નરભક્ષી સુરત મહાનગરપાલિકા દ્વારા આજ દિન સુધી પૂરતા પ્રમાણમાં એક લાખ વસ્તી પ્રમાણે એચ ફાયર સ્ટેશન નિયમ મુજબ વરાછામાં ફાયર બ્રિગેડના સ્ટેશન નથી બનાવવામાં આવ્ય કે પુરતી લાયકાત ધરાવતો સ્ટાફ નથી રાખ્યો અને તક્ષશિલા અગ્નિકાંડ ના પિડીત પરીવાર વાલીઓને યોગ્ય ન્યાય નથી આપ્યો કે, એક પણ રૂપિયો સુરત મહાનગરપાલિકા દ્વારા કે નરભક્ષી DGVCL કાપોદ્રા સુરત દ્વારા વળતર નથી ચૂકવવામાં આવ્યું બંને ને એક જાગૃત નાગરિક કેતન સોજીત્રા દ્વારા તારીખ :-૧૮-૬-૨૦૧૯ થી આજદિન સુધી અસંખ્ય વાર રજુવાત લેખિત અને મૌખિક રીતે ન્યાયની માંગણી કરી છે લોકોના હિત માટે પણ બંન્ને વિભાગ નરભક્ષી છે ખોટી રીતે ગેરમાગે દોરી જનારા જવાબ આપી રહ્યા છે તક્ષશિલા કેસમાં સુરત શહેર ક્રાઈમ બ્રાંચે પોલીસ ACp એ પણ બાળકો ના લાશો પર દલાલી કરી હોય તેવું લાગી રહ્યું છે તક્ષશિલા કેસમાં ૧/૨ નંબરના આરોપીઓને એફઆઈઆર થી બહાર છે અને ખોટી રીતે કર્મચારીઓને બચાવવા માટેથી કેસમાં આરોપીના નંબર આપવામાં ફેરફાર રાખીને લાલીયાવાડી જેવી રાક્ષસી ક્રૂરતા કરી છે જે સુરત કલેકટરશ્રી મ્યુનિસિપલ કમિશ્નરશ્રી મેનેજર DGVCL કાપોદ્રા સુરતને ભાર પુર્વક રજૂવાત માંગણી કરી હતી પણ આ વિભાગ હજી કદાચ બીજી દુર્ઘટના સર્જાઈ તે માટે વાટ જોઈ રહ્યા છે અને ખોટા તાયફા પાછળ કરોડો રૃપિયા ખર્ચ કરી રહ્યા છે અને પ્રજાના ટેક્સના પૈસા થી સુરત વરાછાની જનતાનું શોષણ કરી રહ્યાં છે ભારત ની પહેલા નંબર ની નરભક્ષી મહાનગરપાલિકા સુરત છે અને ન્યાય માટે લડત લડનાર કેતન સોજિત્રા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી પહેલા તક્ષશિલા અગ્નિકાંડ ના પિડીત પરીવાર વાલીઓ ને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં જરૂર નડીશું તેવી તાકીદે ચેતવણી આપી છે યોગ્ય ન્યાય માટે તક્ષશિલા પીડિત પરીવાર વાલીઓ એ પણ વારંવાર રજુવાત કરી છે .
ક્રિશાંગ ગાંજાવાલા-સુરત