ગેરકાયદે ખનિજ વહન કરતા 9 ડમ્પર ઝડપાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં થતી ખનિજ ચોરીને લઈને ખાણ ખનિજ વિભાગની ફરી એક વખત સક્રિય ભૂમિકા નજરે પડી રહી છે જેમાં આગાઉ સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગ દ્વારા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી ખનિજ ચોટી અને હેરફેર કરતા વાહનોને ઝડપી લીધા હતા ત્યારે વધુ એક વખત ખાણ ખનિજ વિભાગ દ્વારા સુરેન્દ્રનગરના મુળી રોડ તથા રાજકોટ બાયપાસ હાઈવે પરથી ખનિજ વહન કરતા ડમ્ફર ઝડપી પાડ્યા હતા.
- Advertisement -
જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનિજ વિભાગના ઈનચાર્જ ભૂસ્તરશાસ્ત્રી જગદીશભાઈ વાઢેર અને તેઓની ટીમ દ્વારા સોમવારે વહેલી સવારથી જ સુરેન્દ્રનગર મુળી રોડ અને રાજકોટ બાયપાસ હાઈવે પર વોચ ગોઠવી ગેરકાયદેસર બ્લેક્ટ્રેપ ભરેલા એક બાદ એક એમ કુલ 9 ડમ્ફર સહિત 2.25 કરોડ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનિજ માફીયાઓ વિરુધ કાર્યવાહી હાથ ધરી હતી



