સોશિયલ મીડિયા વિડીયો બનાવવા અંગે માહિતી આપતા શખ્સોને ઝડપી લીધા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં બિલ્ડરો, મહિલાઓ, સરકારી અધિકારી અને કર્મચારીઓના વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી બાદમાં વીડિયો કાઢી નાખવાં માટે ખંડણીની માંગ કરતા યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકીને આગાઉ ઝડપી લીધો હતો જે બાદ આ ઇશાનની મોબાઇલ કબજે લઈ તપાસ કરતા અનેક ઈસમો આ આગલા સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું આ તમામ ઈસમો યોગેન્દ્ર ઉર્ફે બકરાને વીડિયો બનાવવા માટે માહિતી પૂરી પાડતા હોવાનું સામે આવ્યું હતું આ શખ્સો યોગેન્દ્ર ઉર્ફે બકરાને પોલીસ અધિકારી અને કર્મચારીઓના નામ તથા વિગતો આપતા હતા જેના થકી યોગેન્દ્ર ઉર્ફે બકરો અધિકારી અથવા કર્મચારીઓને બદનામ કરવા માટે વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી બાદમાં અધિકારી અથવા કર્મચારી જો વિડિયો ડિલીટ કરવાનું કહે તો તેની પાસે ખંડણી માનતો હતો આ અગાઉ પણ યોગેન્દ્ર ઉર્ફે બકરા સાથે એક પોલીસ કર્મચારી સંડોવાયેલ હોવાની વિગત સામે આવી હતી આ સાથે વધુ તપાસ દરમિયાન જિલ્લાના જુદા જુદા શહેરોના કુલ 14 શખ્સો પણ સંડોવાયેલ હતા જેમાંથી હાલ છ જેટલા ઇસમોને પોલીસે ઝડપી લઇ તમામ વિરુધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
બકરાં ગેંગના ઝડપાયેલા શખ્સો
(1) ભવાન ઉર્ફે કાનો મનસુખભાઇ બાવળિયા રહે: સુરેન્દ્રનગર.
(2) ગોપાલ લક્ષ્મણભાઈ મકવાણા રહે: સુરેન્દ્રનગર
(3) સંજય દેવશીભાઈ ગરિયા રહે: વઢવાણ
(4) સુરેશ ઉર્ફે સુરો બિજલભાઈ સિંધવ રહે: સુરેન્દ્રનગર
(5) અકિલખાન ઉર્ફે સોનુ અસરફખાન પઠાણ રહે: ધ્રાંગધ્રા
(6) અસલમ રાહુલભાઇ કટીયા રહે: સુરેન્દ્રનગર
(7) રાજેશ વિરજીભાઈ પ્રજાપતિ રહે: સુરેન્દ્રનગર
બકરાં ગેંગમાં સંડોવાયેલા વધુ સાત શખ્સો
- Advertisement -
(1) યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકી
(2) ઋતુરાજ લાલજીભાઈ આલ
(3) વનરાજભાઈ અમરાભાઇ ખાચર
(4) નૈમિક ભરતભાઈ શેઠ
(5) રોહન ભરતભાઈ શેઠ
(6) જયદીપ મહેશભાઈ વાઘેલા
(7) જયપાલ વિરમગામી



