કોહલીએ કહ્યું, અમે જલ્દી જમવા આવશું
ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી સુરેશ રૈનાએ રેસ્ટોરન્ટના વ્યવસાયથી પોતાની નવી ઈનિંગનો પ્રારંભ કર્યો છે. રૈનાએ નેધરલેન્ડના એમ્સટર્ડમમાં એક રેસ્ટોરન્ટની શરૂઆત કરી છે જ્યાં દેશી ભોજન પીરસવામાં આવશે. રૈનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ ઉપર અનેક તસવીરો શેયર કરીને પોતાના આ નવા બિઝનેસની જાણકારી આપી છે.
- Advertisement -
ક્રિકેટ ઉપરાંત રૈના ભોજન બનાવવાનો શોખીન છે એટલા માટે તેણે સોશ્યલ મીડિયા ઉપર ઘણી વખત પોતે ભોજન બનાવતો હોય તેવી તસવીરો અને વીડિયો પણ શેયર કર્યા છે. રૈનાએ લખ્યું કે મને હંમેશાથી ક્રિકેટ અને કુકિંગનો શોખ રહ્યો છે. હું આ ફિલ્ડમાં પણ વિદેશના લોકોને ભારતની અલગ-અલગ વાનગી ઉપલબ્ધ કરાવીશ.
I am absolutely ecstatic to introduce Raina Indian Restaurant in Amsterdam, where my passion for food and cooking takes center stage! 🍽️ Over the years, you've seen my love for food and witnessed my culinary adventures, and now, I am on a mission to bring the most authentic and… pic.twitter.com/u5lGdZfcT4
— Suresh Raina🇮🇳 (@ImRaina) June 23, 2023
- Advertisement -
ભારતીય રેસ્ટોરન્ટ ખોલવું મારા માટે સ્વપ્ન સાચું પડવા જેવું છે. દરમિયાન કોહલીએ રૈનાને શુભકામના પાઠવતા વાયદો કર્યો છે કે જ્યારે પણ ટીમ ઈન્ડિયા એમ્સટર્ડમ આવશે ત્યારે રૈનાના રેસ્ટોરન્ટમાં અચૂક ભોજન લેવા જશે. આવી જ રીતે રવીન્દ્ર જાડેજાએ પણ રૈનાને નવા સાહસ બદલ શુભેચ્છા પાઠવી છે.