સુરત શહેરનાં ફાયર વિભાગને વધુમાં વધુ આધુનિક બનાવવા તેમજ જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવા માટેની નવી દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ વધુ હાઇટેક બને અને આગ તેમજ કોઈપણ હોનારત નાં સમયે ઘટનાસ્થળ પર જલ્દીથી જલ્દી કંટ્રોલ મેળવી શકે તે માટે આધુનિક બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા ૧૦ જેટલી ફાયર બાઈકો ખરીદીને ફાયર વિભાગને અર્પણ કરવામાં આવી છે. આ બાઇકો સાંકડી ગલીમાં આગ કે શોર્ટ સર્કિટનાં બનાવો ના સમયે ઝડપથી પહોંચી આગ ઉપર કાબુ મેળવવા માટે ઉપયોગી નીવડશે ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા ૭૩ લાખની ૧૦ બુલેટ બાઈક અને ફાયર નાં સાધનો ખરીદી આધુનિક બનાવી છે.પાલિકાના અધિકારીઓએ ૧૦ ફાયર બાઈક ફાયર વિભાગને અર્પણ કરવામાં આવી છે.
આ બાઈક ની અંદર સાઈરન, હૂટર, માઈક સિસ્ટમ,૧૦ લિટર નાં પાણીનાં બે સિલિન્ડર, ૧ લિટરનાં ફોર્મ સોલ્યુશન સહિત જરૂરી સાધનો છે. રસ્તા ઉપર ઓઈલ પડવાની ઘટના, સાંકડી અને નાની ગલીઓમાં આગ લાગે ત્યારે અને જ્યાં અન્ય વાહનો નહીં થઈ શકે ત્યાં આ બાઈક સરળતાથી અને ઝડપથી પહોંચી શકશે એટલું જ નહીં આ ઘટના સ્થળે પહોંચ્યા બાદ કોઈ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ કોઇ ઘટના મોટી હોવાનું જણાશે ત્યારે બાઇક દ્વારા તે બાબતે કમ્યૂનિકેટ પર કરવામાં આવશે. હાલમાં સેન્ટ્રલ ઝોન, કાપોદ્રા, મોટા વરાછા, કતારગામ, ઘાંચી શેરી અને મુગલીસરા ફાયર સ્ટેશ નો ખાતે આ બાઈકો મૂકવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૨ માં પણ આવી બે બાઈકો ફાયર વિભાગને અર્પણ કરવામાં આવી હતી.
- Advertisement -
સુનિલ ગાંજાવાલા
સુરત


