– દસ વર્ષ જૂના બળાત્કારના કેસમાં આરોપીઓને રાહત મળી 17 વર્ષીય યુવતીની બળાત્કાર પછી ક્રુરતાપૂર્વક હત્યા કરાઈ હતી
દિલ્હીના છાવલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન 2012માં ફાંસીની સજા પામેલા ત્રણેય આરોપીઓની સજા બદલી નાખી અને તેની સાથે તેમને છોડી મૂકવાનો આદેશ આપ્યો. નીચલી કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઇ હતી. આ ત્રણેય આરોપીઓમાં રાહુલ, રવિ અને વિનોદનો સમાવેશ થાય છે. આ ચુકાદા પર દિલ્હી હાઇકોર્ટ તેનો મહોર લગાવી ચૂક્યું છે. સોમવારે સુપ્રીમ કોર્ટે નિર્ણય બદલતા ત્રણેય આરોપીઓની ધરપકડનો આદેશ આપ્યો.
- Advertisement -
આ ચુકાદો સુપ્રીમ કોર્ટના જજ ઉદય ઉમેશ લલિત, જસ્ટિસ એમ રવિન્દ્ર અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેન્ચે સંભળાવ્યો હતો. આ પહેલા સાતમી એપ્રિલ 2022ના રોજ સુપ્રીમ કોર્ટે ત્રણેય દોષિતોને ફાંસીની સજા પર તેમનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
સામૂહિક દુષ્કર્મનો આ કેસ લગભગ 10 વર્ષ જૂનો છે. 9 ફેબુ્આરી 2012ના રોજ 17 વર્ષીય કિશોરી સાથે બળાત્કારની ઘટના બની હતી. તે કિશોરી બે બહેનપણી સાથે રાતે નવેક વાગે છાવલા સ્થિત હનુમાન ચોકથી ઘર તરફ જઈ રહી હતી. તે સમયે લાલ રંગની ઇન્ડિકા કા બહાર નીકળી તો તેમણે યુવતીને કારમાં ખેંચી લીધી. ઓળખ છુપાવવા માટે આ યુવાનોએ મોઢા પર કપડું બાંધ્યું હતું. યુવતીનું અપહરણ કર્યા પછી કાર નજફગઢ ક્ષેત્રના તાજપુર ગામ તરફ ગઈ. ઘટનાના ચોથા દિવસે પીડિતાની લાશ હરિયાણાના નજફગઢ ક્ષેત્ર સ્થિત રોઢાઈ ગામની જોડેના રેલવેના પાટાની પાસેથી મળી આવી હતી.
પોલીસની તપાસ પછી આરોપી રવિ, તેના ભાઈ રાહુલ અને વિનોદની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ રવિ યુવતીને પસંદ કરતો હતો અને રવિનો પ્રેમ પ્રસ્તાવ યુવતીએ નકારતા રવિએ ભાઈ અને મિત્ર સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો.