટીમે રંજીત ચોક્સીના ઘર બહાર નોટિસ લગાવી છે. જોકે, ડિરેક્ટર પંકજ પટેલ અને ચંદુ પટેલ ઘરે મળી આવ્યા હતા. જઈંઝ એ બંને ડિરેક્ટરને પુરાવા લઈ હાજર થવા સમન્સ આપ્યુ છે. કંપનીમાં જેટલું કેમિકલ આવતું હતું અને પ્રોસેસ થઇને જતું હતું તે બધી જ બાબતોની વિગતોની યાદી તૈયાર કરી સંલગ્ન ડિપાર્ટમેન્ટમાં સબમિટ કરવાની હોય છે પરંતુ એમોસે આવી કોઈ જ વિગતો ડિપાર્ટમેન્ટમાં સબમિટ નહીં કરી ગુનાઈત બેદરકારી દાખવી હતી. આ ઉપરાંત જો પોતાની કંપનીમાંથી કેમિકલ ચોરાયું હોય કે ગુમ થયું હોય તે કંપનીના સંચાલકો દ્વારા તેની તાકીદે પોલીસ કે સંલગ્ન વિભાગને જાણ કરવાની હોય છે. જે પણ ડિરેક્ટરોએ કરી નહોતી. આ અંગે પોલીસ અધિકારી નિર્લિપ્ત રાયે સમન્સ પાઠવ્યા બાદ એમોસના સંચાલકો સમીર પટેલ, ચંદુ પટેલ, પંકજ પટેલ અને રજિત ચોક્સી પોલીસ સમક્ષ હાજર થયા નથી. આ વગદાર ડિરેક્ટરો વિદેશ ભાગી જાય નહીં તે માટે પોલીસે લૂકઆઉટ નોટિસ ઇશ્યૂ કરી દીધી હોવાનું જાણી શકાયું છે.
સમીર પટેલ ગુજરાત બહાર ભાગી ગયો હોવાની શક્યતા
બરવાળા-ધંધુકામાં થયેલા લઠ્ઠાકાંડની ઘટનામાં એક સાથે 600 લીટર મિથેલોન કેમિકલ કંપનીના કર્મચારીએ જ ચોરી કરીને બુટલેગરોને આપ્યાની થિયરી હવે શંકાના ઘેરાવામાં આવી છે. સાથેસાથે નશાબંધી અને આબકારી વિભાગના દરોડામાં કંપનીમાંથી આઠ હજાર લીટર જેટલો મોટો જથ્થો પણ સીલ કરાયો હતો. એમોસ કંપનીના માલિક સમીર પટેલ દ્વારા કોઇ ચોક્કસ કૌભાંડ ચલાવવામાં આવતું હોવાની પોલીસની આશંકા મજબૂત બની છે. બીજી તરફ સમીર પટેલને રાજકીય પીઠબળ આપનારા મંત્રીઓ અને નેતાઓએ પણ હાથ ઉંચા કરી લેતા હવે સમીર પટેલ પર લઠ્ઠાકાંડ કાંડ ઉપરાંત ધંધામાં ગેરરીતિનો કરવાનો ગાળિયો પણ મજબૂત બન્યો છે. જેના આધારે આગામી દિવસોમાં પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવશે. તેવા સંકેત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આપ્યા છે. લઠ્ઠાકાંડ બાદ સમીર પટેલને રાજકીય ઇશારે ગુજરાત બહાર મોકલી દેવાતા તેને પકડવા માટે પોલીસને ભારે કવાયત કરવી પડે તેવી શક્યતા છે.