સુષ્મિતા સેને ટ્રોલર્સને આપ્યો તમતમતો જવાબ.. લલિત મોદી સાથે રિલેશનશિપને લઇને સોશિયલ મીડિયામાં થઇ રહી છે ટ્રોલ
લલિત મોદી સાથે અફેરને લઇને લાઇમલાઇટમાં આવેલી બોલિવુડ અભિનેત્રી અને પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન જબરદસ્ત ટ્રોલ થયા બાદ ટ્રોલર્સને તમતમતો જવાબ આપ્યો છે. 10 વર્ષ મોટા બિઝનેસમેન લલિત મોદીએ સુષ સાથે રિલેશનમાં હોવાનુ ઓફિશ્યલી એનાઉન્સમેન્ટ કર્યુ હતુ જે બાદ ખૂબ ટ્રોલ થઇ. પૈસા લાલચી, ગોલ્ડ ડિગર જેવા શબ્દો સુષ્મિતા માટે કહેવામાં આવી રહ્યા હતા. જેને લઇને સુષ્મિતા સેને લાંબી લચક પોસ્ટ લખીને ટ્રોલર્સ પર ભડાસ કાઢી.
- Advertisement -
ટ્રોલર્સ પર ભડકી સુષ્મિતા, લખી લાંબી લચક પોસ્ટ
સુષ્મિતા સેને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરતા લખ્યુ કે છેલ્લા ઘણા દિવસોથી મારુ નામ ગોલ્ડ ડિગર, પૈસાની લાલચી કહીને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. મારી ભારે ટીકા થઈ રહી છે. પરંતુ મને આ ટીકાકારોની બિલકુલ પરવા નથી. હું સોના નહી પરંતુ હીરાની પરખ કરવાની આવડત છે મારામા. આવા સંજોગોમાં કેટલાક બુદ્ધિ જીવીઓ દ્વારા ગોલ્ડ ડીગર કહેવુ એ તેમની નિચલી માનસિકતા દર્શાવે છે. આવા તુચ્છ લોકોને છોડીને મારા શુભચિંતકો અને પરિવારજનોનું પુરુ સમર્થન છે. કેમ કે હું સૂર્યની જેમ છું જે પોતાના અસ્તિત્વ અને વિવેક માટે હંમેશા ચમકતુ રહેશે.
- Advertisement -
View this post on Instagram
લલિત મોદીએ શેર કર્યા હતા ફોટો
IPLના પૂર્વ ચેરમેન લલીત મોદી અને સુષ્મિતા સેને લગ્ન કરી લીધા હોવાના સમાચાર વહેતા થયા હતા. પરંતુ આ એક માત્ર અફવા નીકળી. કારણ કે હાલમાં અભિનેત્રી સુષ્મિતા સેન અને IPL પૂર્વ ચેરમેન લલિત મોદી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બન્નેના લગ્નની વાત અફવા છે તેવી માહિતી લલીત મોદીએ ટ્વીટ કરી આપી હતી. લલિત મોદીએ ટ્વીટ કરી લખ્યું, ” હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે અમે બંને એક બીજાને ડેટ કરી રહ્યા છીએ. હજુ સુધી લગ્ન નથી કર્યા, હા પણ થોડા જ સમયમાં લગ્ન કરી શકીએ છીએ.
Former IPL chairman Lalit Modi announces his wedding with actor Sushmita Sen. pic.twitter.com/rzvEKBmeNR
— ANI (@ANI) July 14, 2022
આ સાથે જ લલીત મોદીએ સુષ્મિતા સેન સાથેના કેટલાક ફોટા શેર કર્યા હતા. જેમાં બંને રોમાંટિક અંદાજમાં નજર આવી રહ્યા હતા. મહત્વનું છે કે જ્યારથી લલિત મોદીએ ફોટોઝ શેર કર્યા ત્યારથી સુષ્મિતા સેનને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. લોકો રિલેશનશિપ પર મજાક બનાવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં મિમ્સ બની રહ્યા છે.