શ્ર્વાસથી લોહીમાં ભળે એવા 2.5 માઈક્રોનના કણો સુરતમાં સૌથી વધુ, અમદાવાદમાં મેટ્રો ટ્રેનથી પ્રદૂષણ ઘટશે
2026 સુધી 2.5 માઇક્રોન કણોનું પ્રમાણ 61 ટકા સુધી લાવવાનું લક્ષ્યાંક નિર્ધારિત છે
- Advertisement -
પેટ્રોલપંપ, ઇંટોના ભઠ્ઠા, કોલ્ડસ્ટોરેજ જેવી જગ્યાએ ૠઙઈઇ દ્વારા કોઈ પગલાં લેવાયાં નહીં
1 ગુજરાતમાં 33,854 પેટ્રોલપંપો છે જેમાં 2018-19માં (કોરોના પહેલા) 1,506નું જ ચેકિંગ કરાયું હતું.
2 2021માં વડોદરા, અમદાવાદ, ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારના સેંકડો ઇંટોના ભઠ્ઠાઓ પૈકી એકેયની સામે પગલાં લેવાયાં ન હતા. વડોદરામાં 180 સહિત રાજ્યમાં 1200 મોટા ભઠ્ઠા છે. સંચાલકોએ ઇંટોના ભઠ્ઠીમાં પણ ટેક્નોલોજીમાં સુધારા કરવાની જરૂર છે પણ જીપીસીબીએ તસદી પણ લીધી નથી.
- Advertisement -
3 રાજ્યમાં વીજવિભાગના ડેટા મુજબ 2,609 કોલ્ડસ્ટોરેજ અને બરફ બનાવતા પ્લાન્ટ છે. જ્યારે જીપીસીબીના ડેટા મુજબ આ પૈકી માત્ર 290 પાસે જ જીપીસીબીની મંજૂરી છે. જ્યારે મોટા ભાગે આ જ યુનિટો વધુ પ્રદુષણ કરે છે અને શહેરી વિસ્તારમાં જ ધમધમતા હોય છે.
4 કચ્છની લિગ્નાઇટની ખાણો ઉપરાંત ધનસુરા, અંબાજી, સેવાલિયા, બગસરા, ખીચલી, પારડી, અંબાજી સહિતના સ્ટોન ક્રશર યુનિટોમાં પણ હવાની ગુણવત્તાની (અઅચ)માત્રા નવેમ્બર 2021 સુધી તો મપાતી ન હતી. ઉપરોક્ત માહિતી પર્ફોર્મન્સ ઓડિટ ઓફ એર પોલ્યૂશન કટ્રોલના કેગના રિપોર્ટના આધારે)
શ્ર્વાસ મારફતે શરીરમાં ઘૂસીને લોહીમાં ભળે છે
જીપીસીબી (ગુજરાત પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડ)એ સબમિટ કરેલા રિપોર્ટ વિશે કેગ દ્વારા આ વર્ષે 22મી સપ્ટેમ્બરે જાહેર કરાયેલા ‘પર્ફોર્મન્સ ઓડિટ ઓફ એર પોલ્યૂશન કંટ્રોલ’ રીપોર્ટમાં થયો છે. જ્યારે સુરતમાં 2.5 માઇક્રોનના રજકણોનું પ્રમાણ નિયત 30ની સરખામણીએ 42 નોંધાયું છે. આ કણો એટલા નાના હોય છે કે, તે શ્વાસ મારફતે શરીરમાં ઘૂસીને લોહીમાં ભળી જાય છે અને કેન્સર સહિત શ્વાસને લગતા રોગો પણ ફેલાવી શકે છે. આ રિપોર્ટ મુજબ અન્ય શહેરોમાં પણ હવામાં આ 2.5 માઇક્રોન કદના કણોની માત્રા 29થી 34ની વચ્ચે જ છે.
10 માઇક્રોન કણો 58% સુધી ઘટાડવાનો લક્ષ્યાંક
રાજ્યના 33 જિલ્લાઓમાંથી સરેરાશ રોજના 12 સેમ્પલ ભેગા કરીને પ્રદુષણનો અહેવાલ તૈયાર કર્યો હતો. જેની ગંભીર નોંધ પણ કેગે પોતાના રિપોર્ટમાં કરી છે. એટલું જ નહીં ગુજરાતની હાલોલ, રણોલી, વાઘોડિયા, ધંધુકા, કલોલ, સુરેન્દ્રનગર, સાણંદ, બારડોલી, વિરમગામ, વાગરા, માંડલ, છત્રાલ સહિતની 16 જીઆઇડીસીમાં પણ પ્રદુષણ કેટલું છે તેનું એમ્બિયન્ટ એર ક્વોલિટી (અઅચ)માપન કરવામાં આવતું નથી. જેથી આ વિસ્તારમાં કામ કરતા જ નહીં રહેતા લોકોને પણ કેવા પ્રદુષણમાં જીવે છે તેનો અંદાજ આવે નહીં. આગામી 2026 સુધીમાં જે તે શહેર પ્રમાણે હવામાં 2.5 માઇક્રોન કણો 61 ટકા સુધી અને 10 માઇક્રોન કણો 58 ટકા સુધી ઘટાડવાનો લક્ષ્યાંક આપેલો છે.