પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફળવાયેલા આવાસ માં મકાનનાં હપ્તાં શરૂ હોવા છતાં મકાનનો કબજો ન અપાતા લોકો રોષે ભરાયાં હતાં તેઓ કલેકટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યાં હતાં એ સમયે રજૂઆત સાંભળવાને બદલે અધિકારીઓ કચેરી એ થી ફરાર થવાનાં આક્ષેપો લોકો કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન ની ફાળવણી ન થતાં લોકો હેરાન થઇ રહ્યાં છે. લોકોના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૮ માં ડ્રોમાં નામ નીકળ્યું હતું અને વર્ષ ૨૦૧૯ માં ફળવણી ની વાતો કરાય હતી.
પીપલોદ વિસ્તારમાં રાહુલ રાજ મોલ ની પાછળ ફાળવણી પણ કરાઇ હતી. જોકે ૪૦ મહિનાનો સમય વીતી ગયા બાદ પણ મકાન મળ્યાં નથી લોકો જ્યારે કલેકટર કચેરીએ પહોંચ્યા ત્યારે અધિકારીઓ ઓફિસેથી ફરાર થવાનાં આક્ષેપ કરાઈ રહ્યો છે. મકાનનાં હપ્તા ચાલુ હોવા છતાં પણ મકાનનો કબજો આપવામાં આવ્યો ન હતો એટલું જ નહીં પરંતુ મકાન ને લઇ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરાઈ રહ્યાં હોવાનું સામે આવી રહ્યું છે.,
- Advertisement -
ક્રિશાંગ ગાંજાવાલા
સુરત


