સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચાર હવે આક્રમક બની રહ્યો છે ત્યારે એક ઉમેદવારનાં પુત્ર પ્રચાર માટે સોસાયટીમાં ફરી રહ્યો છે ૧૨ વર્ષીય પુત્ર પિતાને જીતાડવા માટે પ્રચાર કરી રહ્યો છે તે સુરતમાં ટોક ઓફ ઘી ટાઉન બની રહ્યો છે સુરત મહાનગરપાલિકાની ચુંટણી માટે અસરકારક પ્રચાર થાય તે માટે ઉમેદવારો મહેનત તોડ પ્રયાસ કરી રહ્યાં છે વોર્ડ નંબર -૨૧માં ભાજપનાં ઉમેદવાર વ્રજેશ ઉનડકટ અને તેમની પેનલ માટે તેમનો ૧૨ વર્ષીય પુત્ર મહેનત કરી રહ્યો છે પ્રચાર આ વિસ્તારમાં હિન્દી ભાષી લોકોનો વસાહત હોવાથી છઠ્ઠા ધોરણમાં ભણતો વિવાન ઉનડકટ પ્રજાની સમસ્યા દૂર કરવા પિતા વતી વચન આપી રહ્યો છે માત્ર ૧૨ વર્ષનો છોકરો પિતા માટે પ્રચાર કરી રહ્યો છે તે લોકો માટે વધુ અનુકુળ બની રહ્યું છે અને તેને સાંભળવા માટે લોકો ઉત્સુક થઈ રહ્યાં છે.
ક્રિશાંગ ગાંજાવાલા
સુરત