જન્માષ્ટમીના તહેવારોની મૌસમ પૂર્ણ થતાની સાથે જ શહેરમાં તાવ-શરદી-ઉધરસના કેસમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. તો વળી તહેવારો દરમિયાન અને મેળામાં વાસી ખોરાક અને જંક ફુડ ઝાપટ્યા બાદ લોકોના આરોગ્ય પર વિપરિત અસર જોવા મળી રહી છે. સિવિલ હોસ્પિટલનો જનરલ વિભાગ દર્દીઓથી ઉભરાયો હતો. સિવિલમાં દર્દીઓની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. રાજકોટમાં દિવસેને દિવસે રોગચાળો માથું ઉંચકી રહ્યો છે. તાજેતરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોએ ભરડો લીધો હતો. તો હવે તાવ-શરદી-ઉધરસના વાયરલ કેસોમાં વધારો થતા શહેરીજનો હોસ્પિટલના ધક્કા ખાઇ રહ્યા છે.
શહેરમાં તાવ-શરદી અને ઉધરસના કેસમાં ઉછાળો, સિવિલમાં દર્દીઓની લાંબી કતારો

TAGGED:
CIVILHOSPITAL, COLDFEVER, PATIENT, Rajkot
Follow US
Find US on Social Medias


