દર વર્ષની જેમ ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશની મૂર્તિઓને ઇકો ફ્રેન્ડલી બનાવવા માટે નિતનવી રીતો શોધવામાં આવી રહી છે. આ ટ્રેન્ડમાં ગુજરાતના સુરતની ડો.અદિતિ મિત્તલ ડ્રાયફ્રૂટ્સમાંથી ગણેશ મૂર્તિ બનાવવાના કારણે સમાચારમાં આવી ગઈ છે.
તેણે ડ્રાયફ્રૂટ્સમાંથી ગણપતિ ભગવનની મૂર્તિઓ બનાવી છે. ગણેશ વિસર્જન બાદ આ મૂર્તિ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ડ્રાયફ્રૂટ્સને કોવિડ-19 દર્દીઓમાં વહેંચવામાં આવશે.
- Advertisement -
અદિતિએ આ મૂર્તિઓને ડ્રાયફ્રૂટ્સ જેવાં કે અખરોટ, કાજુ, બદામમાંથી બનાવી છે. આ મૂર્તિઓની ઉંચાઈ 20 ઇંચ છે. તેણે અખરોટ અને કાજુથી ગણેશ ભગવાનનું પેટ અને કાજૂથી આંખો બનાવી છે. આ રીતે તેમના કાન મગફળીથી બનાવવામાં આવ્યા છે.
ગણેશ ચતુર્થી પછી વિઘ્નહર્તાના સુખી અને સ્વસ્થ જીવનના આશીર્વાદ રૂપે તેનું વિતરણ કરવામાં આવશે. આ ડ્રાયફ્રૂટ્સ દર્દીઓની ઇમ્યુનિટી વધારવામાં મદદ કરશે.